આ ગુલાબી ટુકડાનું સેવન સાંધા, માંસપેશીઓ અને ગળાના દુખાવા દુર કરી છાતીમાં જામેલો કફ કાઢી નાખશે બહાર… પાચનતંત્રને સુધારી વધારી દેશે ભૂખ…

મિત્રો તમે કદાચ સિંધાલુણ મીઠા વિશે સાંભળ્યું હશે. તેનું સેવન લગભગ દરેક લોકો કોઈને કોઈ રીતે કરતા હોય છે. જયારે આજે અમે તમને જણાવી દઈએ કે, સિંધાલુણ મીઠામાં એવા ગુણ રહેલા છે જેનાથી તમારા શરીરમાં રહેલી આવી 5 પ્રકારની સમસ્યાઓને દુર કરી શકો છો.

મીઠાનું સેવન તો આપણે બધા જ કરીએ છીએ. મીઠું શરીરમાં મિનરલ્સના સંતુલન માટે ખુબ જ જરૂરી છે. તે સિવાય મીઠા વગરનું ભોજન પણ સ્વાદ વગરનું લાગે છે અને જાજા દિવસો સુધી ખાઈ શકાતું નથી. જો કે, તે પણ સાચું છે કે, મીઠાનું વધુ માત્રામાં સેવન કરવાથી તમને ઘણા નુકશાન પણ થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, સિંધાલુણ મીઠું ખાવા સિવાય તમે ઘણી સમસ્યાઓના ઘરેલું ઈલાજમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો ?

આયુર્વેદિક ચિકિત્સકની વાત માનીએ તો, બધા જ પ્રકારના મીઠામાં સિંધાલુણ મીઠું સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અન્ય મીઠાની સરખામણીએ તે પિત્તને વધવા દેતું નથી અને જ્યારે તેને સાચી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે તો તે ત્રિદોષોને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. સિંધાલુણ મીઠું ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મેળવવા માટે એક નુસ્ખા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે, તમે સિંધાલુણ મીઠું કંઈ રીતે ઉપયોગમાં લઈ શકો છો.

સાંધાનું જકડાઈ જવું : જયારે તમારા સાંધા કોઈ કારણસર ઝકડાઈ જાય છે ત્યારે તમે સિંધાલુણ મીઠાનો ઉપયોગ કરી શકો છો. સિંધાલુણ મીઠું સાંધાનું જકડાઈ જવું અને તેમાં થતો દુખાવો ઘટાડવામાં મદદ કરે છે અને તેની મુવમેન્ટમાં સુધારો કરે છે. તે માટે બસ તમારે તલના તેલમાં એક ચપટી સિંધાલુણ મીઠું મિક્સ કરવાનું છે અને તેને ગરમ કરીને તમે સાંધાના ભાગે હળવા હાથે માલિશ કરવાની છે.

છાતીમાં કફ : કફની સમસ્યામાં રાહત મેળવવા માટે સિંધાલુણ મીઠું ખુબ જ ફાયદાકારક છે. તમે સિંધાલુણ મીઠું ઉપયોગમાં લઈને છાતીમાં જામેલા કફથી રાહત મેળવી શકો છો. તે માટે નિલગીરીના તેલમાં ગરમ તલનું તેલ મિક્સ કરવું અને તેનાથી તમારી છાતી પર મસાજ કરો. હવે એક પેનમાં સિંધાલુણણ મીઠું રાખી અને તેને 5 મિનિટ સુધી ગરમ કરો. હવે તે મીઠાને કોઈ કપડામાં રાખીને તેની પોટલી વાળી છાતી પર ધીરે ધીરે શેક આપો.

માંસપેશીઓનો દુખાવો : મોટાભાગે લોકો ડિહાઈડ્રેશન અને પોષણની ઉણપને કારણે માંસપેશીમાં દુખાવો અનુભવે છે. તેનાથી રાહત મેળવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી સિંધાલુણ મીઠું નાખીને તેને પીવું. તેમાં ઘણા મિનરલ્સ રહેલા હોય છે જે શરીરની તાંત્રિકાઓના ફંક્શન માટે જરૂરી હોય છે. માટે તેને પીવાથી માંસપેશીઓનો દુખાવો દૂર થાય છે.

ગળામાં દુખાવો : સિંધાલુણ મીઠું ગળામાં દુખાવાથી રાહત મેળવવા માટે તેમજ ટોન્સિલના સોજાને મટાડવામાં પણ મદદ કરે છે. નવશેકા પાણીમાં સિંધાલુણ મીઠું મિક્સ કરીને તે પાણીના કોગળા કરવા આમ કરવાથી ગળાના દુખાવાથી રાહત મળે છે.

નબળું જઠર કે પાચનશક્તિ : સારા પાચન માટે તમારું જઠર મજબૂત હોવું ખુબ જરૂરી છે. કારણ કે, તમે જે પણ કંઈ ખાઓ છો તેને પચાવવા માટે પર્યાપ્ત પાચન અગ્નિની જરૂરિયાત હોય છે. જ્યારે પાચન અગ્નિ ઓછી હોય છે તો, તેનાથી ભોજન સરખી રીતે પચી શકતું નથી અને પેટ સંબંધી સમસ્યાઓ થાય છે. તે માટે ભોજનની 30 મિનિટ પહેલા અડધી ચમચી લીંબુના રસમાં એક ચપટી સિંધાલુણ મીઠું મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી પાચનમાં સહાયતા મળે છે.

આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે સિંધાલુણ મીઠું ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો તમારી સ્થિતિ ગંભીર હોય તો, તેવામાં પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment