વિક્રમ-વૈતાળ (વાર્તા- 8)… રાજકુમારી માટે યોગ્ય વર કોણ..?….જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

 રાજકુમારી માટે યોગ્ય વર કોણ ? (વાર્તા- ૮)

વિક્રમ વેતાળને પીઠ પર ઉપાડી ફરી ચાલતો થાય છે ત્યારે વેતાળે ફરી  એક નવી વાર્તા શરૂ કરી.

એક સમયની વાત છે. ત્યારે ઉજ્જૈન નગરીમાં વિરદેવ  નામનો રાજા રાજ કરતો હતો. તેની રાણી હતી પદ્દ્મારા. તેમની એક સુંદર પુત્રી હતી અનંગરતી.

Image Source :

અનંગરતી એક વાર તેની સહેલીઓ સાથે રાજ્યમાં ફરવા નીકળી. ત્યાં રાજ્યમાં સૌથી પહેલી મુલાકાત એક સાડીના કારીગર સાથે થઇ. તેણે એક હાથે ભરત ભરીને  અત્યંત સુંદર સાડી રાજકુમારીને ભેટ કરી. રાજકુમારીને તે સાડી ખુબ પસંદ આવી અને તેમને અન્ય સાડીઓ જોવાની ઈચ્છા થઇ. રાજકુમારી તે કલાકારના ઘરે ગઈ અને તેમની કલ્પનાશક્તિના કલર અને તેની ભાત વડે બનાવેલી સાડી જોઈ તે વ્યક્તિની કળાથી રાજકુમારી આકર્ષિત થઇ. આ ઉપરાંત તેમને જાણવા મળ્યું કે તે વ્યક્તિની સાડીના બદલામાં તે માંગે તેટલી લોકો રકમ આપે છે. પરંતુ રાજકુમારીને તે કળા ખુબ જ ગમી અને તેમણે તે વ્યક્તિને કહ્યું કે,  ભવિષ્યમાં મારે પણ આ કામ શીખવું હશે તો હું તમારે ત્યાં જ આવીશ.

Image Source :

ત્યાર બાદ રાજકુમારી રાજ્યમાં આગળ ફરવા માટે પ્રસ્થાન કર્યું. ત્યાં તેની મુલાકાત એક વ્યક્તિ સાથે થઇ અને રાજકુમારીને રોકીને તેણે જણાવ્યું કે, આગળ સિંહ છે માટે ત્યાં ન જવું. પરંતુ રાજકુમારી  એ વાત જાણીને આશ્વર્ય પામી કે તે વ્યક્તિને સિંહની ખબર એક પક્ષીએ આપી હતી. તે વ્યક્તિ પક્ષીઓની ભાષામાં જાણકાર હતો. રાજકુમારીને પક્ષીઓ ખુબ ગમ્યા તથા તેમણે તે વ્યક્તિને કહ્યું કે, “હું પણ અહીં જ રહીને ભાષા શીખું તેવી ઈચ્છા થાય છે. જો ભવિષ્યમાં કોઈ તક મળશે તો હું અવશ્ય અહીં આવીશ અને પક્ષીઓ સાથે  રહીને નવી નવી ભાષાઓ શીખીશ.

Image Source:

ત્યાંથી રાજકુમારીની સવારી આગળ ચાલી.. મૌસમ ખુબ જ ખરાબ હતો અને આ ખરાબ મૌસમના કારણે તેમની તબિયત બગડી અને રાજકુમારીને તાવ આવ્યો. રાજકુમારીની સહેલીઓ રાજકુમારીને તે ગામના એક વૈદ્ય  પાસે લઇ ગઈ. વૈદ્ય ખુબ જ જ્ઞાની હતો. વૈદ્ય તેમને જડીબુટ્ટી પીવડાવી અને બે કલાક આરામ કરવા કહ્યું.

જડીબુટ્ટી પીધાના થોડા સમય પછી રાજકુમારી એકદમ સ્વસ્થ થઇ ગઈ. અને તેઓએ જોયું તો અન્ય ગંભીર રોગોથી પીડિત લોકો વૈદ્ય પાસે ઈલાજ કરાવવા આવેલા હતા. તેમજ વૈદ્યજીનો ઈલાજ એટલો સચોટ અને અસરકારક હતો કે તેઓ તે ગંભીર રોગીઓને બિલકુલ સ્વસ્થ કરી દેતા.

Image Source :

રાજકુમારી આ જોઈ ખુબ જ પ્રસન્ન થઇ અને આનંદ પૂર્વક વૈદ્યજીને જણાવ્યું  કે, “તમે ખુબ જ સેવાનું કાર્ય કરી રહ્યા છો. લોકોની પીડાનું નિવારણ લાવો છો. મને પણ એવું થાય છે કે હું મારી જિંદગી અહીં લોકોની સેવામાં વિતાવું.” આમ કહી રાજકુમારીએ આગળ પ્રસ્થાન કર્યું.

રાજકુમારી તથા તેની સહેલીઓ જંગલની સુંદરતા માણતા માણતા આગળ વધે છે. ત્યાં આગળ જતા  રાજકુમારીનો પગ એક બિછાવેલી જાળમાં ફસાય જાય છે અને એક ઝાડ પર ઉંચે લટકી જાય છે. સમગ્ર નગર દોડી આવ્યું રાજકુમારીને બચાવવા. પરંતુ કોઈની બુદ્ધિ તેટલી કામ નહોતી કરતી કે તે  રાજકુમારીને બચાવી શકે. પરંતુ એક વીર યુવકે આ દ્રશ્ય જોયું અને તરત જ દોડી આવ્યો અને બુદ્ધિ પૂર્વક રાજકુમારીનો જીવ બચાવ્યો.

Image Source : 

રાજકુમારીએ વીર યુવકને જણાવ્યું, “તમે તમારા બળ અને ચાતુર્ય વડે મને નવી જિંદગી આપી છે. તેના માટે ધન્યવાદ.”

આમ રાજકુમારી રાજ્યમાં ખુબ જ ફરી અલગ અલગ માણસોને મળી તેમની કળા, દયા, ભાવના અને સાહસનો ખ્યાલ મેળવ્યો તેમજ સફરનો આનંદ મેળવી રાજકુમારી  પોતાના રાજમહેલ તરફ પાછા વળ્યા. અને રાજમહેલમાં પહોંચ્યા. રાજકુમારીની માતા તેના જવાથી ખુબ ચિંતિત હતા. રાજકુમારી પાછા આવતા તે ખુબ જ ખુશ થઇ.

રાજકુમારીના પિતા વિરદેવે જણાવ્યું કે હવે તે યુવાન થઇ ગઈ છે. જુદા જુદા રાજ્યના રાજકુમારો તેમનો હાથ માંગવા પત્રિકાઓ મોકલાવે છે માટે તેણે કોઈ રાજકુમાર શોધી તેની સાથે વિવાહ કરી લેવા જોઈએ.

Image Source :

પરંતુ રાજકુમારીના  વિચારો સાધારણ ન હતા. તે કંઈક અલગ જ વિચારતી હતી તેણે પિતાને પોતાની ઈચ્છા જણાવતા કહ્યું કે, “હું કોઈ રાજકુમાર સાથે વિવાહ નથી કરવા માંગતી. મેં જોયું કે સાધારણ મનુષ્યમાં સાહસ, વીરતા, બુદ્ધિમત્તા, કળા અને માણસાઈ રાજકુમારો કરતા વધારે હોય છે. માટે હું એક સામાન્ય પ્રતીભાવી યુવક સાથે લગ્ન કરવા માંગું છું.”

પિતા પુત્રીની વાતથી સહમત થયા  અને જણાવ્યું કે તેની પુત્રી ખુબ જ બુદ્ધિમાન છે. માટે તેણે જે કંઈક  વિચાર્યું હશે તે યોગ્ય જ હશે. પુત્રીની ઈચ્છાથી રાજાએ રાજ્યમાં સ્વયંવરની ઘોષણા કરાવી કે રાજ્યમાં કોઈ પણ પ્રતિભાશાળી યુવક સ્વયંવરમાં ભાગ લઇ શકે છે. કાર્તિક  પૂર્ણિમાના દિવસે સ્વયંવરનું આયોજન કરેલું હતું. આ વાત તે ચાર લોકો સુધી પણ પહોંચી જેની મુલાકાત રાજ્યમાં ફરતી વખતે થઇ હતી.  Image Source : 

સ્વયંવરના દિવસે તે ચાર યુવકો પણ સ્વયંવરમાં ઉપસ્થિત થયા. અને  રાજકુમારીએ તેમને કહેલ વાતો પરથી સપનાંઓ સાથે સ્વયંવરમાં સામેલ થયા.

રાજકુમારીને રાજાએ જણાવ્યું કે, તે ખુબ જ ચતુર છે.  જે વ્યક્તિ તેને યોગ્ય લાગેશે તેને જ વરમાળા પહેરાવશે. અને જે રાજકુમારી સાથે વિવાહ કરશે તે રાજ્યનો ઉત્તરાધિકારી બનશે.

આટલું કહ્યા બાદ વેતાળે  વિક્રમને સવાલ પૂછ્યો કે, “રાજકુમારી માટે યોગ્ય વર કોણ ગણાય ? કળાનો  જાણકાર વસ્ત્રનિર્માતા, ભાષાજ્ઞાની, વૈદ્ય કે પછી વીર ? રાજકુમારીએ કોના ગળામાં વરમાળા પહેરાવી ?”

Image Source :

વિક્રમે જવાબ આપતા કહ્યું, “વસ્ત્ર નિર્માતા ધનવાન હતો પણ તે તો રાજકુમારી પણ છે. તેને ધનની શું કમી, માટે તે તેના માટે યોગ્ય નથી. ભાષાજ્ઞાની રાજ્યનું ગૌરવ ગણાય પણ રાજકુમારી પોતાની આખી જિંદગી તેની સાથે ન વિતાવી શકે. વૈદ્ય ખુબ જ સારો માણસ ગણાય પણ પ્રભાવશાળીની દ્રષ્ટીએ તો વીર અને સાહસી યુવક જ યોગ્ય ગણાય કારણ કે, રાજાનો કોઈ પુત્ર ન હતો, માટે આગળ જઈ રાજ્ય સંભાળવા  માટે તો વીર અને સાહસી વ્યક્તિ જોઈએ માટે રાજકુમારીએ વીર યુવકના ગળામાં હાર પહેરાવી તેની સાથે વિવાહ કર્યા.”

Image Source :

આટલું કહેતા જ વેતાળ ફરી રાજાની ચતુરાયના વખાણ કરતો કરતો ઝાડ  પર લટકાઈ ગયો.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

   

Leave a Comment