તમારા રસોડામાં રહેલી આ એક વસ્તુને લગાવી દો તમારા પગના તળીયે, કબજિયાત, સાંધાના દુખાવા, અનિંદ્રા સહિત આટલી બીમારીઓને જડમૂળથી કરી દેશે ગાયબ…

જો તમને પણ મોડી રાત સુધી ઊંઘ આવતી નથી, તો તમારે રાત્રે સૂતા પહેલા પગના તળિયામાં ઘી લગાડવું જોઇ. આમ, કરવાથી રાત્રે સારી ઊંઘ આવી જાય છે અને પાચન પણ સારું થાય છે. ન્યુટ્રિશીનિસ્ટનું કહેવું છે કે રાત્રે સૂતા પહેલા પગના તળિયામાં માલિશ કરવાથી ઊંઘ સારી આવે છે અને સાંધાના દુખાવામાં પણ આરામ મળે છે. આવો જાણીએ રાત્રે સૂતા પહેલા પગના તળિયામાં માલિશ કરવાથી શું ફાયદા થાય છે.

કઈ રીતે માલિશ કરવી : ઘીને નવશેકું ગરમ કરો, જો તમારે ઘી ને ગરમ નથી કરવું, તો કઈ વાંધો નહીં. રાત્રે સૂતા પહેલા હથેળીમાં થોડું ઘી લઈ, ધીરે-ધીરે પગના તળિયામાં માલિશ કરો. ત્યાં સુધી માલિશ કરો, કે જ્યાં સુધી તમને ગરમાહટનો અનુભવ ન થાય.

કંઈ કંઈ સમસ્યામાં લાભકારી છે આ રીત : તળિયા પર ઘીની માલિશ કરવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે, આ સિવાય જે પણ લોકોને નસકોરાની સમસ્યા છે, રાત્રે ઊંઘ ઊડી જાય છે, પાચનમાં સમસ્યા, વાછૂટ અથવા ડકારની સમસ્યા ઇરિટેશન બાઉલ સિડ્રોમ અને કબજિયાતથી હેરાન લોકોએ આ ટિપ્સને અપનાવવી જોઇ.

આ પણ લાભ થાય છે : આયુર્વેદમાં ઘીનો ઉપયોગ વાત દોષને દૂર કરવા માટે કરવામાં આવે છે. પગમાં ઘીની માલિશ કરવાથી વાત દોષ ઓછું થાય છે અને આનાથી બ્લોટિંગની સમસ્યા થતી નથી. તણાવ અને ડાયજેશનની જેવી સમસ્યા સીધી ઊંઘ સાથે જોડાયેલ હોય છે. આપણાં પગના તળિયામાં ઘણી નસો જોડાયેલ હોય છે. તળિયાની માલિશ કરવાથી નસો મજબૂત થાય છે અને આનાથી એસીડીટી જેવી સમસ્યા ઓછી થાય છે. સારી ઊંઘ કરવાથી તણાવની સમસ્યા ઓછી થાય છે, જેનાથી સ્કીન ટોન સારો થાય છે.

આમ તમે રાત્રે સુતા પહેલા પગના તળિયાની માલીશ કરીને પોતાને અનેક રીતે સ્વાસ્થ્ય લાભો આપી શકો છો.  તેમજ ઘી એ એક પોષકતત્વોથી યુક્ત ખોરાક છે તેમજ તેનાથી નસ, હાડકાઓ અને સ્નાયુઓ મજબુત બને છે. આ સિવાય જે લોકોને રાત્રે નીંદર જલ્દી નથી આવતી તેમના માટે ઘી એ ખુબ જ અસરકારક ઔષધિના રૂપમાં કામ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment