કોથમીરના બીજ જેને આપણે આખા ધાણા કહીએ છીએ. ધાણામાં કેટલાય વિભિન્ન ગુણોથી યુક્ત છે. આ બીજને તમે કાચા પણ ઉપયોગ કરી શકો છો. અથવા તો પાવડરના રૂપમાં પણ ઉપયોગ કરી શકો છો. કોથમીરના બીજ અથવા તો તેના પાવડરનો ઉપયોગ દરેક ભારતીય ઘરોમાં વ્યંજનોના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. તે ભોજનમાં એક સ્વાદ જોડવાનું કામ કરે છે.
આ સિવાય કોથમીરના બીજથી અનેક સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. આ સુંગંધિત જડીબુટ્ટી ફાઈબરથી યુક્ત છે. જે પાચનને સુધારે છે. અને મળ ત્યાગને સરળ બનાવે છે. આજે આપણે કોથમીરના બીજના ફાયદાઓ વિશે વાત કરીશું. તેનાથી સોજો, સાંધાનો દુઃખાવો, ગઠીયાનો દુઃખાવો વગેરેમાં અસરકારક ઈલાજ થાય છે.
કોથમીરના બીજના સ્વાસ્થ્ય લાભો : 1 ) એક ચમચી આખા ધાણા લો અને તેને પાણીમાં લગભગ 5 થી 6 મિનીટ ઉકાળો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધું ન થઈ જાય. દરરોજ એક અથવા બે કપ આ મિશ્રણનું સેવન કરો. આ મિશ્રણ દુઃખાવા અને સોજા તેમજ સાંધાના દુઃખાવાને ઓછો કરવામાં મદદ કરે છે.
2 ) આ પ્રાકૃતિક મુત્રવર્ધકના રૂપમાં પણ કામ કરે છે. મુત્રવર્ધક એક એવી વસ્તુ છે જે કિડનીને શરીરના વિષાક્ત પદાર્થ બહાર કાઢવામાં મદદ કરે છે. જો તમે કિડનીના રોગના દર્દી છો તો કોથમીરના બીજનું પાણી લેતા પહેલા ડોક્ટરની સલાહ લો.3 ) ઉકાળેલા પાણીમાં આખા ધાણા ઉચ્ચ રક્તચાપ વાળા વ્યક્તિઓ માટે ખુબ જ લાભકારી છે. કારણ કે તે રક્તચાપના સ્તરને ઓછું કરે છે. જો તમે રક્તચાપ માટે દવા લઈ રહ્યા છો તો તેનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ જરૂર લો.
4 ) કોથમીરના બીજનું પાણી તમને વોટર રીટેન્શનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. જેમાં ચહેરાનો સોજો અને હાથ-પગના સોજા ઓછા થઈ શકે છે.
કોથમીરના બીજનો ઉપયોગ કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો : એવું કહેવામાં આવે છે કે, તમે કોથમીરના બીજનો લાભ ત્યારે જ લઈ શકો છો જ્યારે તમે નિયમિત વ્યાયામ અને સ્વસ્થ આહાર સહીત સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરી રહ્યા હો.
સુતા પહેલા કોથમીરના બીજનું પાણી અથવા મિશ્રણનો પ્રયોગ ન કરો. આ એક પ્રાકૃતિક મુત્રવર્ધક કાર્ય કરે છે, જે તમને રાત્રે વારંવાર વોશરૂમ જવા માટે પ્રેરિત કરે છે. જેનાથી નિંદર બરાબર નથી થતી. આ સિવાય તમે તેનો પ્રયોગ સવારે એક કપ અને બપોરે એક કપ એમ દિવસ દરમિયાન બે કપ કોથમીરના બીજનું પાણીનું સેવન કરવું જોઈએ.
આમ તમે કોથમીરના બીજનું સેવન રાત્રે ન કરતા દિવસ દરમિયાન કરવું જોઈએ. તેમજ તે તમારા પાચનને સારું કરી પેટના રોગો દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તે કિડનીની બીમારીમાં પણ ફાયદો કરે છે. શરીરથી વિષાક્ત પદાર્થ બહાર કાઢવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી