મિત્રો આજે દરેક લોકો પોતાના ભવિષ્ય માટે બચત કરવા માંગે છે. માટે ઘણા બધા એવા લોકો છે જે પોતાના શોખ પર કાબુ રાખીને દર મહિને થોડી ઘણી બચત કરે છે અને તેનું કોઈ પણ સેફ જગ્યાએ રોકાણ છે. જેથી કરીને તેને ભવિષ્યમાં ક્યારેય કોઈ તકલીફ ન થાય. આમ તમે સેવિંગ કરીને પૈસાની બચત કરી શકો છો. ઘણા લોકો FD કરીને અથવા તો કોઈ સરકારી સ્કીમનો લાભ લઈને પૈસાની બચત કરતા હોય છે. તો મિત્રો જો તમે પણ કોઈ બચત કરવા માંગો છો અને ઈચ્છો છો કે તેનું સારું એવું રિટર્ન મળે તો આજે અમે તમને એક એવી જ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સરકારે ચાલુ આર્થિક વર્ષના છેલ્લા ત્રણ મહિના માટે(ક્વાર્ટર) પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ (Post Office Saving Scheme) પર વ્યાજ દર (New Interest Rate) માં કોઈ ફેરફાર નથી કર્યો. નવા વર્ષને શરૂ થયે હજુ લાંબો સમય નથી થયો. તો આ સમયે જો તમે કોઈ નવી યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે પોસ્ટ ઓફિસની એક ખાસ સેવિંગ સ્કીમ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સ્કીમ દ્વારા દર મહિને સારી આવક પણ થઈ શકે છે. ચાલો તો તમને જણાવી દઈએ આ સ્કીમ વિશે.કિસાન વિકાસ પત્ર (કેવીપી) : કિસાન વિકાસ પત્ર ભારત સરકારની એક વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે, જ્યાં એક નિશ્ચિત અવધિમાં તમારા પૈસા ડબલ થઈ જાય છે. કિસાન વિકાસ પત્ર બધી જ પોસ્ટ ઓફિસ અને મોટી બેંકોમાં અવેલેબલ છે. તેનો મેચ્યોરિટી પીરીયડ હાલ 124 મહિના છે. તેમાં ઓછામાં ઓછું રોકાણ 1000 રૂપિયાનું છે. વધુમાં રોકાણની કોઈ સીમા નથી. KVP માટે આર્થિક વર્ષ 2021 ના પહેલા ક્વાર્ટરમાં વ્યાજ દર 6.9% નિશ્ચિત થયેલ છે. તેમાં તમારી મૂડી 124 મહિનામાં ડબલ થઈ જાય છે. જો તમે માની લો કે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમારી મેચ્યોરીટી પર તે 2 લાખ રૂપિયા મળશે.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (POTD) : જો તમને FD પર તેનાથી વધુ જોઈએ છે તો પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં પૈસા રોકવા યોગ્ય સાબિત થશે. આ ખાતાને તમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે ખોલાવી શકો છો. પોસ્ટ ઓફિસમાં 1 વર્ષથી 3 વર્ષના રોકાણમાં ટાઈમ ડિપોઝીટ પર 5.5% સુધીનું રિટર્ન મળે છે. જો તમે 5 વર્ષ માટે કરો છો તો તમને 6.7% રિટર્ન મળે છે. જો તમે મેચ્યોરીટી પહેલા પોતાની રકમ કાઢો છો તો તમને પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતા જેવું વ્યાજ મળશે. 5 વર્ષના ટાઈમ ડિપોઝીટ પર સેક્શન 80 સી હેઠળ ટેક્સ મુક્ત ફાયદો મળે છે.નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) : પોસ્ટ ઓફિસની આ સ્કીમ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે NSC છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અંદર રોકાણકારોને શરૂ એવું રિટર્ન મળે છે. આ સાથે જ ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80C નીચે આયકરમાં પણ છૂટ મળી શકે છે. વધુમાં 1.5 લાખ રૂપિયાનો ટેક્સ લાભ લઈ શકાય છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં વર્ષે 6.8% વ્યાજ મળે છે. તે વર્ષના આધાર પર નક્કી કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, દેશની સૌથી મોટી બેંક SBI ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુમાં 5.40% વ્યાજ આપે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે, રોકાણ કરવા પર વધુ ફાયદો થશે. આમ તમે આ સ્કીમનો લાભ સારા રિટર્ન માટે લઈ શકો છો.
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી