કિસાન નેતાઓએ સરકારને આપી ચેતવણી, 1 માર્ચથી 100 રૂપિયા પ્રતિ લીટર વેચી શું દૂધ.. અમારી વાત માનવામાં નહિ આવે તો.

કૃષિ કાનુનના વિરોધમાં  અત્યારે પણ કિસાન આંદોલન દિલ્લીની સીમાઓ પર ચાલી રહ્યું છે અને ધીમે ધીમે આ આંદોલનનો દાયરો વધતો જાય છે. ભારતીય કિસાન યુનિયને હવે કૃષિ કાનુનના વિરોધમાં મોટું એલાન કર્યું છે. તેમણે દુધના ભાવ વધારવાની વાત કહી છે. સિંધુ બોર્ડર પર સંયુક્ત મોરચાના પદાધિકારીઓએ બેસીને નિર્ણય લીધો છે કે, એક માર્ચથી કિસાન દૂધના ભાવમાં વધારો કરશે અને એક માર્ચથી બેગણા ભાવ પર દૂધ વેંચશે.

ભારતીય કિસાન યુનિયનના જીલ્લા પ્રધાન મલકિત સિંહે જણાવ્યું કે, એક માર્ચથી કિસાન દૂધના ભાવમાં વધારો કરવા જઈ રહ્યા છે. 50  રૂપિયા લીટર વેંચાતું દૂધ હવે બેગણી કિંમત એટલે કે 100 રૂપિયા લીટરમાં વેંચવામાં આવશે. મલકિત સિંહે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્ર સરકારે ડીઝલના ભાવ વધારીને કિસાનોને ચારે તરફથી ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ સંયુક્ત  કિસાન મોરચાએ તેનો તોડ કાઢતા દુધના ભાવ બેગણા કરવાનો ફેસલો  કર્યો છે. જો સરકાર હજુ પણ ન માને તો આવનાર દિવસોમાં આંદોલનને શાંતિપૂર્વક આગળ વધારતા અમે શાકભાજીના ભાવમાં પણ વધારો કરશું.

જ્યારે મલકિત સિંહને પૂછવામાં આવ્યું  કે દુધના ભાવ 100 રૂપિયા કરવાથી જનતા પર એકદમ ભાર વધી જશે. તો તેના પર તેણે કહ્યું કે, જો જનતા 100 રૂપિયા લીટર પેટ્રોલ લઈ શકે છે તો પછી 100 રૂપિયા લીટર દૂધ શા માટે ન લઈ શકે. અત્યાર સુધી કિસાન એક લીટર દુધને નો પ્રોફિટ નો લોસ પર વેંચતા હતા. આ તો હજુ શરૂઆત હશે જો સરકાર તેમ છતાં પણ કૃષિ કાનુનને પાછો નહિ લે તો આવનાર દિવસોમાં શાકભાજીઓના ભાવ બેગણા કરવામાં આવશે.

આ પહેલા ભાકિયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈતે સરકારને ફસલોને લઈને પણ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, જો તેની માંગ નહિ માનવાઆવે તો ફસલને પણ સળગાવી દેવામાં આવશે. જો કે બાદમાં કુંડલી બોર્ડર પર કિસાનોની બેઠક ભાકિયુ અંબાવતાના મહાસચિવ શમશેર દહિયાએ કહ્યું હતું કે, સરકારમાંગ પૂરી નહિ કરે તો કિસાન પોતાની ફસલોની દેખરેખ કરવાની જગ્યાએ દિલ્લી બોર્ડર પર રહેશે. એટલા માટે કોઈ કિસાનને પોતાની ફસલ કાપવી  ન જોઈએ. ફસલને નષ્ટ કરવાની જગ્યાએ આંદોલનમાં સહયોગ કરવો છે. જો આંદોલન લાંબો સમય સુધી ચાલે છે તો તે ફસલના પાકવા પર સાથીઓનો સહયોગ કરી શકાય છે.

ફસલ નષ્ટ કરવા વાળા બયાન પર શમશેર દહિયાએ કહ્યું કે, કિસાનોમેં ખુદ પણ ફસલ નષ્ટ નથી કરવી અને પોતાના ગામોમાં કિસાનોને આવું ન કરવા માટે વાત સમજાવી છે. તેની સાથે જ કિસાનોને બોર્ડર પર પહોંચીને આંદોલન મજબુત બનાવી રાખવાનું આહ્વાન કર્યું છે.

નોંધપાત્ર છે કે, કિસાનો દ્વારા દિલ્લીની બોર્ડર પર કિસાન આંદોલન કરવામાં આવી રહ્યું છે અને સરકારમેં ઝૂકાવવામાટે કિસાનો નેતાઓએ હવે દૂધના ભાવ વધારવાની ધમકી આપી હતી. આ પહેલા કિસાન નેતાઓએ 26 ફેબ્રુઆરીના દિવસે દિલ્લીમાં ટ્રેક્ટર રેલી પણ કાઢી હતી. જેણે હિંસાનું રૂપ લીધું હતું.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment