આ આયુર્વેદિક ઉપચારથી દવાઓ વગર જ મટી જશે બવાસીરની સમસ્યા, બવાસીરમાં થતો દુખાવો, બળતરા અને ખંજવાળ મિનીટોમાં જ મટી જશે…

જો કે આજકાલ મોટાભાગના લોકોને પાઈલ્સની સમસ્યા થતી હોય છે. આ એક ગંભીર સમસ્યા છે. જેમાં વ્યક્તિને મળ ત્યાગ કરવામાં ખુબ જ કઠિનાઈ થાય છે. ઘણા લોકો ઘણી દવાઓ કરીને તેનાથી છુટકારો મેળવી લે છે. પણ જો તમે ઈચ્છો છો કે પાઈલ્સથી છુટકારો મેળવવા માટે કોઈ આયુર્વેદિક ઉપચાર છે. તો આજે અમે તમને પાઈલ્સના આયુર્વેદિક ઉપચાર વિશે વાત કરીશું.

જે લોકો પાઈલ્સથી પીડિત છે તેઓ ઈચ્છે કે, તેને કોઈ એવો ઉપાય મળી જાય જેનાથી તે સરળતાથી પાઈલ્સથી છુટકારો મેળવી શકે. આ એક ગંભીર બીમારી છે, જેમાં મળાશય અને કિડનીમાં રહેલ રક્ત વાહિકાઓમાં સોજાના કારણે થાય છે. આથી મળ ત્યાગ કરવામાં મુશ્કેલી થાય છે. જયારે ઘણી વખત મળ સાથે લોહી પણ નીકળે છે. તેના બે પ્રકાર છે. આંતરિક બવાસીરમાં મળ સાથે લોહી આવે છે, જયારે બહારના બવાસીરમાં ગુદાની આસપાસ સોજા ચડે છે. જેનાથી ખુબ જ દુખાવો અને જલન થાય છે.

જો કે પાઈલ્સથી છુટકારો મેળવવાના ઘણા ઘરેલું ઉપચાર પણ છે. તેમાં તમે કપૂરની મદદથી ઝડપથી દુખાવા અને જલનમાં આરામ મેળવી શકો છો. કપૂરમાં એન્ટી ઇન્ફલેમેટરી, એન્ટી સેપ્ટિક, એન્ટી ઓક્સીડેંટ, પીનેન, કેમ્ફેન, બી-પીનેન જેવા તત્વો રહેલા છે. કપૂરના ઉપયોગથી જલન, ઈજા, અને ગેસની સમસ્યા પણ રાહત મળે છે. તો ચાલો જાણીએ બવાસીરમાં કપૂરના ફાયદા.

સોજાને ઓછો કરવા : તમને જણાવી દઈએ કે કપૂરમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ રહેલા છે. જે સોજાને ઓછો કરવામાં ખુબ જ અસરકારક છે. તે બવાસીરમાં ગુદાની નસોમાં આવેલા સોજાને ઓછો કરીને રાહત આપે છે.

જલન : જો તમને બવાસીરમાં ખુબ જ જલન થાય છે તો બવાસીરમાં કપૂરનો ઉપયોગ કરવાથી જલન ઓછી થઈ શકે છે. કપૂરમાં એન્ટી બેકટેરીયલ અને એન્ટી માઈક્રોબીયલ ગુણ રહેલા છે. જે ઈજામાં જલન અને ઈન્ફેકશનને દુર કરી શકે છે.

ઘાવ : કપૂરના ઉપયોગથી બવાસીરમાં થતી ઈજાને મટાડવામાં મદદ મળે છે. તેમાં રહેલ એન્ટી સેપ્ટિક, અને એન્ટી બેકટેરીયલ ગુણ છે, ઘાવને જલ્દી ભરવામાં મદદ કરે છે.

ખંજવાળ : કપૂરમાં એન્ટી એચિંગ ગુણો રહેલા છે. આથી તેનો ખંજવાળ વાળી જગ્યાએ ઉપયોગથી ત્વચાને ખુબ જ આરામ મળે છે.

બવાસીરમાં કપૂરનો ઉપયોગ કરવાની રીત – 1 ) કપૂરનું તેલ : કપૂરને તેલને તમે રૂ અથવા તો કોટનના કપડાની મદદથી મળમાર્ગ પર થયેલ મસા પર લગાવી શકો છો. તેનાથી મસાને ખત્મ થવામાં મદદ મળે છે.

2 ) કપૂર અને નાળિયેરનું તેલ : કપૂર અને નાળિયેરનું તેલ બરાબર માત્રામાં મિક્સ કરીને મસા પર લગાવો. જો કે પહેલા લાગવવા પર તમને થોડી જલન થશે, પછી તમને ઘણો આરામ મળશે. તેનાથી જલન અને ખંજવાળ બંને ઓછી થઈ જશે.

3 ) કપૂર અને સરસવનું તેલ : 100 ગ્રામ સરસવના તેલમાં 10 ગ્રામ કપૂર મિક્સ કરીને લગાવવાથી દુખાવામાં રાહત મળે છે. તેનાથી બવાસીરના દુખાવા અને સોજા બંનેમાં રાહત મળે છે.

4 ) નવશેકું ગરમ પાણી અને કપૂર : 250 ગ્રામ પાણીમાં 10 ગ્રામ કપૂર મિક્સ કરીને ગરમ કરી લો, પછી થોડીવાર ઠંડું થવા દો. પછી દુખાવો થતી જગ્યાએ અને સોજા વાળી જગ્યાએ શેક કરો. તેનાથી દુખાવામાં અને જલન બંનેમાં આરામ મળે છે. સાથે જ સંક્રમણનો ખતરો પણ નથી રહેતો.

5 ) કપૂર અને લીમડાનું તેલ : કપૂરમાં લીમડાનો લેપ મિક્સ કરીને તમે મસા વાળી જગ્યાએ લગાવી શકો છો. તેનાથી ઈન્ફેકશનની પરેશાની નથી રહેતી.

સાવધાની : એક વાત યાદ રાખો કે, તમારે કપૂરનો ઉપયોગ કરતી વખત થોડી સાવધાની રાખવાની જરૂર પડે છે. એપીલેપ્સી અને પાર્કીન્સન્સના દર્દીઓએ કપૂરનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. આ સિવાય લીવર પરેશાનીમાં કપૂરનું સેવન ન કરવું જોઈએ. ગર્ભવતી મહિલા અને સ્તનપાન કરાવતી મહિલાઓ એ ડોક્ટરની સલાહ લીધા પછી તેનો ઉપયોગ કરવો જોઈએ. જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો પણ કપૂરનો ઉપયોગ ન કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment