સાંધાના દુખાવાનો દેશી ઈલાજ, વગર દવાએ ગોઠણના દુખાવા થઈ જશે દૂર… રાત્રે સુતા પહેલા પીય લ્યો આ એક વસ્તુ

મિત્રો આજકાલ સાંધાનો દુખાવો એ દરેક ઘરના લોકોમાં ખાસ કરીને ઉંમરલાયક લોકોમાં વધુ જોવા મળે છે. જો કે તમે દવાઓનું સેવન કરીને આ દુખાવાને અમુક સમય માટે ઓછો કરી શકો છો. પણ ઘણા એવા દેશી ઉપચાર પણ છે જેનું સેવન કરીને તમને સાંધાના દુખાવામાં રાહત થઇ શકે છે. તેમજ આ ઉપચારો ઘરેલું હોવાથી તેની કોઈ આડ અસર પણ નથી હોતી. 

સફરજનનું વિનેગર : સફરજનના વિનેગરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ તેમજ ફોસ્ફરસ વિપુલ પ્રમાણમાં રહેલ છે. તેના સેવનથી સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે. તે સાંધામાં રહેલ યુરિક એસીડનું પ્રમાણ ઓછુ કરીને દુખાવામાં રાહત આપે છે. આના પ્રયોગમાં સૌથી પહેલા એક કપ થોડું નવશેકું ગરમ પાણી લો, તેમાં એક ચમચી વિનેગર અને એક ચમચી મધ મિક્સ કરો. હવે તેને દરરોજ સવારે ખાલી પેટ પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

હળદર : જો કે તમે એ જાણો છો કે હળદરમાં સોજો ઓછો કરવાના ગુણ રહેલ છે. આ સિવાય તે ગઠીયા થવા પર સોજાને ઓછો કરી શકે છે. આ માટે તમે હળદરનો ગાઠીયો 500 એમજી અથવા તો 1000 એમજી સુધી લઇ શકો છો. તમે હળદરનું જ્યુસ પણ પી શકો છો. આ સિવાય ગરમ દુધમાં એક ચમચી હળદર નાખીને સૂતા પહેલા પી શકો છો. તેનાથી ગઠીયા રોગમાં રાહત મળે છે. 

આદુ : આદુના સેવનથી ગઠીયા રોગમાં રાહત મેળવી શકાય છે. આ માટે આદુને સુકવીને તેનો પાવડર બનાવી લો. હવે 6 ચમચી આદુનો પાવડર, 6 ચમચી જીરાનો પાવડર, 3 ચમચી કાળા મરીનો પાવડર મિક્સ કરીને સુરક્ષિત કરી લો. અડધી ચમચી આ પાવડર સાથે પાણીનું સેવન કરો. દરરોજ ત્રણ વખત તેનું સેવન કરવું. તેનાથી દુખાવામાં રાહત મળશે. આ સિવાય દરરોજ આદુનો ગાઠીયો ચાવવાથી પણ ગઠીયા રોગમાં રાહત મળે છે. કારણ કે તેનાથી શરીરમાં લોહીનો સંચાર વધે છે.

સરસવ તેલની માલીશ : ગઠીયા રોગમાં સરસવ તેલથી માલીશ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. આનાથી લોહીનું સંચાર પણ વધે છે, આ એક પ્રાકૃતિક ઉપચાર છે. આ માટે સરસવના તેલને થોડું નવશેકું ગરમ કરો અને દુખાવા વાળા સ્થાને મસાજ કરો. તમે ઈચ્છો તો તેમાં ડુંગળીનો રસ પણ નાખી શકો છો. રાત્રે સૂતા પહેલા દરરોજ આ તેલથી માલીશ કરો. 

સિંધાલુણ મીઠું : સિંધાલુણ મીઠામાં મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે જે શરીરના પીએચ લેવલને સંતુલિત રાખે છે. શરીરમાં પીએચ લેવલને સંતુલિત રાખવું જરૂરી છે, કારણ કે એસીડીટીથી ગઠીયા રોગમાં વધારો થાય છે. આ માટે તમે એક કપ નવશેકા ગરમ પાણીમાં એક નાની ચમચી સિંધાલુણ મીઠું અને એટલી જ માત્રામાં લીંબુનો રસ મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરો. આ સિવાય તમે સિંધાલુણ મીઠાને પાણીમાં નાખીને તેનાથી શેક પણ લઇ શકો છો. તેનાથી દર્દમાં રાહત મળે છે.

તજ : તજની અંદર એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલ છે. જેનાથી ગઠીયા રોગનો દુખાવો જલ્દી દુર થાય છે. આ માટે એક કપ નવશેકા ગરમ પાણીમાં અડધી ચમચી તજનો પાવડર અને એક ચમચી મધ મિક્સ કરો. હવે દરરોજ ખાલી પેટ તેનું સેવન કરો. આનાથી ગઠીયા રોગમાં રાહત મળે છે. 

માછલીનું તેલ : ગઠીયા રોગમાં રાહત આપવામાં માછલીનું તેલ મદદ કરે છે. કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસીડ હોય છે જે દુખાવાને ખુબ જ ઝડપથી ઓછો કરે છે. આ માટે એક થી બે કપ માછલીનું તેલ દરરોજ સેવન કરો. ગઠીયાના દર્દીને સવારે ઉઠતી વખતે ખુબ જ તકલીફ પડે છે. આખી રાત એક જ સ્થિતિમાં રહેવાથી શરીર જકડાઈ જાય છે. આથી ઉઠવામાં તકલીફ પડે છે. ખાલી પેટ માછલીનું તેલ પીવાથી આ તકલીફથી છુટકારો મેળવી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment