🤦♀️ સફેદ વાળ ની સમસ્યાનું ઘરગથ્થું સમાધાન …. 🤦♀️
🤦♀️ નમસ્કાર મિત્રો આજના સમય માં મોટા ભાગ ના યુવાઓની જો કોઈ એક સમાન સમસ્યા હોય તો એ છે કે આવશ્યક ઉમર ની પહેલા જ તેમના માથાના વાળ સફેદ થઇ જાય છે. તો આજે આ આર્ટીકલ માં માં અમે લઇ ને આવ્યા છીએ એ સમસ્યા નું કાયમી સમાધાન જેના દ્વારા તમે તમારા વાળ ને આવશ્યક ઉમર કરતા પહેલા સફેદ થતા અટકાવી શકશો.🤦♀️ આજ ના સમય માં લગભગ મોટા ભાગના લોકોની સરેરાશ ટકાવારી માં વાત કરવામાં આવે તો લગભગ ૬૦ થી ૬૫ ટકા લોકોના વાળ તેમની આવશ્યક ઉમર કરતા પહેલા જ સફેદ થવા માંડતા હોય છે. એક સર્વે અનુસાર લગભગ મોટા ભાગ ના લોકો ના વાળ ૩૦ વર્ષથી ઓછી ઉમરમાં જ સફેદ થવા માંડતા હોય છે
🤦♀️ મિત્રો આવશ્યક ઉમર કરતા પહેલા વાળ સફેદ થવાના ઘણા કારણો હોય શકે છે તેમાં મોટા ભાગે આનીયમિત ઊંઘ, શરીરમાં આવશ્યક વિટામીન ની ખામી , તથા વધારે માત્રામાં લેવામાં આવતા જંક ફૂડ જેવા શરીર ને નુકસાન કરતા ખોરાક. આવા બધા કારણો ને લીધે તમારા વાળ સફેદ થવા લાગે છે. આજે અમે આ આર્ટીકલ માં તમારી આ સમસ્યા નું સમાધાન જણાવવાના છીએ અને એ પણ એકદમ ઘરગથ્થુ રીતે.🤦♀️ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે જરૂર પડશે મીઠા લીમડાના પાનની. મીઠા લીમડાના પાનને આપણે જમવામાં ઉપયોગ માં લેતા હોઈએ છીએ. તેની સાથે સાથે મીઠા લીમડામાં આપણા શરીર માં ઉપયોગી એવા ઘણા આવશ્યક પ્રકારના વિટામિન્સ રહેલા હોય છે જે આપણા માથાના વાળ સફેદ થતા અટકાવે છે
🤦♀️ મિત્રો મીઠા લીમડાની મદદથી તમે આ ઉપાય એકદમ આસન રીતે કરીશકશો.
🤦♀️ મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવાની રીત :- 🤦♀️
🤦♀️ સૌપ્રથમ તમારે ૩૫૦ ગ્રામ જેટલા મીઠા લીમડાના પાન લઇ લેવાના છે ત્યાર બાદ એક વાસણ માં એક ગ્લાસ જેટલું પાણી લઇ અને તેને ગેસ પર ગરમ થવા મૂકી દેવાનું છે. ત્યારબાદ તેમાં મીઠા લીમડાના બધા પાન નાખી દેવાના છે. આં પાણી ને ત્યાં સુધી ઉકાળવા દેવાનું છે કે જ્યાં સુધી પાણી ની માત્રા અડધી થઇ જાય. આ પાણી ની માત્રા અડધી થઇ જાય ત્યારે આ પાણી લીલા કલરનું ઘટ્ટ પ્રવાહી થઇ જશે તેને તમારે ગળણી વડે ગાળી લેવાનું છે.
🤦♀️ આ પાણી ને ગાળ્યા બાદ તમારે તમારા માથા માં સીધો જ આં પ્રવાહી નો ઉપયોગ કરવાનો છે. જો મહિલાઓ આ પ્રયોગ કરે છે તો તે લોકો આ પાણી ની માત્રા વધારી શકે છે. તેઓએ શરૂઆત માં અડધા લીટર જેટલું પાણી ગરમ મુકવું. તમારે તમારા વાળ માં આ પ્રવાહી લગાવી અને તેને વાળ માં દરેક જગ્યા એ ફેલાઈ જાય ત્યાં સુધી મસાજ કરવાનો છે. અને આં પ્રવાહી માથા માં અડધો કલાક સુધી રહેવા દઈ અને ઠંડા પાણી થી માથું ધોઈ નાખવાનું છે. તમે માથું ધોવા માટે શેમ્પુ નો પણ ઉપયોગ કરી શકો.
🤦♀️ આ ઉપાય તમારે અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરવાનો છે. આં ઉપાય સતત બે મહિના સુધી કરવાથી તમારા માથામાં જે નવા વાળ આવશે એ એકદમ કાળા અને ઘટ્ટ આવશે તથા જે વાળ સફેદ છે તે પણ ધીરે ધીરે કાળા થશે.
🤦♀️ તો મિત્રો આ હતું સમય પહેલા માથા ના વાળ સફેદ થવા ની સમસ્યા નું સમાધાન. જો તમેં આવી ને આવી જ વાળને લગતી સમસ્યા ના સમાધાન મેળવવા ઈચ્છતા હો તો નીચે કોમેન્ટમાં પાર્ટ- ૨ કરીને અમને જણાવો.👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
🙏🙏🙏🙏
🎉🎉🎉🎉
👍👍👍👍