ચોમાસામાં પાણી-પૂરી ખાવી શરીર માટે છે ખતરા સમાન, થઈ શકે છે નાની મોટી અનેક સમસ્યાઓ… જાણો પાણી-પૂરી ખાવાથી કેટલા રોગ થાય છે….

પાણીપુરીનું નામ સાંભળતા જ મહિલાઓના મોઢામાં પાણી આવી જાય છે. પણ જો તમે વારંવાર પાણીપુરી ખાવ છો તો તેનાથી નુકશાન પણ થઇ શકે છે. ખાસ કરીને આ ચોમાસાની ઋતુમાં પાણીપુરીનું સેવન નુકશાન કારક સાબિત થઇ શકે છે. તેનાથી તમને ઇન્ફેકશન થઇ શકે છે. સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓ પણ થઇ શકે છે. 

વરસાદની ઋતુ શરૂ થતાં જ, ઘણા પ્રકારની બીમારીઓનું જોખમ વધી જાય છે, જેમાંથી એક છે ટાઇફોઇડ. હાલમાં તેલંગાણામાં ટાઇફોઇડે કોહરામ મચાવ્યો છે અને તે માટે સ્વાસ્થ્ય વિભાગે ફેમસ સ્ટ્રીટ ફૂડ પાણીપુરીને જવાબદાર ગણાવી છે. મે માં તેલંગાણામાં ટાઇફોઇડના 2,700 કેસ સામે આવ્યા હતા. જૂન માં 2752 કેસ સામે આવ્યા.પબ્લિક હેલ્થ એક્સપર્ટ ટાઇફોઇડને ‘પાણિપુરી ડીસીઝ’ કહ્યું છે. એવામાં સરકાર ચોમાસા દરમિયાન લોકોને સ્ટ્રીટ ફૂડ ખાસ કરીને પાણીપુરીથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. એક્સપર્ટ એ પણ કહ્યું કે, પાણીપુરી વેચનાર દુકાનવાળાને સ્વચ્છતા સુનિશ્ચિત કરવી જોઈએ અને માત્ર સાફ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ. દૂષિત પાણી, ખાવાનું અને મચ્છર ઋતુગત બીમારીઓ જેમકે, મેલેરિયા, ડાયેરિયા અને વાઇરલ ફીવરના મુખ્ય કારણો છે. તેલંગાણામાં ડાયેરિયાના 6000 થી વધુ કેસ સામે આવ્યા છે અને ડેંગ્યૂના કેસમાં પણ તેજી જોવા મળી રહી છે.

ટાઇફોઇડના લક્ષણો:- ટાઇફોઇડ ફીવર એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે દૂષિત ખાવાનું અને પાણીથી સાલ્મોનેલા ટાઈફી બેક્ટેરિયાને કારણે થાય છે. શરૂઆતી સ્ટેજમાં ટાઇફોઇડના લક્ષણોમાં લાંબા સમય સુધી તાવ, પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ઝાડા અથવા કબજિયાત અને ભૂખ ઓછી લાગવી સમાવિષ્ટ છે. જો તેની સમયસર ટ્રીટમેંટ કરવામાં ન આવે તો તેના લક્ષણો બગડી શકે હે અને તેનાથી તમને ઉલ્ટીમાં લોહી, અંદરથી બ્લીડિંગ આબે સ્કીન પીળી પાડવાની સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે.ચોમાસામાં થતી બીમારીઓ:- ભારતમાં હજુ ચોમાસાની શરૂઆત થઈ જ છે. એ દરમિયાન ગંદા પાણી અને ભોજનને કારણે, ટાઇફોઇડ અને પીલીયા જેવા બેક્ટેરિયલ ઇન્ફેક્શનનો સામનો કરવો પડી શકે છે. તેમજ આ ઋતુમાં મચ્છરોથી જોડાયેલ બીમારીઓ પણ ફેલાય છે જેનાથી તમને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ પણ થઈ શકે છે. તો જાણો કઈ રીતે કરવો આ બીમારીથી પોતાનો બચાવ. 

આ વાતોનુ રાખવું ખાસ ધ્યાન:- 

1) પર્સનલ હાઇજિનનું ખાસ ધ્યાન રાખવું:-આ ઋતુમાં જરૂરી છે કે તમે તમારી હાઇજિનનું ખાસ ધ્યાન રાખો. એવામાં જમ્યા પહેલા અને વોશરૂમ પછી હાથને સરખી રીતે ધોવા જોઈએ. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું કે, બહારથી આવ્યા પછી હાથને સરખી રીતે ધોવા જોઈએ. ઉધરસ કે છીંક ખાટી વખતે મોં ઢાંકવું જોઈએ.

2) સાફ પાણી પીવું:- ધ્યાન રહે કે પીવા માટે માત્ર સાફ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ અથવા તો પાણી પીતા  પહેલા તેને સરખી રીતે ઉકાળી લેવું જોઈએ. ક્યારેય પણ ખુલ્લુ પાણી ન પીવું જોઈએ પ્રયત્ન કરવો કે હંમેશા પેક્ડ બોટલ માંથી જ પાણી પીવું. ગંદુ પાણી પીવાને કારણે તમને આ ઋતુમાં તરત જ ડાયેરિયા થઈ શકે છે. 3) સ્ટ્રીટ ફૂડ અવોઈડ કરવું:-ચોમાસામાં વધારે લોકોનું મન પાણીપુરી, સમોસાં જેવા સ્ટ્રીટ ફૂડ ખાવાનું થાય છે. પરંતુ પ્રયત્ન કરવો કે, આ દરમિયાન બહારનું કોઈ પણ સ્ટ્રીટ ફૂડ ન ખાવું. 

4) મચ્છરોથી દૂર રહેવા માટે કરો આ કામ:- જો તમે ચાહતા હોય કે, તમારા ઘરમાં મચ્છર ન આવે તો, તે માટે બધા જ દરવાજા અને બારી બંધ કરીને રાખવા. રાત્રે સૂતા પહેલા મચ્છર ભગાડનારી ક્રીમ લગાડીને સૂવું. સુનિશ્ચિત કરવું કે તમારા ઘરમાં ક્યાય પણ પાણી ન જમા થતું હોય.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment