કેરીના ગોટલાથી બનેલું આ તેલ શરીર માટે છે અમૃત સમાન, વજન, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ કંટ્રોલ કરી શરીરની અનેક બીમારીઓનો છે કાળ… જાણો ઉપયોગની રીત અને ફાયદા…

મિત્રો તમે હવે કેરીઓ ખાવાનું શરુ કરી દીધું હશે. જો કે ઉનાળામાં કેરીના સેવનથી શરીરમાં એક ઠંડક રહે છે. તમે કેરી માંથી અથાણું, મુરબ્બો, વગેરે બનાવતા હશો. સાથે તેના ગોટલાને સુકવીને તેનો મુખવાસ પણ બનાવો છો. પરંતુ શું તમે જાણો છો કે, આ ગોટલા માંથી તેલ પણ બનાવી શકાય છે. જે તમને શારીરિક રીતે ઘણો ફાયદાઓ આપે છે. આથી જ કેરી જ પણ તેના ગોટલા પણ એટલા જ ગુણકારી માનવામાં આવે છે. આથી જો તમે ગોટલા ફેંકી દેતા હો, તો હવે ન ફેંકતા. પરંતુ તેમાંથી તેલ બનાવીને સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો.

આ કહેવત તો તમે બધાએ સાંભળી જ હશે કે, ‘આમ કે આમ ગુટલીયો કે દામ’. કહેવાનો મતલબ છે કે, એક કેરીથી તમને બે ફાયદા થઈ શકે છે. વાસ્તવમાં કેરી તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે જ, સાથે જ તેના ગોટલા કે બીજ પણ સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક છે. કેરી ખાધા બાદ તેના ગોટલા તો આપણે બધા ફેંકી દઈએ છીએ, પરંતુ આ ગોટલા કે બીજમાંથી તેલ તૈયાર કરવામાં આવે છે. જે માત્ર કોલેસ્ટ્રોલ લેવલ જ સરખું નથી રાખતું પરંતુ ખીલ, વજન ઘટાડવો વગેરેમાં પણ ખુબ જ મદદરૂપ છે. કેરીના ગોટલાના તેલનો રંગ સોફ્ટ યેલો હોય છે. જાણો કેરીના ગોટલામાંથી તૈયાર થતાં તેલના બીજા શું શું ફાયદાઓ છે.

શું હોય છે કેરીના ગોટલાનું તેલ : મળતી માહિતી મુજબ, મેંગો સીડ્સ ઓઈલ અથવા કેરીના ગોટલાનું તેલ મેગ્નિફેરિયા ઇન્ડિકા નામના ફાલના બીજ કે ગોટલામાંથી કાઢવામાં આવે છે. આ તેલનો રંગ આછો પીળો હોય છે. તેને મેંગો બટર અથવા મેંગો કર્નેલ ફૈટ પણ કહેવામાં આવે છે. રૂમના તાપમાને આ તેલ થોડું ઘટ્ટ થઈ જાય છે. આ તેલનો ઉપયોગ બેબી લોશન, સાબુ, શેમ્પૂ, ક્રીમ, સનસ્ક્રીન લોશન, બામ, વાળના પ્રોડક્ટસ, મોઈશ્ચરાઇઝિંગ ક્રીમ વગેરેમાં ખુબ ઉપયોગમાં લેવાય છે.

કેરીના ગોટલાના તેલના સ્વાસ્થ્ય લાભ : 1 ) જો તમારું બ્લડ સર્ક્યુલેશન ઠીક ન હોય તો તમે કેરીના ગોટલાનું તેલ ઉપયોગ કરી શકો છો. કેરીના બીજ શરીરમાં બ્લડ સર્ક્યુલેસશન વધારે છે, જેનાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. જે લોકોનું કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય છે, તેમણે પોતાના આહારમાં કેરીના તેલને સમાવિષ્ટ કરવું જોઈએ. આમ તમારે ખરાબ કોલેસ્ટ્રોલ વધુ હોય તો તમે આ ગોટલાનું તેલ ઉપયોગ કરી શકો છો.

2 ) જો તમને ડાયાબિટીસ હોય તો, તમે કેરીના ગોટલાના તેલનું સેવન કરી શકો છો. કારણ કે તે ઉર્જા સ્તરને જાળવી રાખતા બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. તે શરીરમાં ગ્લુકોઝનું અવશોષણ ધીમું કરે છે. ડાયાબિટીસના દર્દી માટે કેરીના ગોટલાનું તેલ ખુબ જ ઉપયોગી છે.

3 ) કેરીના બીજમાંથી તૈયાર કરવામાં આવેલ તેલ કહેરાની સમસ્યા જેવી કે, એક્ને, ખીલ, કરચલી, એજિંગ જેવા લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. નિયમિત રૂપથી આ તેલને ચહેરા પર લગાડવાથી લાભ મળી શકે છે.

4 ) કેરી અને તેના બીજ વજનને પણ અસરકારક રીતે કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન અને મેટાબોલીઝ્મને વધારે છે. કારણ કે તે વિભિન્ન વિટામિન અને પોષકતત્વોથી ભરપૂર હોય છે.

5 ) મેંગો સીડ્સ ઓઈલનો ઉપયોગ ડેંડ્રફના ઈલાજમાં પણ કરવામાં આવે છે. આ તેલથી વાળની માલિશ કરવાથી વાળ સ્વસ્થ થાય છે. સ્કેલ્પને પણ પોષણ મળે છે. કેરીના બીજનું તેલ ફૈટી એસિડ, વિટામિન અને ખનીજોથી ભરપૂર હોય છે. જે વાળને પોષણ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. આમ કેરીના ગોટલાનું તેલ તમારી શરીરની અનેક સમસ્યાઓને ઠીક કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment