વગર દવાએ પાચન સુધારી કબજિયાત ખરતા વાળ અટકાવી બ્લડ પ્રેશર રહેશે હંમેશા સંતુલનમાં, જાણો આ વસ્તુના ફાયદા….

આયુર્વેદ અનુસાર બધા પ્રકારના તલમાં કાળા તલ સૌથી વધુ ફાયદાકારક છે. કાળા તલમાં ઘણા ઔષધીય ગુણ રહેલા છે. કાળા તલનું સેવન બ્લડ પ્રેશરના દર્દી માટે ખુબ જ લાભકારી હોય છે. કાળા તલનું તેલ પણ આયુર્વેદિક દવાઓ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. તેની તાસીર ગરમ હોય છે. ભારતમાં કાળા તલની ખેતી પણ કરવામાં આવે છે. ગોળ વગેરે સાથે તલના બનેલા લાડવા ભારતમાં ખુબ જ પસંદ કરવામાં આવે છે. તો આજે અમે તમને કાળા તલના અમુલ્ય ફાયદાઓ વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

કાળા તલના ફાયદાઓ : આયુર્વેદ અનુસાર કાળા તલમાં પ્રચુર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, મેગેનીઝ, ફાઈબર, કાબર્સ, હેલ્દી ફેટ્સ, વગેરે રહેલ હોય છે.ખરતા વાળ માટે : પ્રદુષણ અને અસ્વસ્થ જીવનશૈલીના કારણે વાળ ખરવા, સમય પહેલા સફેદ થવા વગેરે વાળની સમસ્યાઓ છે. જેના નિવારણ માટે કાળા તલનો ઉપયોગ કરી શકાય છે. તમે સમય પહેલા આવતા સફેદ વાળથી બચવા માટે કાળા તલની જડ અને પાનનો ઉકાળો બનાવીને પોતાના વાળને ધોઈ શકો છો. આ સિવાય તલના ફૂલ અને ગોક્ષુરને બરાબર માત્રામાં લઈને ઘી અને મધમાં પીસીને માથામાં લગાવવાથી વાળ ખરતા ઓછા થઈ જશે, અને ખોડાથી પણ રાહત મળશે.

કબજિયાતમાં રાહત માટે :

આયુર્વેદ અનુસાર કાળા તલમાં ઘણી માત્રામાં ફાઈબર અને અનસેચ્યુરેટેડ ફેટ હોય છે. જે કબજિયાતની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે. તેનું પ્રાકૃતિક તેલ તમારા પેથી કીડાઓ કાઢવામાં અને પાચનને મજબુત બનાવવામાં મદદ કરે છે. તમે કાળા તલનું સેવન કરીને આરામથી પેટ સાફ કરી શકો છો.બ્લડ પ્રેશર સંતુલિત કરવા : કાળા તલમાં મેગ્નેશિયમ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. આ પોષક તત્વ તમારા શરીરમાં બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. અને તમે હાઈપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચી શકો છો. કાળા તલના તેલમાં રહેલ પોલીઅનસેચ્યુરેટેડ ફેટ અને Sesamin કમ્પાઉન્ડ પણ બ્લડ પ્રેશરના લેવલને સંતુલિત રાખવામાં મદદ કરે છે.

હાડકાઓને મજબુત બનાવવા :

કાળા તલમાં કેલ્શિયમ અને ઝીંકની માત્રા પણ મળે છે. જે કારણે તે હાડકાઓની મજબુતી માટે ખુબ જ ફાયદાકારક છે. કાળા તલનું સેવન હાડકાઓની ઓસ્ટીયોપોર્રોસીસ બીમારીથી સુરક્ષા પ્રદાન કરે છે. આ બીમારીમાં હાડકાઓ નબળા થઈ જાય અને ફેકચર થવાની સંભાવના વધી જાય છે.દસ્તમાં બ્લીડીંગ થવું : ડોક્ટરનું કહેવું છે કે, જો તમને પેટની ગડબડીને કારણે દસ્તની સાથે બ્લીડીંગ થઈ રહ્યું છે તો, કાળા તલનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે કાળા તલનું 5 ગ્રામ ચૂર્ણ અને તેની બરાબર માત્રામાં મિશ્રી મિક્સ કરીને ચાર ગણા દુધની સાથે ખાવ, તેનાથી બ્લીડીંગ રોકવામાં મદદ મળશે. આ સિવાય તમે કાળા તલ, મિશ્રી અને માખણનું મિશ્રણ કરીને પણ દસ્તમાં બ્લીડીંગ વખતે કરી શકો છો. તેનાથી તમને જલ્દી ફાયદો થશે. આમ આ ઘરેલું ઉપાય વડે તમે શરીરને કોઈ પણ નુકશાન પહોંચાડ્યા વગર આવી બીમારીથી છુટકારો મેળવી શકો છો.

આમ તમે કાળા તલની મદદથી શરીરની અનેક બીમારીઓ દુર કરી શકો છો. તેમજ શરીરને તંદુરસ્ત રાખી શકો છો. આથી તમે કાળા તલની મદદથી ખરતા વાળની સમસ્યા, કબજિયાતની સમસ્યા, બ્લડ પ્રેશરની સમસ્યા, હાડકાઓની કમજોરી, તેમજ દસ્તમાં આરામ મેળવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment