વગર ખર્ચે પીળા અને ગંદકી વાળા દાંત થઈ જશે દૂધ જેવા સફેદ અને ચમકદાર… અજમાવો આ મફત ઉપચાર ક્યારેય નહિ જવું પડે દાંતના દવાખાને…

ખાવા-પીવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીના કારણે દાંત અને પેઢાથી જોડાયેલી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. દાંત માં મેલ જામવો, દુખાવો થવો, લોહી આવવું કે દુર્ગંધ આવવી, દાંત પીળા પડવા વગેરે સમસ્યાઓથી મોટાભાગ ના લોકો પીડાય છે. ચિંતાનો વિષય છે કે લોકો દાંત સાથે જોડાયેલી સમસ્યાઓને ગંભીરતાથી લેતા નથી, જેના કારણે તેમને પાછળથી કમજોર દાંતના રૂપમાં પરેશાની ભોગવવી પડે છે.

ખાવાપીવાની ખરાબ આદતોને કારણે અને બાહ્ય સ્વચ્છતાના અભાવને કારણે દાંત પર ટાર્ટર જમા થઈ જાય છે. આ પરતનું વધુ ખરાબ સ્વરૂપ છે અને જ્યારે તમે બ્રશ, ફ્લોસ અને કોગળા કરવાનું ભૂલી જાઓ છો ત્યારે થાય છે. જો આને સાફ ન કરવામાં આવે તો તે ખરબચડી બની જાય છે અને પેઢાની બીમારીનું કારણ બને છે.

દાંતને સફેદ કેવી રીતે કરવા? દાંતમાં જામેલા જિદ્દી ટાર્ટર ને ઉતારવા માટે મેડીકલમાં અનેક ઉપાયો છે,પરંતુ આ માટે ડેન્ટિસ્ટની ફી સામાન્ય રીતે પાંચ હજાર રૂપિયા સુધી હોય છે. જો કે ઘરમાં કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે જેના દ્વારા તમે સસ્તામાં આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તો આવો જાણીએ.

પીળા દાંતને સફેદ કેવી રીતે કરવા – બેકિંગ સોડા અને મીઠું:- દાંત પર જામેલા ટાર્ટર ને ઉતારવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરો. બેકિંગ સોડા એક શક્તિશાળી એજન્ટ છે જેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે અને આ દાંતને સફેદ કરવા માટે પણ સહાયક છે. તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં ચપટી મીઠું મેળવો અને આ મિશ્રણને તમારા ટૂથબ્રશ પર લગાવીને દાંત સાફ કરો. અઠવાડિયામાં એકવાર થી વધુ તમારા દાંત પર બેકિંગ સોડાથી બ્રશ ન કરો કારણ કે આનાથી દંતવલ્ક ને નુકશાન  થાય છે.

કાળા દાંતને સફેદ કેવી રીતે કરવા – લીંબુનો રસ:- દાંતને સાફ કરવા માટે લીંબુનો રસ સૌથી સારો વિકલ્પ છે. લીંબુમાં એસિડ હોય છે જે પરતને ઓગાળે છે અને દાંત ને થોડા સફેદ પણ કરે છે. તમારા ટૂથબ્રશ ને તાજા લીંબુના રસમાં બોળો અને ધીમે ધીમે દાંત પર ઘસો. તેને ધોતા પહેલા એક મિનિટ માટે છોડી દો. એ વાતનું યાદ રાખવું કે લીંબુનો રસ 1 અત્યંત મજબૂત એજન્ટ છે અને દાંતના સડા નું કારણ પણ બની શકે છે. તેથી આનો સાવધાનીથી ઉપયોગ કરવો.

દાંતને સાફ કરવા માટે આયુર્વેદિક દવાતલના બીજ:- તલ અનેક પ્રકારે તમારા માટે ફાયદાકારક છે.આ ટાર્ટર ને હટાવવાનું પણ કામ કરે છે. આ એક નેચરલ સ્ક્રબના રૂપમાં કાર્ય કરે છે અને દાંતને પોલીસ અને સાફ રાખે છે. તમારા મોઢામાં એક મોટી ચમચી ભરીને તલનાં બીજ લો અને સરસ રીતે ચાવો. તમારે આને એક રીતે પેસ્ટ બનાવી લેવાની છે અને આ પ્રક્રિયામાં તલના બીજને ગળવાના નથી. ત્યારબાદ આ પેસ્ટ ને સુકા ટુથબ્રશ થી તમારા દાંતને બ્રશ કરો આવું અઠવાડિયામાં બે વાર કરો.દાંત નું પીળાપણું કેવી રીતે કરવું દૂર- ટામેટા અને સ્ટ્રોબેરી લગાવો:- ટામેટા અને સ્ટ્રોબેરી બંન્ને વિટામિન્સથી ભરપૂર હોય છે અને દાંત ની સફાઈ માટે આનો ઉપયોગ કરી શકાય છે. બંનેમાંથી કોઇ એકનો પલ્પ દાંત પર લગાવો. પાંચ મિનિટ માટે આમ જ છોડી દો ત્યાર બાદ મોઢું ધોઈ લો.

પીળા દાંતને સફેદ કેવી રીતે કરવા- લવિંગ નો ઉપયોગ:- આ મસાલાનો ઉપયોગ લાંબા સમયથી થતા દાંતના દુખાવા ને દૂર કરવા માટે કરી શકાય છે. આ તમારા મોઢા માં હાજર રોગાણુઓ થી પણ લડે છે. લવિંગને પીસી લો અથવા તેના પાવડરમાં જૈતૂનનું તેલ નાખો અને આ મિશ્રણને દાંતમાં ડાઘ વાળા ભાગ પર લગાવો. શ્વાસની દુર્ગંધને દૂર કરવા અને બેક્ટેરિયાને મારવા માટે નિયમિત રૂપે લવિંગને ચાવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment