મિત્રો ઘણી વખત મહિલાઓ પોતાના ચહેરા પર રહેલા માર્કને એટલે કે નિશાનને બ્યુટી સમજે છે. અને તેનો યોગ્ય ઈલાજ કરાવતી નથી. પરંતુ આવું સમજવું તમારા માટે આગળ જતા સમસ્યાનું કારણ બની શકે છે. આવું જ એક મહિલા સાથે બન્યું છે. જેણે ચહેરા પરના નિશાનને બ્યુટી માર્ક સમજીને અવગણના કરી હતી પણ પછીથી ખબર પડી કે તે કેન્સર છે.
ઘણા લોકો એવા હોય છે જે પોતાની સ્કીન પર બિલ્કુલ પણ ધ્યાન આપતા નથી. તેવામાં એ લોકોને સ્કીન પર થતાં ફેરફાર નજરમાં જ નથી આવતા. પરંતુ શું તમે જાણો છો કે, એવું કરવું તમારા માટે ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. હાલમાં જ એક મહિલા સાથે કંઈક એવું થયું જેના વિશે જાણીને તમારા હોશ ઊડી જશે, સ્કીન પ્રત્યેની લાપરવાહી તે મહિલા માટે ખુબ જ ભારે પડી.
આપણાં શરીરની અંદર જ્યારે પણ કોઈ સમસ્યા થાય છે તો શરીરની બહાર તેના સંકેત દેખાવના શરૂ થઈ જાય છે. મોટાભાગના લોકો આ સંકેતોને ઇગ્નોર કરી દેતા હોય છે, જે ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. હાલમાં જ એક મહિલા સાથે પણ કંઈક આવું જ થયું. મહિલાના હોઠ ઉપર એક નિશાન હતું. જેને તે બ્યુટિ માર્ક સમજતી હતી. પરંતુ પછીથી તેને એક એવી બીમારી વિશે ખબર પડી જેનાથી મહિલાના હોંશ ઊડી ગયા.
49 વર્ષીય એંડ્રીયા મોજરને હંમેશાથી લાગતું હતું કે, તેના હોઠ ઉપર એક બ્યુટિ માર્ક છે, પરંતુ ધીરે ધીરે તે નિશાનનો રંગ બદલાવા લાગ્યો અને તેની સાઇઝ પણ વધી ગયી. એંડ્રીયાને હંમેશા લાગતું હતું કે, તેના હોઠની ઉપર રહેલ બ્રાઉન કલરનું પૈચ બ્યુટિ માર્ક છે.
શું હતી આખી બાબત ? : આ બનાવ 2020 નો છે. ફેયર સ્કીન હોવાને કારણે એંડ્રીયાને પોતાના ચહેરા પર એક બ્રાઉન કલરનો સ્પોટ દેખાયો. તેની તપાસ કરાવવા માટે તે ડોક્ટર પાસે ગઈ. એંડ્રીયાએ જણાવ્યુ કે, જ્યારે તેણે ડોક્ટરને તે બ્રાઉન પૈચ દેખાડ્યું ત્યારે તેમણે કહ્યું કે તે એક નોર્મલ મસ્સો છે અને તમારે તેના માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
મોંટાનામાં રહેતી એંડ્રીયા એક દિવસ ખાલી સમયમાં ઇન્સ્ટાગ્રામ જોઈ રહી હતી, ત્યારે તેણે જોયું કે કોઈએ એન્યુઅલ સ્કીન ચેકઅપની એક પોસ્ટ શેર કરી હતી તેના પછી એંડ્રીયાએ પણ ડર્મેટોલોજિસ્ટ પાસે જઈને સ્કીન ચેકઅપ કરાવવાનો નિર્ણય કર્યો. એંડ્રીયાની બાયોપ્સી કરવામાં આવી જેમાં ખબર પડી કે તેના હોઠ પર રહેલ બ્રાઉન કલરનો સ્પોટ કેન્સર થવાના પહેલાનો સંકેત હતો.
એસ્ટેંટ એજન્ટ તરીકે કામ કરતી એંડ્રીયાએ જણાવ્યુ કે, તેને તે વાતની ખુશી છે કે, તે ડર્મેટોલોજિસ્ટ પાસે ગઈ અને તેણે સમયસર તેના વિશે ખબર પડી ગયી. માર્ચ 2020 માં ડોક્ટરે એંડ્રીયાના હોઠ પર રહેલા નિશાનને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી. તેણે જણાવ્યું કે, આ સ્પોટની આસપાસના એરિયાને કવર કરવા માટે ડોક્ટરને એક મોટો ચીરો પાડવાની જરૂર હતી. તે માટે ડોક્ટરે તેના હોઠ પર એક મોટો ચીરો પાડીને આ મસ્સાને દૂર કર્યો. એંડ્રીયાએ જણાવ્યુ કે, તેને ઘણા સારા ડોક્ટર મળ્યા જેમણે ખૂબ જ સારું કામ કર્યું. તે મસ્સાને કાઢ્યા પછી ડોક્ટરે તેનો ટેસ્ટ કર્યો અને જાણવા મળ્યું કે, તેના કારણે એંડ્રીયાએ ખતરનાક સ્કીન કેન્સરનો સામનો કરવો પડેત.
જો મસ્સાની વાત કરીએ તો તે સામાન્ય રીતે બ્રાઉન કે બ્લેક કલરનો હોય છે. અમુક લોકોને શરીરના અલગ અલગ ભાગમાં જન્મથી જ મસ્સા હોય છે જ્યારે અમુક લોકોને ઉંમર વધવાની સાથે તેમાં જોવા મળે છે. સામાન્ય રીતે મસ્સાની સાઇઝ, શેપ અને કલર એક જેવો જ રહે છે. પરંતુ જો, મસ્સાના સાઇઝ, શેપ અને કલરમાં કોઈ ફેરફાર થાય તો તે સ્કીન કેન્સરનું કારણ હોય શકે છે.
ડોક્ટરેએ જણાવ્યું કે, તેમણે એંડ્રીયાના ચહેરા પરથી તે મસ્સાને હટાવી દિધો છે. તે વિશે એંડ્રીયાએ જણાવ્યું કે, તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે, તેની સાથે આવું થઈ શકે છે. એંડ્રીયાએ જણાવ્યું કે, હસતી વખતે તે ઘણી જ અલગ દેખાય છે અને મસ્સાને દૂર કર્યા પછી ડોક્ટરે જે ચીરો લગાવ્યો છે તેણે સરખું થતાં પણ થોડો ટાઈમ લાગશે. પરંતુ તે ખુશ છે કે, સ્કીન કેન્સર જેવી બિમારી વિશે સમયસર જાણ થઈ ગયી.
તેના જૂના ફોટોઝ જોતાં જોતાં એંડ્રીયાએ જણાવ્યું કે, વર્ષ 2009 માં જ તેના ચહેરા પરના આ મસ્સાની સાઇઝ વધવા લાગી હતી. તે સિવાય સોશિયલ મીડિયા પર પણ એંડ્રીયાએ પોતાની સ્ટોરી શેર કરી જેથી કરીને લોકોને પણ સ્કીન કેન્સર જેવી બીમારી વિશે સમયસર જાણ થઈ શકે. એંડ્રીયાએ જણાવ્યુ કે, તેણે ક્યારેય પણ પોતાની સ્કીન પર ધ્યાન આપ્યું ન હતું. પરંતુ હવે મારા આ પોસ્ટને જોઈને લોકો પણ સમજી શકશે કે પોતાની સ્કીન પર ધ્યાન આપવું અને રેગ્યુલર સ્કીન ચેકઅપ કરાવવું કેટલું જરૂરી છે.
તેની આ પોસ્ટ જોઈને એવા લોકો જે પોતાની સ્કીન પ્રત્યે બેદરકાર રહે છે તેઓ પણ જાણી શકશે કે પોતાની સ્કીન પ્રત્યેની બેદરકારી તેમના માટે કેટલી જોખમભરી સાબિત થઈ શકે છે. અને બીજા પણ ઘણા લોકો સમયસર કેન્સર જેવી મોટી બીમારીનો ઈલાજ કરાવીને તેનાથી બચી શકે છે. તમારે પણ તમારી સ્કીન પ્રત્યે જરાય બેદરકારી દેખાડ્યા વગર કોઈ પણ તકલીફ થાય કે, કોઈ ફેરફાર જોવા મળે તમારા શરીરમાં કે તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી