આ છે અનિયમિત પિરિયડ્સની સમસ્યા દુર કરવાના 100% કારગર ઉપાયો…. દુખાવા, સોજા અને ઇન્ફેકશન જેવી સમસ્યાઓ પર રાખશે દુર…

આજકાલ ખોટી ખાણીપીણી અને અલગ-અલગ રહેણી કરણીના કારણે ઘણી બધી મહિલાઓમાં અનિયમિત માસિક ધર્મની સમસ્યા ઊભી થતી રહે છે. અનિયમિત માસિક ધર્મ ઘણી વખત બે થી ત્રણ મહિના સુધી ઘણી મહિલાઓને માસિક ધર્મ આવતા નથી. ઘણી વખત માસિક ધર્મનો સમય જતો રહે અથવા તો ખુબ જ ઓછી બ્લીડિંગ થાય છે અને તેની સાથે સાથે ઘણી બધી શારીરિક સમસ્યાઓ પણ ઉભી થાય છે.

જેમ કે માથાનો દુખાવો, પેટનો દુખાવો અને કમરનો દુખાવો તથા અમુક વખત તો ઉબકા આવવા જેવી તકલીફ પણ ઊભી થાય છે. અમુક મહિલાઓમાં મૂડ બદલાઈ જવું, ચીડિયાપણું જોવા મળે છે. આમ તો ગર્ભ ધારણ કરવાથી જ માસિક ધર્મ આવતા નથી. પરંતુ તમને આ સમસ્યા જો વારંવાર થતી રહે છે તો એક વખત ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરવો.

અનિયમિત માસિક ધર્મના કારણો : ખોટી જીવનશૈલી, તણાવ અને અસ્વસ્થ ખાણીપીણી તથા ઓછી ઊંઘ, અને વધુ પડતી ચિંતા કરવી વગેરે જેવા કારણો પિરિયડ્સના ચક્રને પ્રભાવિત કરે છે. તથા અમુક શારીરિક સમસ્યાઓ જેમ કે પીસીઓડી, મેદસ્વિતા અને ઓવરીમાં તકલીફ, પીસીઓએસ, તથા હોર્મોનનું અનિયમિત થતું હોય શકે છે અને આ સમસ્યા તમને ખુબ જ પરેશાન કરી રહી છે, તો એક વખત ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરો.

એવા ફૂડ જે અનિયમિત માસિક ધર્મને કરે છે નિયમિત : અમુક ફૂડમાં એવા તત્વો જોવા મળે છે જે ઘણા બધા પ્રકારની શારીરિક સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ મદદરૂપ થાય છે. અમે તમને અમુક એવા ફૂડ વિશે જણાવી રહ્યા છીએ, જેનું નિયમિત સેવન કરવાથી માસિક ધર્મ સંબંધિત દરેક સમસ્યાને દૂર કરી શકાય છે.

1 ) હળદર કરે અનિયમિત માસિક ધર્મની સમસ્યા દૂર : હળદર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ઔષધિ છે, જેમાં ઘણા બધા પ્રકારના ઔષધીય ગુણો ઉપસ્થિત હોય છે. તે ન માત્ર ઇન્ફેક્શનથી દૂર રાખે છે, પરંતુ અનિયમિત માસિક ધર્મનો ઈલાજ પણ કરે છે. જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય અથવા તો અનિયમિત માસિક ધર્મની સમસ્યા હોય, તો તમે રાત્રે સુતા પહેલા મધની સાથે ગરમ દૂધનું સેવન કરો. તેનાથી માસિક ધર્મમાં થતો દુખાવો ઓછો થઈ જાય છે. હળદરમાં ઉપસ્થિત કરક્યુમિન એસ્ટ્રોજન હોર્મોન્સની જેમ અસરકારક હોય છે જે અનિયમિત માસિક ધર્મને રેગ્યુલર કરવામાં તમારી મદદ કરી શકે છે.

2 ) જીરું પણ ફાયદાકારક : દરેક ઘરના મસાલામાં જીરાનો ઉપયોગ જરૂરથી થાય છે અને જીરામાં અમુક એવા પ્રભાવશાળી પોષક તત્વો જોવા મળે છે. જે ગર્ભાશયની સ્નાયુઓને સંકોચવામાં અને માસિક ધર્મના સાયકલને વ્યવસ્થિત કરવામાં તમારી મદદ કરી શકે છે. તમે નિયમિત રૂપે અમુક દિવસ સુધી જીરાવાળા પાણીનું સેવન કરો છો તો તેનાથી તમને આ તકલીફ દૂર થઈ જાય છે. તેની માટે રાત્રે એક કપ પાણીમાં બે ચમચી જીરું નાખીને આખી રાત રહેવા દો અને સવારે ખાલી પેટે આ પાણીનું સેવન કરો.

3 ) અનિયમિત માસિક ધર્મ પર સેવન કરો અનાનસ : જો તમને માસિક ધર્મમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થાય છે અથવા તો વધુ પડતો દુખાવો અને પેઢામાં ખેંચાણ થાય છે. તો તમે અનાનસનું સેવન જરૂરથી કરી શકો છો. આ ફળમાં બ્રોમેલેન નામનું એન્જાઈમ હોય છે. જે યુઝર્સને લાઈનિંગમાં આવનાર સમસ્યા અને યોગ્ય કરીને પિરિયડ અનિયમિત બનાવવામાં મદદ કરે છે. તે શરીરની લાલ અને સફેદ રક્ત કોશિકાઓના નિર્માણમાં પણ વધારો કરવાનું કામ કરે છે. આ રીતે માસિક ધર્મ દરમિયાન લોહીનો પ્રવાહ યોગ્ય રહે છે.

4 ) તજનો ઉપયોગ કરો : તજ શરીરમાં ઈન્સ્યુલિનના સ્તરને રેગ્યુલર કરવામાં મદદ કરે છે અને ઇન્સ્યુલીન લેવલ ઓછું થવાથી પણ પીરિયડ સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. પીસીઓએસ થવાથી તમે તજનું સેવન કરો તેનાથી દુખાવો ઓછો થાય છે અને અનિયમિત પીરિયડ પણ સામાન્ય થઈ જાય છે.

5 ) વરિયાળીનું પાણી પીવો : વરીયાળી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. અને તે પેટ સંબંધિત દરેક સમસ્યાઓને પણ દૂર કરે છે. વરિયાળી અનિયમિત પીરીયડ ના ઈલાજ માટે ખુબ જ પ્રભાવકારી જડીબુટ્ટી છે. તે હોર્મોન્સને સંતુલિત કરવામાં ઓવ્યુલેશનને વધારો આપવામાં મદદ કરે છે. તદુપરાંત માસિક ધર્મના કારણે થતાં ખેંચાણ, પેટમાં દુખાવામાં છુટકારો અપાવે છે. તેની માટે એક ગ્લાસ પાણી ઉકાળો તેમાં એકથી બે ચમચી વરીયાળી નાખો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ગાળો. આ વરીયાળી વાળા પાણીનું સેવન કરવાથી અનિયમિત માસિક ધર્મની સમસ્યા દૂર થઈ જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment