ત્વચા, તૂટતાં-ખરતા વાળ અને ખોડો અટકાવી હાડકાના દુખાવા કે સોજામાં ખુબજ અસરકારક છે આ બીજ… જાણીલો ઉપયોગની રીત

જો કે તમે કોથમીરના ફાયદાઓ વિશે તો ઘણું જાણતા જ હશો. સામાન્ય રીતે તો કોથમીરનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તેમજ કોથમીરના પાન ખાવા એ પણ શરીર માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. પણ કોથમીરના બીજ પણ એટલા જ ગુણકારી છે. કોથમીરના બીજ એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે. તે તમારી તંદુરસ્તી જાળવી રાખે છે.

પરંતુ શું તમે જાણો છો કે, કોથમીરના બીજ તમારી ત્વચા અને વાળ માટે ખુબ જ ફાયદાકારક છે. ગોલ્ડન રંગના દેખાતા કોથમીરના બીજ તમારી ત્વચા સંબંધી સમસ્યા જેવી કે ખંજવાળ, કરચલીઓ, સહિત ઘણી સમસ્યાઓને દુર કરી શકે છે. કોથમીરના બીજને આખા ધાણા પણ કહે છે. તેમજ તે તમારા વાળને પોષણ આપીને ખરતા રોકે છે. જો તમને પણ ત્વચા અથવા વાળ સંબંધી કોઈ સમસ્યા છે તો તમે કોથમીરના બીજનો ઉપયોગ કરી શકો છો.ત્વચા માટે ફાયદાકારક છે કોથમીરના બીજ : કોથમીરના બીજ તમારી ત્વચાની સુંદરતા જાળવી રાખે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ, વિટામીન, મિનરલ્સની સાથે એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ પણ રહેલા છે. જે ત્વચા પર પડતા ફોલ્લાઓ, ચામડી લાલ થવી, વગેરે જેવી સમસ્યા દૂર કરે છે. એટલું જ નહિ કોથમીરના બીજમાં બીટા કેરોટીન અને ફોલેટની માત્રામાં હોય છે, જે તમને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે. તે ખીલની સમસ્યાને પણ ઓછી કરે છે.

ખરતા વાળની સમસ્યા : કોથમીરના બીજનો ઉપયોગ વાળના વિકાસ માટે પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમે ટાલ પડવાની સમસ્યા અને ખરતા વાળની સમસ્યાથી રાહત મેળવી શકો છો. ખરતા વાળ અટકાવવા માટે તમે કોથમીરના બીજનો પાવડર બનાવી લો. આ લેપને વાળમાં લગાવવાથી ખરતા વાળની સમસ્યા દૂર થઈ જાય છે. કોથમીરના બીજમાં વિટામિન એ, વિટામિન સી, અને વિટામિન કે મળે છે, જે વાળને મજબુત બનાવે છે.ખીલની સમસ્યા : ખીલની સમસ્યાથી છુટકારો મેળવવામાં કોથમીરના બીજ ખુબ જ મદદગાર સાબિત થાય છે. તેમાં મળતા એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપટીન તમારી ત્વચા માટે ખુબ જ સારા છે. તે ખીલની સમસ્યાને સરળતાથી સમાપ્ત કરી દે છે. તેમાં એન્ટી ફંગલ અને એન્ટી માઇક્રોબિયલ ગુણ પણ હોય છે જે બ્લેકહેડ્સ અને પીમ્પલ્સથી પણ છુટકારો આપે છે.

માથામાં આવતી ખંજવાળ અને ખોડો : માથામાં આવતી ખંજવાળ અને ખોડાની સમસ્યા દુર કરવા માટે પણ કોથમીરના બીજ ગુણકારી છે. જો કે આ માટે કોથમીરનો પાવડર અને તેનું જ્યુસને પણ માથામાં લગાવવાથી સકારાત્મક પરિણામ મળે છે. આ માટે કોથમીરના બીજને પીસીને તેની પેસ્ટ બનાવી લો અને માથામાં લગાવો, તેનાથી ખોડો અને ખંજવાળ જેવી સમસ્યા તરત જ દૂર થઈ જશે.સોજાને ઓછો કરવા માટે : તમારા શરીરમાં થતા કોઈ પણ પ્રકારના સોજાથી રાહત મેળવવા માટે તમે કોથમીરના બીજનું સેવન કરી શકો છો. આ બીજ સાંધામાં થતા દુઃખાવાને દુર કરવાની સાથે થાઈરોઈડ જેવી સમસ્યાથી પણ આરામ અપાવે છે. જો તમે પણ કોઈ પણ પ્રકારના સોજાથી પરેશાન છો તો તેના માટે તમે કોથમીરના બીજનું સેવન કરો.

કેવી રીતે કરવો જોઈએ કોથમીરના બીજનો ઉપયોગ : ત્વચાને સુંદર બનાવવા માટે તમે કોથમીરના બીજનું સ્ક્રબ બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ સિવાય વિટામિન પણ હોય છે, જે ત્વચાને પ્રાકૃતિક રૂપે નિખાર આપે છે.

આ સિવાય તમે કોથમીરના બીજને પોતાના આહારમાં પણ સામેલ કરી શકો છો. તમે ઈચ્છો તો કોથમીરના બીજને પાણીમાં પલાળીને પણ સેવન કરી શકો છો.જો તમે આ બીજનો ઉપયોગ વાળ માટે કરો છો તો તેના માટે તમે પહેલા આ બીજને પીસીને તેને તેલમાં મિક્સ કરો અને પછી વાળમાં તેનાથી મસાજ કરો. તેનાથી ખરતા વાળ અટકી જશે.

જો તમે આ બીજનો ઉપયોગ બ્લેકહેડ્સ અને ખીલની સમસ્યા દુર કરવા માટે કરો છો તો તેના માટે તમે પહેલા બીજને પીસીને તેમાં હળદર અને મધ મિક્સ કરી લો, અને આ લેપને ચહેરા પર લગાવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment