શરીરને પાતળું અને ફિટ રાખવા કોરિયન મહિલાઓ ખાય છે આ વસ્તુ, ફક્ત 1 મહિમાં પાણી જેમ ઓગળશે તમારી ચરબી અને વજન…

ફિટ રહેવા માટે વજન જાળવવું, એ ખુબ જ જરૂરી છે. તે તમારા વ્યક્તિત્વને સુધારે છે. બીજી બાજુ જો વજન વધે, તો તેને ઘટાડવું એ ખુબ જ પડકારજનક છે. આમ, તો વજન ઘટાડવા માટે લોકો અનેક ઉપાયો કરતાં હોય છે. ઘણા લોકો તો જમવાનું પણ બંધ કરી દે છે, તો ઘણા લોકો ઘરેલુ ઉપાયથી કામ ચલાવી લે છે. પરંતુ આમ છતાં પણ કશો ફાયદો થતો નથી. તો છેલ્લે ઓપશનમાં વજન ઓછું થવા વાળી એક્સેસાઈજ કરવા લાગે છે.

પરંતુ આજે અમે તમને, એવી ડાયટ વિષે જણાવવા જઈ રહ્યા છી, જેને ફોલો કરવી એ ખુબજ સહેલી છે. એનું નામ કોરિયન વેટલોસ ડાયટ છે. તેને પોપ ડાયટના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ડાયટ પારંપારિક કોરિયન વ્યંજનોથી પ્રેરિત છે અને વજન ઓછું કરવાની એક પ્રભાવિત રીત છે. તો આવો અમે તમને જણાવીશું કે, કોરિયન ડાયટથી જોડાયેલ ઘણી વાતો વિષે, જે તમારા માટે ખુબજ જરૂરી છે.

શું કોરિયન ડાયટ વજન ઘટાડવામાં મદદરૂપ છે ? : હા, સાચે જ, આ ડાયટ ઘણા કારણોથી વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. સૌથી પહેલા પારંપારિક કોરિયન ભોજનમાં શાકભાજીનો ખુબ જ ઉપયોગ થાય છે. જેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આમાં ફાઈબર યુક્ત આહાર લેવામાં આવે છે, જેથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે અને જમવાનું ઓછું મન થવાથી વજન ઓછું થાય છે. રહસ્યમય વાત એ છે કે, આ ડાયટને ફોલો કરવાથી તમારી ત્વચા અંદરથી સુંદર થાય છે અને સારી રહે છે.

કોરિયન વેટલોસ ડાયટને કેવી રીતે ફોલો કરાય છે : આ ડાયટ એક ચોક્કસ આહાર પદ્ધતિ પર આધાર રાખે છે, જેમાં મોટાભાગે પરંપરાગત કોરિયન વાનગીનો સમાવેશ થાય છે. જો તમે ઘણા પ્રોસ્ટેડ ફૂડ ખાવો છે, તો તે પ્રોસ્ટેડ ફૂડ્સને મર્યાદિત કરતી વખતે પ્રોત્સાહિત કરે છે. આ ડાયટની ખાસિયત એ છે કે, ઘઉં, ડેરી, રિફાઈન્ડ શુગર અને એક્સ્ટ્રા ફેટ વાળા ખાદ્ય પદાર્થથી બચવાનું કહેવામાં આવે છે. જો તમે આ ડાયટનું પાલન કરી રહ્યા છો, તો ભોજનમાં નવી-નવી શાકભાજી, ચોખા અને હેલ્ધી ફૂડ જ ખાય શકો છો.

કોરિયન વેટલોસ માટેના નિયમો, આ ડાયટના સારા પરિણામ માટે, તમારે અહી જણાવેલ નિયમોનું જરરૂથી પાલન કરવું જોઇ.

ઓછી કેલેરી ખાવો : આ આહારમાં પોર્શન સાઈઝ અને દૈનિક કેલેરીની કોઈપણ મર્યાદા નથી. પરંતુ આ આહાર ઓછી કેલેરી ખાવાની મંજૂરી આપે છે. તેથી ઓછી કેલેરી ખાવા માટે કોરિયન વાનગીઓ સૂપ અને શાકભાજી પસંદ કરી શકાય છે.

કોરિયન ડાયટમાં આ વસ્તુઓને અવોઈડ કરો : આ ઉપરાંત, આ આહાર હેઠળ નાસ્તો, ચરબી યુક્ત ખોરાક અને ડેરીથી સમૃદ્ધ ખોરાકના વપરાશને મર્યાદિત કરવાની સલાહ આપવામાં આવે છે. ભોજનની સાથે આ ડાયટમાં એક્સેસાઈજને પણ મહત્વ આપવામાં આવે છે. ખરેખર, કસરત તમને બર્ન કરેલી કેલેરીની સંખ્યામાં વધારો કરવા માટે જવાબદાર છે. આખરે, આ આહારથી લોકોની પોર્શન સાઈ ઘટાડીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

નિયમિત રૂપથી કસરત કરો : આ ડાયટ દરમિયાન કસરત કરવાનું જરૂરી માનવામાં આવે છે. વજન ઘટાડવાના ઉદેશ્ય માટે તમે પોપ વર્કઆઉટ કરી શકો છો.

ફેટનું સેવન ઓછું કરો : આ ડાયટને ફોલો કરવા માટે સૌથી પહેલા તમારે ફેટ યુક્ત વસ્તુઓનું સેવન ઓછું કરવું પડશે. સંભવ થાય ત્યાં સુધી સોસ, તેલ અને સીજનિંગથી બચીને રહો. જો તમે આહાર ખાવાનું પસંદ કરો છો, તો આ દરમિયાન આનાથી પરેજી રાખો.

એક્સ્ટ્રા શુગર લેવાથી બચો : સોડા, કુકીજ, મીઠાઇ, આઇસ્ક્રીમ અને અન્ય વસ્તુઓમાં ખાંડની માત્રા વધારે હોય છે. તેથી જ, તેનું સેવન કરવાથી બચો અને તાજા ફળોનું સેવન કરો.

નાસ્તાથી દૂર રહો : ભલે તમે નાસ્તાના ખુબ જ શોખીન હોય, પરંતુ વજન ઘટાડવા માટે અને આ ડાયટને ફોલો કરતાં સમયે તમારે નાસ્તાની આદતને છોડવી પડશે. ખરેખર, કોરિયન વેટલોસ ડાયટમાં નાસ્તાને અનાવશક માનવામાં આવે છે.

કોરિયન વેટલોસ ડાયટ પરંપરાગત કોરિયન વાનગીથી પ્રેરિત ખોરાકને આધારિત છે. તેને અનુસરીને, તમે આહાર અને કસરતની આદતોમાં ફેરફાર કરીને વજનને ઘટાડી શકો છો. પરંતુ ધ્યાન રાખો આમાં વિરોધાભાસી અને અપર્યાપ્ત માર્ગદર્શિકા ઘણા લોકો માટે પોષક જરૂરિયાતોને પૂરી કરવી પડકારજનક બનાવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment