કોરોના વાયરસની બીજી લહેરમાં ખુબ જ વિનાશ થયો. જો કે તાજેતરના સમયમાં કોવિડના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગયા અઠવાડિયા દરમિયાન તો દરરોજ 4 લાખથી પણ ઉપર કેસ આવી રહ્યા હતા પરંતુ અત્યારે સાડા ત્રણ લાખ કેસ આવી રહ્યા છે. લોકડાઉન થયા પછી ચેપના કેસો ઓછા આવી રહ્યા છે પરંતુ તેનું બીજું એક કારણ એ પણ છે કે લોકો આજે દેશી ઉપચાર પણ કરી રહ્યા છે. સાચે જ, આજે લોકો કોવિડથી બચવા માટે કેટલાક ઘરેલુ ઉપાય પણ કરી રહ્યા છે. અને આ ઘરેલુ ઉપાયો દ્વારા ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબુત થાય છે.
કદાચ તમે જાણતા જ હશો કે કોરોના વાયરસ એવા લોકોને વધારે નુકસાન નથી કરતો જે લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ ખુબ જ સારી હોય છે. આજે અમે તમને એક એવો દેશી ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારી ઇમ્યુનિટી સિસ્ટમને વધારશે. તમે કદાચ જાયફળનું નામ તો સંભાળ્યું જ હશે અને જો તમે કદાચ ન સાંભળ્યું હોય તો અમે તમને તેના વિશે જણાવીશું.જાયફળ એ ઇન્ડોનેશિયાનું ફળ છે, જે એક સદાબહારનું બીજ છે, જે મરિર્સ્ટિકા ફ્રેગ્રન્સ તરીકે ઓળખાય છે. આ વૃક્ષને હવે દક્ષિણ ભારતમાં પણ ઉગાડવામાં આવે છે. જાયફળ દ્વારા ઇમ્યુનિટીને વધારી શકાય છે. તો આવો જાણીએ જાયફળથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે.
ઇમ્યુનિટીને વધારવા માટે જાયફળનો ઉપયોગ : રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે તમારે એક કપ ગરમ દૂધ, અડધી ચમચી મધ, પીસેલી એલચી અને 2 ચપટી જેટલો જાયફળનો પાવડર ઉમેરીને પીવાનો છે. આ પીવાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ તો મજબુત થશે જ સાથે સાથે તમને રાત્રે સારી ઊંઘ પણ આવશે.અનિંદ્રાની સમસ્યા : જે પણ લોકોને રાત્રે નિંદર આવતી નથી અથવા તો જે પણ લોકોને અનિંદ્રાની સમસ્યા થઈ ગઈ છે તે લોકોએ એક નાની ચપટી જેટલું જાયફળનું સેવન કરવું જોઈએ. આવા લોકો માટે જાયફળ એ બેસ્ટ ઉપાય છે. પરંતુ આ લોકોએ દરરોજ થોડા લાંબા સમય સુધી જાયફળનું સેવન કરવું જોઈએ. તે લોકો ચાહે તો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધની અંદર થોડું જાયફળ નાખીને તેનું સેવન કરી શકે છે.
દુઃખાવો : સાંધાના દુઃખાવા માટે આ એક ઉત્તમ સ્ત્રોત છે. આ મિરિસ્ટીસીન, એલેમિસીન, યુજેનોલ અને સેફરોલ જેવા સાંધાના દુઃખાવા માટે ખુબ જ સારો ઉપાય છે. આ સિવાય જો તમને પેટમાં ગેસ થતો હોય તો તેના માટે પણ ખુબ જ ફાયદાકારક છે.કામ શક્તિ(શારીરિક સંબંધો) : જાયફળ પાચન એન્ઝાઈમોના સ્ત્રોતને પણ વધારે છે અને તેમાં ફાઈબર રહેલું હોય છે, જે મળ ત્યાગમાં સહાયક થાય છે. જાયફળના સેવનથી કામ શક્તિ(અંગત સંબંધો માણવાની શક્તિ) પણ સારી રહે છે. અને જાયફળને ખાવાથી libido અને potency બંને વધે છે.
દાંતના દુઃખાવો : જેને પણ દાંતમાં દુઃખાવો રહે છે તેના માટે જાયફળનું સેવન ખુબ જ ફાયદાકારક છે. ઉકાળામાં જાયફળ સાથે મધ મેળવીને પીવાથી ઉબકા જેવુ થવું, જઠરશોથ અને અપચા જેવી સમસ્યા દૂર થાય છે.બ્લડ શુગર : જાયફળ એન્ટિ-ફ્લેમેટરી સંયોજનોથી સમૃદ્ધ છે અને ઉંદર પર કરવામાં આવેલા એક અભ્યાસમાં બતાવવામાં આવ્યું છે કે, જાયફળનું વધુ સેવન કરવાથી લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રણમાં લાવી શકાય છે. તેમાં સાબિનીન, ટેરપીનોલ અને પીનિન હાજર હોય છે, જે આપણા શરીરમાં થવા વાળો ખુબ જ પહેલાનો સોજો, હૃદય રોગ, ડાયાબિટીસ અને ગાંઠ માંથી મુક્તિ અપાવવામાં પણ ફાયદાકારક છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી