મફતમાં મળતા આ પાંદડાને પાણીમાં ઉકાળી પીય લ્યો, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી ઘટાડી દેશે ચરબી અને વજન. જાણો પીવાની રીત અને અનેક ફાયદા…

લીમડો આપણી અનેક સમસ્યાઓને દૂર કરે છે, લીમડાના ફાયદાઓ વિશે તમે જાણતા જ હશો. લીમડો આપણી અનેક સમસ્યાને દૂર કરવા માટે દવાની જેમ કામ કરે છે. લીમડાથી સ્કીનથી જોડાયેલ સમસ્યાઓ દૂર થાય છે. તેમજ કિડની અને લીવરની સમસ્યા પણ દૂર થાય છે. લીમડામાં એન્ટિ-ઇંફ્લેમેટરી અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે.

લીમડાનું સેવન કરીને તમે તમારું વજન પણ ઉતારી શકો છો. ઘણા લોકો લીમડાના પાંદડાનું સેવન કરે છે, પરંતુ તમે લીમડાનો ઉકાળો બનાવીને પણ પિય શકો છો. લીમડાનું સેવન કરવાથી તમારું મેટાબોલીજ્મ સારું થાય છે. કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટે છે અને વજન પણ ઓછો થાય છે. તમે દરરોજ લીમડાના પાંદડાનું સેવન કરી શકો છો. આ લેખમાં અમે તમને લીમડાના ફાયદા અને તેનું કઈ રીતે સેવન કરાય છે તે વિશે જણાવીશું.

લીમડાનો ઉકાળો કઈ રીતે વજન ઘટાડવા માટે લાભકારી છે ? : જો તમે વજન ઘટાડવાના ઉપાયોને શોધી રહ્યા છો, તો તમે લીમડાના પાંદડાનો ઉકાળો પીવો. આ ઉકાળો વજન ઘટાડવા માટે કારગર છે, કારણ કે આમાં એવા ગુણ હોય છે જેને તમે તમારી ડાયટમાં દરરોજ સામેલ કરવાથી તમારું વજન ડપથી ઘટે છે. લીમડામાં અનેક સારા ગુણ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને તેના કારણે તમારા શરીરમાં વધારે ચરબી જમા થતી નથી.

લીમડાનો ઉકાળો પીવાથી મેટાબોલીજ્મ સારું થાય છે, જેથી બોડી ફેટને જમા થતો નથી. લીમડાનો ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો તમે લીમડાના ઉકાળાને મધની સાથે મિક્સ કરીને પીવો છો, તો શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે અને અંદરના અંગો સાફ રહે છે, જેથી શરીર સારી રીતે કામ કરે છે. વજન ઘટાડવા માટે શરીરને ડિટોક્સિફાઈ કરવું જરૂરી હોય છે, આ માટે લીમડાનો ઉકાળો બેસ્ટ ઓપશન છે. લીમડાના ઉકાળામાં લીંબુનો રસ અને મધ નાખીને પીવાથી તમારો વજન ડપથી ઘટી શકે છે.

લીમડાનો ઉકાળો બનાવવાની રીત અને સામગ્રી : લીમડાના પાંદડા, આદું, મધ, લીંબુ, કાળા મરી, પાણી.

લીમડાનો ઉકાળો બનાવવા માટે સૌથી પહેલા લીમડાના ફ્રેશ પાંદડા લો. તેને સારી રીતે પાણીથી સાફ કરી લો. હવે 2 થી 3 ગ્લાસ પાણી લો અને તેને ઉકળવા માટે ગેસ પર રાખી દો. જ્યારે પાણી થોડુ ઉકળવા લાગે, એ પછી તેમાં લીમડાના પાંદડા નાખી દો. તમે લીમડાના પાંદડાના સ્થાને લીમડાના પાંદડાની પેસ્ટ બનાવીને પણ નાખી શકો છો. હવે લીમડાના પાંદડાને સારી રીતે ઉકળવા દો. હવે તમે તેમાં આદું અને કાળા મરી નાખી શકો છો. જ્યારે પાણી એક ગ્લાસ જેટલું રહી જાય, એ પછી ગેસને બંધ કરી દો. હવે એક સુતરાઉ કાપડ લો, ગ્લાસ પર રાખીને ગાળી લો. હવે આમાં લીંબુનો રસ અને મધ નાખીને ઉકાળાનું સેવન કરો.

લીમડાના ઉકાળાનું સેવન કઈ રીતે કરાય ? : તમે આ ઉકાળાનું સેવન દરરોજ ખાલી પેટે કરી શકો છો. આ ઉકાળાને પીધા પછી તમારે એક કલાક સુધી કાંઇપણ ખાવા – પીવાનું નથી. તમે આ ઉકાળાને સ્ટોર પણ કરી શકો છો, પરંતુ તેને સ્ટોર કરવાથી તેના ગુણો ઓછા થઈ જાય છે. તેથી જ લીમડાના ઉકાળાને હંમેશા ફ્રેશ બનાવીને જ સેવન કરવું જોઇએ.

માત્ર લીમડાનો ઉકાળો પીવાથી જ વજન ઘટી શકતું નથી. આ માટે તમારે વ્યાયામ પણ કરવું જરૂરી છે અને સાથે સારી ડાયટને પણ ફોલો કરવી જોઇએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment