સામાન્ય દેખાતું આ ઘાસ, થાક, વજન, નબળાઈ, દુખાવા અને પેટના રોગોમાં છે રામબાણ ઈલાજ… જાણો ઉપયોગની રીત…

આપણા શરીરમાં થતી અનેક સમસ્યાઓને દૂર કરવા માટે આપણે અનેક પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરતા હોઈએ છીએ. પરંતુ આપણને યોગ્ય ઉપચાર વિશે સંપૂર્ણ માહિતી હોતી નથી. અમુક પ્રકારની બીમારીઓને આપણે ઘરે રહીને જ ઠીક કરી શકીએ છીએ. જયારે ઝાડા થાય છે ત્યારે પાણી વાળો મળ વધારે આવે છે અને તેની સાથે પેટમાં કળતર, દુખાવો, સોજો, જીવ ગભરાવવો, ઉલટી, તાવ, મળમાં લોહી આવવા જેવા લક્ષણોનો અહેસાસ થાય છે. તમે કેટલાક ઘરેલુ નુસખા દ્વારા ઝાડામાં આરામ મેળવી શકો છો તેના માટે ચંગેરીનું ઘાસ એક ઉત્તમ ઉપાય છે.

ઝાડા એટલે કે ડાયરિયા એક સામાન્ય બીમારી છે. જે ખરાબ ખાન પાન થી થાય છે. મોટાભાગે લોકો તેને હળવાશમાં લે છે પરંતુ તમને જણાવીએ કે આ રોગ શરીરમાંથી પાણીની કમી, ઉલટી, દુખાવો, વજન ઘટાડવું, કમજોરી અને થાક જેવા ગંભીર લક્ષણોને જન્મ આપી શકે છે અને કેટલાક કિસ્સામાં આ રોગ મૃત્યુનું કારણ પણ બની શકે છે. સામાન્ય રીતે ઝાડા ની સમસ્યા કેટલાક દિવસો સુધી રહે છે. પરંતુ જો આ અઠવાડિયા થી વધારે રહે તો આ પેટનો ગંભીર રોગ ઈરીબલ બાઉલ સિન્ડ્રોમ સીલીએક રોગ એટલે કે ઇમ્ફ્લેમેટરી બાઉલ ડીસીસ નો સંકેત હોઈ શકે છે.ઝાડા ના લક્ષણો કયા છે?:- ઝાડા થવા પર તમને પાણી વાળો મળ આવવો, તેની સાથે પેટમાં કળતર કે દુખાવો, સોજો, જીવ ગભરાવો, ઉલટી, તાવ, મળ માં લોહી આવવા જેવા લક્ષણોનો અહેસાસ થાય છે.

ઝાડા નો શું ઈલાજ છે?:- જો તમને ડાયરિયા વગર કોઈ સુધારાએ બે દિવસથી વધુ સમય સુધી રહે, તમે ડીહાઇડ્રેશન મહેસૂસ કરી રહ્યા હોય, પેટ કે પિત્તાશયમાં અત્યંત દુખાવો થતો હોય,મળ કાળો કે લોહિયાળ હોય કે પછી તમને 102 ફેરનહીટથી વધુ તાવ હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો. જો કે તમે કેટલાક ઘરેલુ નુસખા અપનાવીને ઝાડામાં આરામ મેળવી શકો છો. તેના માટે ચંગેરીનું ઘાસ ખૂબ જ અસરકારક છે.ચંગેરી શું છે ?:- ચંગેરી એક નાના નાના પાંદડા વાળું ઘાસ છે જેને અંગ્રેજીમાં Oxalis corniculata કહેવાય છે. આની પર પીળા રંગના ફૂલ આવે છે. અને તેનું ફળ ખાટું હોય છે આ ઘાસ તમને તમારી આસપાસ જ કોઈ બગીચા કે મેદાનમાં નજર આવી શકે છે. બાળકો આને ખાવાનું પસંદ કરે છે આ ઘાસ ઝાડાના ઈલાજમાં મદદરૂપ થાય છે.

1) પાચનતંત્ર મજબૂત બનાવે:- આયુર્વેદ ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ચંગેરી ઘાસમાં દીપાના ગ્રાહી ગુણ હોય છે તેનો મતલબ એ છે કે  આ ઘાસમાં પાચનમાં સુધારો કરવાના અને ભોજનને અવશોષિત કરવાના ગુણ હોય છે. આ જ કારણ છે કે આના સેવનથી પાચનતંત્રને મજબૂતી અને સ્વસ્થ બનવામાં મદદ મળે છે.

2) પચવામાં સરળ:- આ લીલા ઘાસમાં લઘુ અને રુક્ષ જેવા ગુણ પણ હોય છે. તેનો મતલબ એ છે કે આ પચાવવું સરળ છે. ડોક્ટરના પ્રમાણે આનું સેવન કરવાથી પાચન ક્રિયા તંદુરસ્ત બને છે.

3) ડાયરિયા નો શ્રેષ્ઠ ઉપચાર:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ચંગેરી ઘાસમાં અનેક પ્રકારના એવા ગુણ હોય છે જે ડાયરિયા અને આઈબીએસ જેવા પેટના રોગોને ઠીક કરવાની ક્ષમતા રાખે છે. જો તમે ડાયરિયા જેવી સમસ્યાથી પરેશાન હોવ તો તમારે આનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.

4) કેવી રીતે કરવો ચંગેરી ઘાસ નો ઉપયોગ:- તેના માટે તમારે બે કપ છાશ, થોડાક ચંગેરીના પાન,એક ચપટી સંચળ, એક ચપટી હળદર,એક ચતુર્થાંશ સરસવના બીજ, એક ચમચી તેલ લો. તેલ ગરમ કરીને સરસવના બીજ ને શેકી લો. તેમાં આ બધી વસ્તુઓ નાખી દો ત્યારબાદ છાસ નાખીને ઉકાળી દો અને તેને ગરમ ગરમ પીવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment