મખાના ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ફક્ત વ્રત અને ઉપવાસમાં જ નહિ પરંતુ સાંજના નાસ્તામાં પણ મખાનાને લોકો ખુબ જ પસંદ કરે છે. પરંતુ મખાનામાં પણ બિહારના મિથિલાના મખાના સૌથી પ્રસિદ્ધ છે. અત્યારે સરકાર દ્વારા તેને જીઆઈ ટેગ પણ મળી ગયો છે. ભારતમાં 90% મખાનાનું ઉત્પાદન બિહારમાં થાય છે. મિથિલા મખાના સ્વાદમાં ખુબ જ સારા અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. સુપર ફૂડ મિથિલા મખાનામાં પ્રોટીન અને ફાઇબર જોવા મળે છે. તેની સાથે જ તે કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને કેલેરીથી ભરપુર એક સારો ખાદ્ય પદાર્થ છે. તેમાં ઘણાં બધાં વિટામિન જોવા મળે છે, તેમાં અખરોટ,કાજુ અને અન્ય સૂકા મેવાની તુલનામાં વધુ પોષક તત્વો હોય છે. આવો વિસ્તારથી જાણીએ તેના લાભ અને ફાયદા.
1 ) વજન ઓછું કરવામાં મદદરૂપ : મિથિલા મખાનામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જેનાથી જલ્દી ભૂખ લાગતી નથી, અને મખાનાનું સેવન કરવાથી તમે વધુ પડતું ખાતા નથી, તેમાં પ્રોટીન જોવા મળે છે તે વજન ઓછું કરવાની સાથે સાથે શરીરને પોષણ આપવા માટે પણ ખુબ જ મદદરૂપ થાય છે. તેનાથી તમને આસાનીથી વજન ઓછું કરવામાં મદદ મળશે.
2 ) હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે : મિથિલા મખાનામાં સોડિયમની ખુબ જ ઓછી માત્રા જોવા મળે છે જેનાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, તેની સાથે જ મિથિલા મખાનામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે મદદરૂપ છે. તેથી જ મિથિલા મખાનાનું સેવન હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો માટે ખુબ જ ફાયદાકારક છે.
3 ) એન્ટી એજિંગ ગુણોથી ભરપૂર : મિથિલા મખાના માટે એન્ટિ એજિંગ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ જોવા મળે છે. જે વધતી ઉંમરના પ્રભાવને ઓછું કરવા માટે મદદરૂપ છે. તેનું સેવન કરવાથી કરચલી અને સફેદ વાળ ઓછા થઈ જાય છે, તે સિવાય તેમાં ઉપસ્થિત કેમ્પફએરોલ નામનું પ્રાકૃતિક ફ્લેવોનોઈડ્સની મદદથી ચહેરા પરનો સોજો રોકવામાં પણ મદદ મળે છે.
4 ) કોલેસ્ટ્રોલ ઓછું કરે : મિથિલા મખાનામાં કેલરીની ખુબ જ ઓછી માત્રા હોય છે, તેની સાથે જ તેમાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જેનાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે. તે સિવાય માત્રાનું સેવન કરવાથી હૃદયને લગતી બીમારી અને આર્થરાઇટિસમાં પણ આરામ મળે છે.
5 ) ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે : ડાયાબિટીસના દર્દીઓ માટે મખાના ખુબ જ સારા હોય છે, મખાનાનો ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ ઓછું હોય છે જેના કારણે તેનું સેવન કરવાથી લોહીમાં સુગરની માત્રા વધતી નથી. અને મખાનામાં મેગ્નેશિયમ જોવા મળે છે જેનાથી અને નર્વ ફંકશન જાળવી રાખે છે.
એક દિવસમાં કેટલા મિથિલા મખાના ખાવા જોઈએ : એક દિવસમાં બેથી ત્રણ મુઠ્ઠી મખાનાનું સેવન કરવું જોઇએ, તેનું સેવન કરવાથી તમને પ્રોટીન, ફેટ, કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે. તેને પોતાની સ્વાસ્થ્ય આવશ્યકતા અનુસાર સેવન કરવું જોઈએ. વજન ઓછું કરવા માટે 30 ગ્રામથી ઓછા મિથિલા મખાના ખાવા જોઈએ.
મિથિલા મખાનાનો ઉપયોગ કરવાની રીત : 1. મિથિલા મખાનાને તમે સવારે અંજીર અને બદામની સાથે ખાઈ શકો છો. તેનાથી સંપૂર્ણ દિવસ તમે ઊર્જાવાન અનુભવ કરશો.
2. તે સિવાય તમે તેને સાંજે નાસ્તાના રૂપે પણ ખાઈ શકો છો. ઘીમાં શેકીને તેમાં સંચળ મીઠું નાખીને તેનું સેવન કરવામાં આવે છે.
3. આ મખાનાની તમે ખીર બનાવીને તેનું સેવન કરી શકો છો, તેની માટે તમારે દૂધમાં કેળા, ડ્રાયફ્રુટ કેસર અને મિથિલા મખાના નાખીને તેની ખીર બનાવો.
4. તે સિવાય તમે ઘી અને ગોળમાં અને ઉમેરીને કઢાઈમાં બનાવીને તેનું સેવન કરી શકો છો. સ્વાદ માટે તમે તેમાં ઉપરથી સફેદ તલ પણ નાખી શકો છો.
મિથિલા મખાનાના નુકશાન : વધુ પડતા મખાનાનું સેવન કરવાથી તમને ઘણા બધા નુકશાન પણ થઈ શકે છે. વધુ પડતા સેવનથી કબજિયાત,ગેસ,સોજો અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તે સિવાય ડાયાબિટીસના દર્દીઓને સુગર લેવલ ઓછું થઈ શકે છે, તેની સાથે જ ઘણા બધા લોકોને મિથિલા મખાના ખાવાથી એલર્જી પણ થઇ શકે છે. તેથી તમારા સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને મિથિલા મખાનાનું સેવન સંતુલિત માત્રામાં કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી