મિત્રો નિંદર એ આપણા જીવનનો મહત્વનો ભાગ છે. જો તમે પુરતી નિંદર નહિ કરો તો તમારું શરીર થાકનો અનુભવ કરે છે. આથી દરેક લોકોએ ઓછામાં ઓછો 7 કલાકની નિંદર તો કરવી જોઈએ. નિંદર બરાબર ન થવાથી શરીરમાં બીજા અનેક રોગો પ્રવેશ કરી શકે છે. ઘણી વખત આપણે અજાણાતા જ કોઈ એવી ભૂલ કરી બેસીએ છીએ જેને કારણે આપણે હેરાન થવું પડે છે.
શરીર અને મગજની તંદુરસ્તી માટે સ્લીપિંગ પેટર્ન સારી હોવી ખુબ જ જરૂરી છે. ખરાબ નિંદરને કારણે લોકો ડિપ્રેશન, બેચેની અને સ્થૂળતાના શિકાર થઈ રહ્યા છે. માટે જ એક હાલની સ્ટડીમાં રાતના સમયે લોકોની નિંદર ખરાબ થવાના કારણ જાણવામાં આવ્યા છે, જેમાં સ્ટ્રેસ, પૈસાની ચિંતા અને રૂમ ટેમ્પરેચરનું સરખું ન હોવું જેવી ઘણી પ્રમુખ વાતો સમાવિષ્ટ છે.
2000 લોકો પર કરવામાં આવેલ સ્ટડી મુજબ, લગભગ 38 ટકા લોકો અનકમ્ફર્ટેબલ મૈટ્રેસ (પથારી)ના કારણે પૂરતી ઊંઘ લઈ શકતા નથી. જ્યારે 36 ટકા લોકોની ઊંઘ તેમના પાર્ટનરના નસકોરાએ ઉડાડેલી છે. સામાન્ય રીતે ટ્રાફિકના ઘોંઘાટ, બારી માંથી આવતો પ્રકાશ અને કૈફીનેટેડ ડ્રિંક પીવા જેવી કેટલીક ટેવ પણ માણસની ઊંઘ ઉડાડવા માટે જવાબદાર હોય છે.
તે સિવાય ફોનના પ્રકાશથી પણ સ્લીપિંગ પેટર્ન ખરાબ થઈ શકે છે. સૂતા પહેલા ફોન પર સોશિયલ મીડિયા ચલાવનાર (14%), ગેમ રમવાવાળા (12%) અને વાંચવાવાળા (13%) લોકોની ઊંઘ પર તેની ખોટી અસર જોવા મળી છે. સરેરાશ વયસ્કોએ જણાવ્યું છે કે, આ ખરાબ આદતની ભરપાઈ માટે તેમણે દરરોજ રાત્રે લગભગ 4 કલાકની વધારાની ઊંઘની જરૂરિયાત હોય છે.
‘સિપ અનલિમિટેડ’ ના ક્લિનિકલ ડાયરેક્ટર અને ‘ટીચિંગ ધ વર્લ્ડ ટુ સ્લીપ’ ના લેખક ડો. ડેવિડ લી એ જણાવ્યું છે કે, આપણે મહામારીની અસર તરીકે લોકોના રૂટિન ટાઈમમાં ઘણા ફેરફાર જોયા છે, માટે તેમાં કોઈ અચંબાની વાત નથી કે, ઘણા લોકો એક બેડટાઈમ રૂટિનને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
એક્સપર્ટનું કહેવું છે કે, ઓછી ઊંઘથી પરેશાન થઈ રહેલા લોકોએ તેમનો બેડરૂમ ફરીથી વ્યવસ્થિત કરવાની જરૂરિયાત છે. ઓફિસ માટે તૈયાર થવા, વાંચવા કે ઇલેક્ટ્રિકલ ડિવાઈસના ઉપયોગ માટે ઘરમાં કોઈ બીજી જગ્યા ગોતો. તેનાથી થોડા સમય પછી તમને સમજાઈ જશે કે, બેડરૂમ સ્પેસ માત્ર સુવા માટે છે અને ત્યાં એન્ટ્રી લીધા પછી તમે માત્ર તે કામ જ કરશો.
તેમાં કોઈ પણ અચંબાની વાત નથી કે, આપણી પથારી કે તકિયો પણ નિંદરની ક્વોલિટી પર ખરાબ અસર કરે છે. સાથે જ ઘરનું કે ઘરની આસપાસનું ભાવાત્મક વાતાવરણ પણ તેને અસર કરે છે. માટે સુનિશ્ચિત કરો કે, સારી નિંદર લેવા માટે તમારી પાસે આરામદાયક પલંગ અને સારું રૂટિન જરૂરથી હોય.
રાત્રે બેચેનીના કારણો : આ સ્ટડીમાં તે બધા જ કારણો પર નજર કરવામાં આવી જે રાત્રે આપણી ઊંઘ ખરાબ કરવા માટે જવાબદાર છે. તેમાં તણાવ, ટેમ્પરેચર, આરામદાયક પથારી કે તકિયો, પૈસાની ચિંતા, ખુબ વધારે પ્રકાશ, ટ્રાફિકનો ઘોંઘાટ, કૈફીનેટેડ ડ્રિંક સહિત વર્કપ્લેસની ચિંતા, આલ્કોહોલનું સેવન, મોબાઈલનો ઉપયોગ જેવી વાતો સમાવિષ્ટ છે.
જો કે, પાંચ માંથી એક માણસે જણાવ્યું કે, માર્ચ 2020 માં તેમની સ્લીપિંગ ક્વોલિટીમાં સુધાર આવ્યો છે. તેમાંથી લગભગ 28 ટકા લોકોએ જણાવ્યું છે કે, હવે તેઓ સાંજના સમયે આરામ માટે વધુ સમય કાઢી રહ્યા છે. આમ આપણી નિંદર એ આપણા સ્વાસ્થ્ય પર વધુ અસર કરે છે. નિંદર એ શરીરને તંદુરસ્ત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આથી નિંદર સમયે તમારે બીજી કોઈ આડી અવળી વાતો કે કામ પર વિચાર ન કરતા ધીરે ધીરે નિંદરમાં સરકી જાવું જોઈએ. જો તમારી પાથરી વ્યવસ્થિત નથી તો તમારે પહેલા તો એ વ્યવસ્થિત કરવો જોઈએ. તેમજ સુવાનો એક નિશ્ચિત સમય નક્કી કરવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી