વિક્રમ-વૈતાળ (વાર્તા- 9 )… સાચો સાહસી કોણ..?….જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

સાચો સાહસી કોણ ? (વાર્તા – 9) 

રાજા વિક્રમાદિત્ય એક હાર ન માને તેવા રાજા છે. અને તે ફરી પાછા વેતાળને પોતાના બળથી ખેંચીને ખંભા  પર બેસાડ્યો અને વેતાળે ફરી પાછી વાર્તા શરૂ કરી.

Image Source :

સમુદ્રતટ પર તામ્રલીપ નામની નગરી હતી. ત્યાં એક સત્વશીલ નામનો યુવાન રહેતો હતો. તે નોકરી માટે ભટકતો હતો. સત્વશીલને ત્યાંના રાજા ચંદ્રસેનની સેવાની નોકરી કરવાની તીવ્ર ઈચ્છા હતી. પરંતુ તેની આ ઈચ્છા પૂરી ન થતી હતી. કારણ કે, રાજાના કર્મચારીઓ ભ્રષ્ટ હતા. તે સત્વશીલને રાજા સાથે મળવા દેતા નહિ. એક દિવસ સત્વશીલ સમુદ્ર તટ પરગયો. ત્યાં  એક ડોશી ચણા વહેંચતા હતા. ત્યાં સત્વશીલે પોતાની નોકરીની ચિંતા વ્યક્ત કરી. ત્યાં એક સિપાહી આવ્યો અને તેમણે જગ્યા ખાલી કરવા કહ્યું. કારણ કે, રાજા ત્યાં સવારી માટે આવી રહ્યા હતા. શિકાર કરવા માટે.

Image Source : 

આ સાંભળી સત્વશીલ ખુશ થયો અને તે જે ચણા ખાતો હતો તે પણ રાખી મુક્યા. રાજા જ્યારે મહેલથી ઘોડેસવારી કરતો નીકળ્યો ત્યારે સત્વશીલ પણ દોડતો દોડતો તેમનો પીછો કરી રહ્યો હતો.

રાજા સવારી કરતો કરતો થોભ્યો. ત્યાં સત્વશીલ આવ્યો,  અને જણાવ્યું કે, તે રાજાના દર્શન માટે તેની પાછળ દોડતો દોડતો ક્યારનો આવે છે. રાજાને ખુબ તરસ લાગી હતી તેણે યુવાનને પાણી લાવવા કહ્યું. યુવાન તરત જ પાંદડાનું પાત્ર બનાવી રાજા માટે પાણી લાવ્યો તેમજ તેણે રાજાને આંબળા તથા ચણા આપ્યા. ત્યાર બાદ સત્વશીલે જણાવ્યું ,કે તે ઘણા સમયથી રાજાને મળવા માંગતો હતો. રાજાની સેવા કરવા માંગતો હતો પરંતુ, દુષ્ટ કર્મચારીઓએ તેને ક્યારેય મળવા ન દીધો.Image Source : 

રાજાએ પોતાની વીંટી કાઢી સત્વશીલને આપી કહ્યું કે, “આ વીટી લઈને તું રાજમહેલમાં આવીશ એટલે તને કોઈ સિપાહી રોકશે નહિ. આજથી જ તું રાજાનો સેવક.” બીજા દિવસે તે યુવાન રાજમહેલમાં ગયો. વીટી બતાવતા બધા સિપાહીઓએ તેમને માનભેર આવકાર્યો. અને રાજાને મળવાની અનુમતિ આપી. તે દિવસથી સત્વશીલ ત્યાં નોકરી કરવા લાગ્યો ખુબ જ મહેનત અને લગનથી રાજાની સેવા કરતો.  

એક વાર રાજા અને સત્વશીલ બંને સમુદ્રતટે સેર કરતા હતા. ત્યાં રાજાએ કહ્યું, રાજ્યમાં કેટલા બધા બેકાર યુવકો હશે. તેનું કારણ છે વેપારની કમી. વેપાર માટે દ્રઢ સંકલ્પ અને સાહસ  જોઈએ. રાજાએ સત્વશીલને નિવેદન પાઠવ્યું કે, તું દરેક દ્વિપમાં જઈ નગરીમાં સુમેળ ભર્યા સંબંધો રાખી. વેપારને વિકસાવાવનો પ્રયત્ન કરીશ ?

Image Source : 

સત્વશીલ આજ્ઞાકારી સેવક હતો. માટે તે નિષ્ઠાથી તે કામ કરવા તૈયાર થયો. રાજાએ તેની સાથે થોડા સિપાહી પણ મોકલ્યા. સત્વશીલ અને સીપાહી વહાણ લઇ વેપાર માટે નીકળી પડ્યા. આગળ જતા પાણીમાં એક ધ્વજ ફરકતો જોઈ બધા આશ્વર્યચકિત  થયા. કે આવું કંઈ રીતે શક્ય બને કે પાણીમાં ધ્વજ કઈ રીતે ઉભો રહે. સત્વશીલે કહ્યું, જરૂર તે કોઈ દેશનો ધ્વજ છે. માટે હું ત્યાં જઈશ. અને તે ધ્વજ હતો તે જગ્યા પર પાણીમાં કુદી પડ્યો. ત્યાં જઈને જોયું તો તે ખુબ નવાઈ પામ્યો. ત્યાં અંદર એક મહેલ હતો ત્યાં રાજકુમારી રાજ્ય સંભાળી રહી હતી. તે ખુબ જ સુંદર હતી.

Image Source :

રાજકુમારી અને અન્ય લોકો તેનાથી ડરી ગયા અને તેમણે એક યુક્તિ પ્રમાણે સત્વશીલને આરામ કરવા કહ્યું. ભોજન ધરી ભોજન કરવા કહ્યું. સત્વશીલ જેવું ભોજન કરવા ગયો કે તરત જ રાજકુમારીએ તેને રોક્યો અને પહેલા સ્નાન કરવા કહ્યું. સ્નાનને બહાને તેને કુંડમાં નાખ્યો ખુબ જ ઊંડો કુંડ હતો. અને રાજકુમારીને એમ લાગ્યું કે હવે તે અજાણ્યા દુશ્મનથી છૂટી ગયા… અને આ પગલે રાજકુમારીએ પ્રજાને સુરક્ષા વધારવાની આજ્ઞા કરી.

Image Source :

બીજી બાજુ સિપાહીઓએ પોતાના રાજ્યમાં જઈ  રાજાને જણાવ્યું કે, સત્વશીલ સમુદ્રમાં પડ્યો ત્યાર બાદ પાછો ન આવ્યો. માટે અમે લોકો મહેલમાં પાછા ફર્યા. રાજા ખુબ જ ચિંતિત થયો અને તેણે સત્વશીલને શોધવાનો નિર્ણય કર્યો. રાજા સત્વશીલને શોધતો ચાલ્યો જતો હતો ત્યાં વચ્ચે એક તળાવ આવ્યું. તે તળાવમાંથી સત્વશીલ બહાર નીકળ્યો. કેમ કે રાજકુમારીના કુંડનું બીજું દ્વાર આ તળાવમાંથી નીકળતું હતું. આ તેનો ગુપ્ત રસ્તો હતો. બહાર નીકળતાની સાથે જ તેણે રાજાને બધી વાત માંડીને કહી. રાજાએ કહ્યું કે, તે બંને ફરી પાછા તે રાજ્યમાં જશે.

બંને ફરી ત્યાં સમુદ્રમાં ગયા. ત્યાં સિપાહી પહેરો દેતા હતા. સિપાહીઓ સાથે ખુબ લડાઈ કરી બધાને હરાવ્યા. રાજકુમારી ખુબ ચિંતિત થઇ. અંતે રાજકુમારીએ હાર માની લીધી રાજા અને સત્વશીલની વીરતા અને બહાદુરી સામે તેણે હાર માની લીધી.

Image Source :

રાજાએ સત્વશીલને તે નગરીનો પ્રતિનિધિ બનાવ્યો અને રાજકુમારીને સત્વશીલની રાણી બનાવી. અને રાજકુમારી પણ સત્વશીલનિ વીરતા પર વારી ગઈ.  સત્વશીલ રાજકુમારીની સુંદરતાની ખુબ જ વાતો કરતો હતો અને તેને ચાહતો પણ હતો. આમ રાજાએ સત્વશીલે કરેલ ઉપકાર અને સેવાનો બદલો વાળ્યો.

પછી વેતાળે પ્રશ્ન પૂછ્યો કે સૌથી મોટો સાહસી કોણ ગણાય રાજા કે સત્વશીલ, સૌથી બહાદુર કોણ ?

રાજા વિક્રમે  જવાબ આપવો પડે તેમજ હતો માટે રાજા વિક્રમાદિત્યએ ઉત્તર આપતા જણાવ્યું કે, “સૌથી બહાદુર રાજાનો સેવક સત્વશીલ ગણાય કારણ કે, તે અજાણતું જોખમ લેવા માટે તૈયાર થયો હતો. પરિણામની ચિંતા કર્યા વગર સમુદ્રમાં કુદી પડ્યો હતો. જયારે રાજાને તો બધી પરિસ્થિતિનો ખ્યાલ હતો ત્યાર બાદ તે સત્વશીલ સાથે સમુદ્રમાં ગયો. તે માટે સૌથી વધારે સાહસી સત્વશીલ ગણાય.”  Image Source : 

પછી વેતાળે વિક્રમની પ્રશંશા કરી અને પાછો પોતાના સ્થાન પર ચાલ્યો ગયો.  

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Leave a Comment