જાણો આયુર્વેદ અનુસાર દહીં ખાવાનો સમય અને રીત, નજરઅંદાજ કરવાની ભૂલથી ફાયદાને બદલે થઈ શકે નુકશાન… 99% લોકો નથી જાણતા…

સામાન્ય રીતે ઉનાળામાં દહીં ખાવું દરેક ને ગમે છે. મોટાભાગે લોકો દરરોજ ખાવાની સાથે દહીં નું રાયતું પોતાના ઘરે બનાવે છે. આમાં પોષક તત્વોના કારણે દહીંને સુપર ફૂડ પણ કહેવાય છે. દહીં પોષકતત્ત્વોથી ભરપૂર છે. પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન  બી 12, લીનોલિક એસિડ અને અન્ય મુખ્ય રીતે ફેટી એસિડનો એક સારો સ્ત્રોત છે. આમ તો દહીં દરેક ઋતુમાં મળે છે પરંતુ ગરમીમાં માત્ર રાયતું જ નહીં પરંતુ સવાર અને સાંજે લસ્સી નો પ્રોગ્રામ પણ બની જાય છે. આનો ઉપયોગ સુંદર ત્વચા અને ડેન્ડ્રફ ફ્રી વાળ માટે પણ ઘરેલુ ઉપચાર રૂપે ઉપયોગ કરી શકાય છે.

દહીં ના ફાયદા તો અનેક લોકો જાણે છે પરંતુ મોટાભાગના લોકોને તેની આડઅસર વિશે ખબર નથી હોતી. જ્યારે તમે દહીં ને ખોટા સમયે, ખોટી રીતે અને યોગ્ય પ્રમાણમાં નથી ખાતા તો તેના અનેક પ્રકારના દુષ્પ્રભાવ થાય છે. આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે દહીંમાં કેટલાક એવા ગુણો હોય છે જે રાત્રિના સમયે અને કેટલાક વિશેષ આહાર સાથે ખાવાથી તેને વિષેલું બનાવી દે છે.

દહીં ને આપણે મોટાભાગે આપણી ઇચ્છા અનુસાર કોઈ પણ ખાદ્ય પદાર્થો સાથે મેળવીને ખાઈ લઈએ છીએ. આમ કરવું સ્વાસ્થ્ય માટે નુકશાનકારક બની શકે છે. આયુર્વેદમાં દહીં ખાવાની કેટલીક હેલ્ઘી રીત અને સમય જણાવવામાં આવ્યા છે. તો આવો જાણીએ વિસ્તારપૂર્વક.

આયુર્વેદ ડોક્ટર જણાવે છે કે સામાન્ય રીતે દહીં અને ભાત કબજિયાતની સમસ્યામાં રામબાણ ઈલાજ છે. ચાર દિવસમાં એકવાર આનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બને છે. તેઓ જણાવે છે કે પ્રોબાયોટિક ફૂડ યોગ્ય રીતે, સમયે અને તેના યોગ્ય પ્રમાણમાં ન ખાવામાં આવે તો તે નુકસાન પહોંચાડી શકે છે.

દહીંના સેવનનો આયુર્વેદિક નિયમ:-

શું રાત્રે દહીં ખાવું જોઈએ:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે દહીં ને રાત્રે ન ખાવું જોઈએ. દહીમાં કાળ વિરોધી તત્વ હાજર હોય છે. રાત્રિના સમયે દહીં ખાવાથી શરીરમાં વધુ પ્રમાણમાં લાળ બનવા લાગે છે જેના કારણે છાતીમાં સંક્રમણ અને સ્કિન સંબંધી સમસ્યાઓનું જોખમ વધી જાય છે.

દહીં સાથે ચીકન ખાવાથી બચો:- નોનવેજ ખાવાના શોખીન હોવ તો તેની સાથે ભૂલથી પણ દહીંનુ સેવન ન કરવું જોઈએ. ચીકન હોય કે ચિકન બિરયાની તેની સાથે રાયતા નો સ્વાદ તમારી તબિયત બગાડી શકે છે. જો તમે આ ભૂલ કરી રહ્યા હોવ તો કોઈપણ સમયે તમારું શરીર સોરયાસીસ, ગઠીયો વા અને ફોલ્લા જેવી સમસ્યાઓની ઝપટમાં આવી શકો છો.

દૂધની સાથે દહીં નું સેવન ભુલથી પણ ન કરતાં:- જો કે દૂધમાંથી દહીં ને બનાવવામાં આવે છે. પરંતુ તેની સાથે ખાવાથી સ્વાસ્થ્ય પર વિરોધી અસર થઈ શકે છે. કારણકે આની તાસીર એક બીજાથી બિલકુલ અલગ હોય છે. જો તમે બંને ને સાથે કે તૈયારીમાં સેવન કરો છો તો તેનાથી સાવધાન થઈ જાઓ આનાથી પેટ ખરાબ થવાની સાથે જ સાંધામાં દુખાવાની સાથે બળતરા વાળા ઘાવ થઈ શકે છે.દહીં અને ફ્રૂટ સ્મુધી:- યુટ્યૂબ ઉપર અલગ અલગ વાનગી ટ્રાય કરવાના ચક્કરમાં ક્યારેય પણ દહી અને ફ્રૂટ સ્મુધી ને સાથે ખાવાની ભૂલ ન કરતા તે તમારા ચહેરા પર ફ્લેકી અલ્સર સાથે છાતીમાં સઁક્રમણ નું કારણ બની શકે છે.

દહીંને દરરોજ ખાવું ફાયદાકારક છે કે નહીં:- આયુર્વેદ એક્સપર્ટ પ્રમાણે દહીં માં ભલે ઘણા બધા પૌષ્ટિક તત્વો ઉપલબ્ધ હોય પરંતુ આનું રોજ સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી હોતું. તેનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે આ ઘણું ભારે પ્રકૃતિનું હોવાની સાથે આથાયુક્ત હોય છે. જે લોકોને લેક્ટોઝ ની એલર્જી હોય છે તેમના માટે દહીં નું સેવન પરેશાનીનું કારણ બની શકે છે.

આ રીતે કરો દરરોજ દહીંનું સેવન:- આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે દહીંમાં સારા બેક્ટેરિયા હોવાથી પાચનતંત્ર ને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. તેથી આનુ દરરોજ સેવન પાચન માટે સારું છે. પરંતુ ધ્યાન રાખવું કે દહીંને છાશ સ્વરૂપેજ ખાવા સાથે લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment