આ રીતે તમારા ચશ્માના નંબર ઉતારો લેસર ટ્રીટમેન્ટ વગર જ | સરળ અને સચોટ આયુર્વેદિક ઉપાય

💁 આ રીતે તમારા ચશ્માના નંબર ઉતારો લેસર ટ્રીટમેન્ટ વગર જ :- 💁

💁 આજનો અમારો આ આર્ટીકલ ખૂબ જ મહત્વનો છે. આજે અમે જે જાણકારી આપવા જઇ રહ્યા છીએ તેના ઉપયોગથી અને નિયમિત પ્રયોગથી તમે તમારા ચશ્માના નંબર બે થી ત્રણ મહિનાની અંદર ઘરે જ ઉતારી શકો છો. તેના માટે તમારે ડોક્ટરની અપોઈન્ટમેન્ટ અથવા તો કોઈ લેસર ટ્રીટમેન્ટની જરૂરીયાત નહિ રહે. આ ઉપચારથી ધીમે ધીમે તમારી આંખની રોશની વધવા લાગશે જેના કારણે તમારા ચશ્માના નંબર ઉતરી જશે.👓 આંખની સમસ્યા ઘણા બધા લોકોને થવા લાગી છે અને ખાસ કરીને આંખના નંબરની સમસ્યા. આંખની રોશની નબળી પડતા દૂરના નંબર આવવા લાગે છે. એટલું જ નહિ મિત્રો હવે તો નાના હોય ચાર કે પાંચ વર્ષના બાળકો તેને પણ નંબર આવી જતા હોય છે. પહેલા કોઈને આવી રીતે દૂરના નંબર ન આવતા કારણ કે પહેલા કોમ્પ્યુટર, મોબાઈલ અને ટેલીવિઝન વગેરેનો ઉપયોગ નહોતો થતો.

📲 પરંતુ આજે તો મોબાઈલ અને કોમ્પ્યુટર અને ટેલીવિઝન જ માણસની દુનિયા બની ગઈ છે. આખો દિવસમાં એ કેટલો બધો સમય મોબાઈલ અને લેપટોપની સ્ક્રીન સામે બેસતા હોય છે અને કોઈ જગ્યાએ આ આપણા કામનો જ એક ભાગ હોય છે. તેથી આપણે બેસવું પણ પડતું હોય છે અને તેના અત્યંત ઉપયોગના કારણે આપણી આંખની રોશની નબળી પડી જતી હોય છે.

 

🎮 બાળકો કલાકો સુધી મોબાઈલ અને ટેલીવિઝનની સામે બેસી રહેતા હોય છે જેના કારણે નાનપણમાં જ નંબર આવી જતા હોય છે. તેના પરિણામે આપણે દૂરની વસ્તુ જોવા માટે ચશ્માનો ઉપયોગ કરવો પડતો હોય છે. આજે કોઈ પણ વ્યક્તિ હોય પોતાની જીવનશૈલીમાં આંખની સંભાળ પર પૂરતું ધ્યાન નથી આપતા. તો આજે અમે અમૂક એવા ઉપાયો લાવ્યા છીએ કે જેનો નિયમિત ભૂલ્યા વગર તમે ઉપચાર કરશો તો તમારી આંખની રોશની વધશે અને ધીમે ધીમે એટલી વધી જશે કે તમારે ચશ્માની જરૂર પણ નહિ પડે. તો ચાલો જાણીએ તેની માટેના ઉપચારો.

💁 આંખની રોશની વધારવાના ઘરેલું ઉપચારો:- 💁

👓 આંખની રોશની વધારવા માટે તેમજ આંખને સ્વસ્થ રાખવા માટે વિટામીન એ ખુબ જ જરૂરી છે. તેથી તમારા ખોરાકમાં એવી વસ્તુ વધારે ખાવી જેમાં વિટામીન એ ભરપૂર માત્રામાં હોય. જેમ કે મૂળો જેને તમે સલાડમાં ખાઈ શકો.

💁 સરસવનું તેલ રામ બાણ ઈલાજ છે. આ ઉપાયને અપનાવવા માટે પહેલા પાણીથી તમારા પગને વ્યવસ્થિત સાફ કરી લો. ત્યાર બાદ તેને સ્વચ્છ કપડાથી લૂછી લો અને ત્યાર બાદ સરસવના તેલની પગના તળીયે માલીશ કરવી. તેનાથી આંખની રોશની વધશે અને આંખ પણ સ્વસ્થ રહેશે. તેમજ આ તેલથી વાળમાં મસાજ કરવાથી પણ આંખને લાભ મળે છે. આ બંને ઉપચાર રાત્રે સુતા પહેલા કરવાના રહેશે.

 

💁 આંખ પર ગુલાબ જળનો પ્રયોગ કરવાથી પણ આંખની રોશની વધે છે. પરંતુ ગુલાબ જળનો ઉપયોગ કરતી વખતે તે તપાસી લેવું કે તે શુદ્ધ હોય.

💁 અડધી ચમચી માખણમાં, પાંચ કાળામરી પીસેલા અને તેમાં અડધી ચમચી પીસેલી મિશ્રી મિક્સ કરી સવારે ખાલી પેટ લેવી ત્યાર બાદ નાળીયેરના ત્રણથી ચાર ટૂકડા ચાવીને ખાવ ત્યાર બાદ વરીયાળી ખાવી અને ત્યાર બાદ બે કલાક સુધી કંઈ ન ખાવું. તેમજ કોઈ પ્રવાહી પણ ન લેવું. આ એકદમ દેશી ઉપાય છે જેના નિયમિત પ્રયોગથી આંખની રોશની વધશે તેમજ આંખમાં બળતરા કે દુઃખાવો થતો હશે તે પણ દૂર થશે.

💁 આયુર્વેદમાં કેહવાયું છે કે જે વ્યક્તિ રોજ એક આંબળો ખાય છે તે ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓથી દૂર રહે છે. આમળાં આંખ માટે પણ ખૂબ જ લાભદાયી છે. માટે તમારા દૈનિક આહારમાં આમળાંનું સેવન કરવું જોઈએ.

💦 રાત્રે એક માટીના વાસણમાં થોડી ત્રિફળા પલાળીને રાખી દો. ત્યારબાદ સવારે તે પાણીને ગાળીને તે પાણીથી આંખને ધૂઓ.

🥛 ૧૦ ગ્રામ નાની એલચીમાં ૨૦ ગ્રામ વરીયાળી મિક્સ કરી બંનેને પીસી લો આ મિશ્રણમાંથી રોજ એક ચમચી મિશ્રણ દૂધ સાથે લેવું. આ ઉપાયના નિયમિત સેવનથી આંખની રોશની નબળી પડી ગઈ હોય તો તે ઠીક થાય છે.

👓 અખરોટના તેલની આંખની આસપાસ માલીશ કરવાથી ચશ્માના નંબર ઘટવા લાગે છે. રોજ આ પ્રયોગ કરવાથી ધીમે ધીમે ચશ્માં પહેરવાની જરૂર પણ નહિ પડે એટલી રોશની વધી જશે.

🍀 આ ઉપરાંત ખૂલ્લા પગ લીલા ઘાસ પર ચાલવાથી પણ આંખની રોશની વધે છે.

💁 તો મિત્રો આ હતા ચશ્માં ઉતારવાના ઘરેલું ઉપચાર પરંતુ જ્યારે તમે આ ઉપચાર અપનાવતા હોવ ત્યારે તો તમારે ચશ્માનો પ્રયોગ કરવાનો જ રહેશે. બિલકુલ નંબર જતા રહે ત્યાર બાદ ચશ્માં ન પહેરો તો ચાલે. પરંતુ તમારે ઉપચાર દરમિયાન તો ચશ્માં પહેરવાના રહેશે.

💁 આંખ આપણા શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે. તેથી તેની દેખભાળ રાખવી ખૂબ જ જરૂરી છે તો તમારા નંબરને દૂર કરવા માટે તમે ઉપર આપેલ કોઈ પણ ઉપચારને અપનાવી શકો છો. પરંતુ કોઈ પણ ઉપાય અપનાવતા પહેલા એક વાર આયુર્વેદિક ચિકિત્સકની સલાહ જરૂર લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ   (૪) એવરેજ

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

2 thoughts on “આ રીતે તમારા ચશ્માના નંબર ઉતારો લેસર ટ્રીટમેન્ટ વગર જ | સરળ અને સચોટ આયુર્વેદિક ઉપાય”

Leave a Comment