ભારતમાં વધશે કેન્સર જેવી ભયંકર બીમારીનો ખતરો, આ કારણોસર ફેલાશે જીવલેણ બીમારી… બચવા માટે જાણો ડોકટરે જણાવેલ ઉપાયો અને માહિતી…

વિકસિત થવા માટે ઝડપ ભેર દોડી રહેલા ભારતને લઈને ICMR દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે જે સરકારની સાથે સાથે સામાન્ય વ્યક્તિને પણ ચિંતામાં મૂકી દે. અને તે છે દેશમાં આગલા ત્રણ વર્ષોમાં કેન્સરના કેસ ઝડપથી વધવાના છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ 2025 સુધી કેન્સર ના કેસોમાં 12.7% નો વધારો થવાની વાત કરી છે. પાછલા કેટલાક વર્ષોમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. કેન્સરના વધતા આંકડાને જોઈને નિષ્ણાતોએ આ દાવો કર્યો છે.

👉 ભારતની સ્થિતિ ભયાનક થઇ રહી છે:- ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે 2020 માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્સરના અનુમાનિત કિસ્સા 2020 માં 13.92 લાખ (લગભગ 14 લાખ) હતા. જે 2021 માં વધીને 14.26 લાખ થયા અને 2022 માં વધીને 14.61 લાખ પર પહોંચી ગયા હતા.👉 બીમારી ફેલાવાના આ છે મુખ્ય કારણો:- નિષ્ણાતો પ્રમાણે દેશમાં હૃદય રોગ અને શ્વાસની બીમારીઓ જ નહીં પરંતુ કેન્સરના કિસ્સા પણ વધી રહ્યા છે. કેન્સરના વધતા વ્યાપ માટે અનેક પ્રકારના પરિબળો જવાબદાર છે જેમાં વધતી ઉંમર, જીવનશૈલીમાં બદલાવ, વ્યાયામ અને પૌષ્ટિક આહારની કમી સામેલ છે.

કેટલીક વાર લોકોને કેન્સરના લક્ષણોની પૂરી જાણકારી નથી હોતી જેથી સમય પર તેમની બીમારીની જાણ નથી થઈ શકતી અને ઈલાજમાં પણ વિલંબ થઈ જાય છે. જલ્દી ઇલાજ ન મળવાના કારણે કેન્સર વધી જાય છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. તેથી લોકોની વચ્ચે કેન્સરના વિશે જાગૃતતા ફેલાવવી પણ અત્યંત જરૂરી છે.

👉 ભારતમાં પુરુષોમાં આ કેન્સર સૌથી સામાન્ય : પાછલા કેટલાક વર્ષોના આંકડા પ્રમાણે ભારતમાં પુરુષોમાં સૌથી વધારે મોઢા અને ફેફસાના કેન્સરના કિસ્સા સામે આવ્યા છે. તેમજ મહિલાઓમાં સૌથી વધારે કિસ્સા બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સરના રહ્યા છે.બેંગલુરુ સ્થિત આઈસીએમઆર નેશનલ સેન્ટર ફોર ડીસીસ ઇન્ફોર્મેટીક્સ એન્ડ રિસર્ચ પ્રમાણે 2015 થી 2022 સુધી દરેક પ્રકારના કેન્સરના આંકડા લગભગ 24.7 ટકાની વૃદ્ધિ થઈ છે. 14 વર્ષના બાળકોમાં લિમ્ફૉઇડ લ્યુકેમિયા એટલે કે લોહીથી જોડાયેલા કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. કેન્સરથી બચવા માટે તેના વિશે જાગૃતતા ફેલાવી જરૂરી છે.

👉 આ ભયંકર બીમારીથી કેવી રીતે બચવું:- ડોક્ટરના જણાવ્યા અનુસાર, “વૃદ્ધત્વ, પારિવારિક ઇતિહાસ, આનુવંશિકતા, સ્થૂળતા, તમાકુનું સેવન , મદ્યપાન , માનવ પેપિલોમાવાયરસ (એચપીવી) જેવા વાતાવરણમાં કેમિકલ, પ્રદૂષણ, સૂર્યના હાનિકારક યુવી કિરણોના સંપર્ક, ખરાબ આહાર, શારીરિક ગતિવિધિ ની કમી અને કેટલાક હોર્મોન તથા બેક્ટેરિયા ભયંકર બીમારી ફેલાવવાના કારણોમાં સામેલ છે. આ બીમારીથી બચવા માટે જરૂરી છે કે કેન્સરના લક્ષણો જોતા તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.”

જૈન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, ડો કહે છે,” ભારતમાં કેન્સરના કિસ્સા વધી રહ્યા છે. કેન્સર ન કેવળ મોટી મોટી ઉંમરના લોકોને પ્રભાવિત કરી રહ્યું છે પરંતુ ઓછી ઉંમરના યુવાનો ને પણ પોતાની ઝપટમાં લઈ રહ્યું છે. કેન્સરનું સમયસર નિદાન અને ઈલાજ ન મળવા પર વ્યક્તિનું મૃત્યુ થાય છે. ભારતમાં પુરુષોમાં સૌથી સામાન્ય કેન્સર મોઢું, ફેફસા, માથું અને પ્રોસ્ટેટિક કેન્સર છે. જ્યારે મહિલાઓમાં સ્તન,ગર્ભાશય અને ગરદન નું કેન્સર સૌથી સામાન્ય છે “આગળ કહે છે ” કેટલાક કેન્સર મહિલાઓમાં ખતરનાક રૂપે વધે છે. મારા મંતવ્ય પ્રમાણે પુરુષોમાં સૌથી સામાન્ય કેન્સર મોઢું, ફેફસા અને ગળાનું છે. મહિલાઓમાં સ્તન અને સર્વાઇકલ કેન્સર સૌથી વધારે સામાન્ય છે. આ કેન્સરનો સમય રહેતા ઈલાજ મળવા પર દર્દીનો જીવ બચી શકે છે.” આગળ જણાવે છે લોકોને કેન્સરથી બચવા માટે તમાકુ અને દારૂથી દૂર રહેવું જોઈએ, સંતુલિત આહારનું સેવન કરવું અને દરરોજ વ્યાયામ કરવો.

હિપેટાઇટિસ બી, હ્યુમન પેપિલોમાંવાયરસ (HPV) માટે રસી મુકાવો. નિયમિત રૂપે સ્ક્રીનીંગ અને પ્રદૂષણથી દૂર રહેવું જરૂરી છે. જો કોઈની ફેમિલી હિસ્ટ્રીમાં આ બીમારી રહી હોય તો તે પરિવારના સદસ્યો એ તુરંત જ પોતાની તપાસ કરાવવી જોઈએ.”

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment