શિયાળામાં ફેફસાને કાચ જેવા ચોખ્ખા કરવા હોય તો ખાવા લાગો આ વસ્તુ, પ્રદુષણ અને કોરોનાથી પણ ડેમેઝ નહિ થાય તમારા ફેફસા…

મિત્રો કોવિડ 19 વાયરસ એકવાર ફરીથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં જરૂરી છે કે ફેફસા ના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવે. શ્વાસ લેવામાં તકલીફ, શ્વાસ ચડવો, શરદી ઉધરસ થવા, આ ઇન્ફેક્શનના સંકેતો હોઈ શકે છે. ઠંડીના સમયમાં સૌથી વધારે શ્વસનતંત્ર પ્રભાવિત થાય છે. એવામાં જો કોવીડ 19 જેવા વાયરસ અને પ્રદૂષણનું જોખમ ઉભું થયું હોય તો સમસ્યા વધારે ગંભીર બની શકે છે. ફેફસા શ્વસનતંત્રનો સૌથી જરૂરી ભાગ હોય છે, જે શરીરમાં ઓક્સિજનની પૂર્તિ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ને બહાર કાઢે છે. એવામાં ફેફસાને મજબૂત બનાવવા માટે ના ઉપાય કરવા જોઈએ જેથી ઇન્ફેક્શનની સ્થિતિમાં સારી રીતે તે સામનો કરી શકે.

એક્સપર્ટ ન્યુટ્રિશિયનીસ્ટે હાલમાં ફેફસાના હેલ્થને વધારવા વાળા ફુડ વિશે જણાવ્યું છે. આ લેખમાં તેઓ જણાવે છે કે જો તમે તમારા ફેફસાના સ્વાસ્થ્યને સુધારવા ની રીત શોધતા હોય તો ધુમ્રપાન થી બચો, વધારે પ્રદુષિત ક્ષેત્રોથી દૂર રહો અને નિયમિત રૂપે વ્યાયામ કરો, જેવી સલાહ તો સાંભળી જ હશે. પરંતુ શું તમને ખબર છે સ્વસ્થ ફેફસાના કાર્યને વધારવા માટે યોગ્ય ભોજન ખાવું ખૂબ જ જરૂરી છે ફેફસાને હેલ્ધી રાખવા માટે ડાયટમાં તમે આ ફૂડને સામેલ કરી શકો છો.1) હળદર:- એક્સપર્ટ જણાવે છે કે હળદર નો ઉપયોગ લગભગ તેના શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણોના કારણે સમગ્ર સ્વાસ્થ્ય અને વધારો આપવા માટે કરવામાં આવે છે. હળદરમાં હાજર કર્કયુમીન યોગીક ફેફસાના કાર્યને સમર્થન આપવા માટે વિશેષ રૂપે ફાયદાકારક છે.

2) ભોલર મરચું:- ભોલર મરચું વિટામીન સી ના સૌથી સમૃદ્ધ સ્ત્રોતમાંથી એક છે શરીરમાં એક એન્ટિઓક્સિડન્ટ ના રૂપમાં કાર્ય કરે છે જે ફેફસાના સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન  આપવાની સાથે સોજા ને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.3) આદુ:- આદુ ના નિયમિત સેવનથી હાઈપરક્સિયા અને સોજાના કારણે થયેલા ફેફસાની ઈજાને દૂર કરે છે. તેની સાથે જ આદુ જામેલા કફને તોડે છે અને તેને શરીરમાંથી બહાર પણ કાઢવામાં મદદ કરે છે.

4) જવ:- જવ એક પૌષ્ટિક આખું અનાજ છે, જે ફાઇબરથી ભરપૂર હોય છે ઉચ્ચ ફાઇબર ફેફસાના કાર્ય પર સુરાક્ષાત્મક અસર કરે છે. સાથે જ એવા આહાર ફેફસાથી સંબંધિત બીમારીઓથી થતા મૃત્યુ ના જોખમને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

5) પાંદડા વાળા શાકભાજી:- પાંદડા વાળા શાકભાજી જેમકે પાલક, કેળ, કોબીજ કૈરોટેનોયડ્સ, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને વિટામિન નો એક સમૃદ્ધ સ્ત્રોત છે. આ પોષક તત્વોમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડેન્ટ પ્રભાવ હોય છે જે ફેફસાનો સોજો ઘટાડીને સમગ્ર સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.6) અખરોટ:- અખરોટમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ એન્ટીઇમ્ફલેમેટરી ના રૂપમાં કાર્ય કરે છે જેની મદદથી ફેફસામાં સોજો અને તમારી શ્વાસ લેવાની ક્ષમતામાં સુધારો થાય છે.

7) લસણ:- લસણમાં એલીસીન નામનું એક યૌગિક હોય છે જે એક શક્તિશાળી એન્ટિબાયોટિક એજન્ટના રૂપમાં કાર્ય કરે છે. આ શ્વસન સંક્રમણને દૂર કરવામાં મદદ કરે છે જે આપણા ફેફસાનો અવરોધ કરે છે અને શ્વાસ લેવામાં તકલીફ, કફને વધારે છે. લસણમાં એન્ટી એમ્ફ્લેમેટરી ગુણ ઉપલબ્ધ હોય છે જે ફેફસામાં સોજાને ઘટાડીને અસ્થમા માં સુધારો કરે છે અને ફેફસાના કેન્સરના જોખમને ઘટાડે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment