જાણો કે પ્રેગ્નન્સી દરમિયાન બાળક કેવી રીતે ઈન્ટેલીજન્ટ બની શકે… અપનાવો આ ટેપ્સ

અમે કોઈ 🧐ફેક ન્યુઝ કે ખોટા 🤫સજેશન આપતા કે રાતોરાત 🤑પૈસાવાળા બની જાઓ એવા રસ્તા અને રાતો રાત🛌🏻 તમારી હેલ્થ 💪🏻બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી 🌓રાશી કે🌍ગ્રહ દશા પર 🧙🏻‍♂️ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ ✍🏻સરળ, 🎯તાર્તિક, 🔬વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ 📖વાંચવા વાળા અને જ્ઞાન 👩🏻‍🏫વધે તેવી ઈચ્છા રાખવા વાળા 👩🏻‍💻👨🏻‍💻લોકો જ અમારી સાથે 🤝જોડાઈ રહે તેવી વિનંતી🙏🏻

👶🏻 તંદુરસ્ત અને બુદ્ધિમાન બાળક ઈચ્છતા હોય છે તો આટલું કરો. 👶🏻

ગર્ભ સંસ્કારનો અભ્યાસ વૈદિક કાળથી ચાલતો આવ્યો છે. મિત્રો તે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ગર્ભવસ્થા દરમિયાન જો આ ગર્ભ સંસ્કારોનું પાલન કરવામાં આવે તો બાળક સ્વસ્થ બુદ્ધિમાન અને સુખી બાળક આવે છે. ગર્ભ સંસ્કાર માતા અને બાળક બંને માટે લાભદાયી છે. બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે તેને બહારના વાતાવરણમાં જે ચાલતું હોય તેની અસર ગર્ભમાં રહેલ બાળક પર થતી હોય છે.

Image Source :
મિત્રો, તમે ક્યારેક સાંભળ્યું હશે કે કોઈ મહિલા ગર્ભવતી હોય તો તે ઘરના વડીલો તેને મહાભારત, રામાયણ જેવી ધાર્મિક પુસ્તકો વાંચવાનું સજેશન આપતા હોય છે. કેમ કે આ વાંચનની સાથે તમે જે મનમાં ધાર્મિક ભાવ ઉત્ત્પન્ન કરો તેની ગર્ભમાં રહેલ બાળક પર અસર થતી હોય છે. બાળક પર માનસિક શારીરિક ભાવનાત્મક અને આધ્યત્મિક ગુણોનો વિકાસ કરે છે. આ  બાબતો બાળક સ્વસ્થતો આવશે જ સાથે બુદ્ધિમાન પણ થશે.

તો ચાલો બીજા મોર્ડન બીજા કેટલાક રસ્તા બતાવીએ કે, જે ફોલો કરશો તો તમારું બાળક એકદમ સ્વસ્થ અને ઈન્ટેલીજન્ટ બનશે… તેના માટે તમારે આ પગલા ગર્ભાવાસ્થાની શરૂઆતથી જ અપનાવવા પડશે 

Image Source :
ગર્ભવસ્થા દરમિયાન સંગીત બાળકના મગજમાં વિકાસ માટે ખુબ જ લાભદાયી છે. સંગીત ગર્ભાવસ્થા દરમિયાન માતાને તણાવથી દુર રાખે છે. સંગીત આપણી ઇન્દ્રીઓને શાંત કરે છે. અને આરામ પ્રદાન કરે છે. ગર્ભમાં રહેલ બાળક ત્રીજા મહિનાની શરૂઆતમાં બહારના વાતાવરણનો આવાજ સાંભળી શકે છે.
અને પ્રતિક્રિયા કરી શકે છે. એક અભ્યાસ અનુસાર જાણવા મળ્યું છે કે સંગીત બાળકના મગજના વિકાસ અને સંભાળવાની ભાવનાઓ ઉત્તેજિત કરવામાં સહાય કરે છે. માટે સુખદાયક સંગીત તમેજ વિશેષ રૂપથી સંગીત વાદ્યથી ખુબ જ સકારાત્મક પ્રભાવ પડે છે. અમુક રાગ તથા શ્ર્લોક-મંત્ર ગર્ભમાં રહેલ બાળકને ખુશી આપે છે.

Image Source :
ગર્ભાવસ્થા દરમિયાન માતાએ પોષ્ટિક આહાર લેવો જોઈએ. ખોરાક ગર્ભમાં રહેલ બાળક પર સીધી અસર કરે છે. સાત્વિક ભોજન ખાવાથી બાળક પર સારી અસર પડે છે. ભોજન શુદ્ધ અને તાજું લેવું. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, વિટામીન અને ખનિજોનો યોગ્ય અનુપાતથી બનેલો ખોરાક લેવો જોઈએ. બધા જ પ્રકારના સ્વાદનું પ્રમાણસર સેવન કરવું જોઈએ.
Image Source :
સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે સકારાત્મક અભિગમ રાખવો જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોન્સના વિભિન્ન સ્તરના કારણે માતાનો મૂડ  બદલતો રહે છે. તે મૂડને ઠીક કરવા માટે તમામ એવા શોખને પસંદ કરો જે તમને સકારાત્મક બનાવે છે.
એક સારી પુસ્તક વાંચવાથી કે સારી ફિલ્મ તથા કોમેડી શો જોવા તથા પ્રકૃતિક સૌંદર્યમાં રહેવું. તેનાથી બાળકની ભાવનાત્મક સ્વસ્થ પર અસર પડે છે. સારા પુસ્તકો વાંચવાથી તમારા બાળકને જ્ઞાન પ્રાપ્ત થાય છે.
Image Source :
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીએ રચનાત્મક પ્રવૃત્તિઓ  કરવી જોઈએ. તેનાથી બાળક બુદ્ધિમાન બને છે. કારણ કે, મહિલા જ્યારે ગર્ભવતી હોય ત્યારે રચનાત્મક પ્રવૃત્તિ કરે તો તેનો મગજ સક્રિય બને છે. જેના કારણે બાળકને પણ પોતાની માતાની રચનાત્મકતા પ્રાપ્ત થાય છે.
ઉદાહરણ તરીકે મહિલા લખી શકે, પેઇન્ટિંગ કરી શકે, ગાર્ડનીંગ તથા માટીના વાસણો બનાવવા તથા મગજનો ઉપયોગ થાય તેવી ગેમ્સ રમવી. તથા બધા શોખ આપણા મગજને આરામ આપે છે તેમજ સ્ટ્રેસ દુર કરે છે. ઉખાણા ઉકેલવા કે ગણિતની સમસ્યાનો ઉકેલ મેળવવો તેમજ જાણકારી પૂર્ણ વસ્તુઓ જોવી આ પ્રવૃતિઓ બાળકને ખુબ જ બુદ્ધિમાન બનાવે છે.
Image Source :
ગર્ભવતી મહિલા વ્યાયામ કરે તો બાળક ખુશ રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન ફીટ રહેવું ખુબ જ મહત્વનું છે. ફિટનેસ આપણી માંસપેશીઓને આરામ આપે છે. કમર પગ વગેરેના દુઃખાવાની સમસ્યા સહન કરવાની ક્ષમતા વધારે છે જે ડીલેવરી વખતે કામ લાગે છે.
વ્યાયામ કરવાથી શરીરમાં અન્ડોફ્રીન રીલીઝ થાય છે જેના કારણે ખુશીનો અહેસાસ કરીએ છીએ. અને જો માતા ખુશ મિજાજ હશે તો બાળક પણ ખુશ મિજાજ જન્મે છે.

Image Source :
મેડીટેશન કરવાથી બાળક સુખી અને સંતોષી બનશે. મેડીટેશન એટલે કે ધ્યાન તમારો તણાવ તો દુર કરે જ છે પણ તેની સાથે તમારી એકાગ્રતા પણ વધારશે તેમજ ઊંડા શ્વાસથી શાંતિપૂર્ણ વિચારો આવશે. નિયમિત રીતે ધ્યાન ધરવામાં આવે તો બાળકની ક્ષમતામાં પણ વધારો થાય છે.
Image Source :
બાળક સાથે વાત કરવાથી બાળકના ગુણોમાં વિકાસ થાય છે. માતા અને બાળકનો સંબંધ ગર્ભથી જ વિકસિત થવા લાગે છે. બાળક સાથે વાત કરવી તેની સાથે સુવિચાર શેર કરવા. પેટ પર પ્રેમથી હાથ ફેરવવો વગેરે સંબંધને મજબુત બનાવે છે. તેનાથી બાળકનો વાત કરવાનો ગુણ વિકસિત થાય છે.
Image Source :
નિયમિત રીતે આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો બાળક માનસિક શારીરિક, ભાવનાત્મક અને રચનાત્મક રીતે વિકાસ પામે છે. તેમજ સાથે બુદ્ધિમતાનો વિકાસ પણ થાય છે.
Image Source :

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે

Image Source :

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી 

Image Source: Google

 

 

Leave a Comment