નવરાત્રીમાં ગરબા રમવા માટે સુરતના વિદ્યાર્થીઓએ કર્યો જુગાડ, બનાવી આ ખાસ વસ્તુ.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે કોરોના વાયરસને ધ્યાનમાં લઈને નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં નહિ આવે. પરંતુ સુરતમાં ડિઝાઈનિંગના વિદ્યાથીઓએ ગરબા રમવા માટે એક અનોખો જ તરીકો શોધી કાઢ્યો છે. એ તરીકો કંઈક એવો છે કે, જેને જોઇને તમને પણ આશ્વર્ય થશે. તો ચાલો જોઈએ સુરના વિદ્યાર્થીઓ કેવો કર્યો જુગાડ. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મિત્રો નવરાત્રીનું પહેલા ગુજરાતમાં મહત્વ હતું પરંતુ હવે આખા વિશ્વમાં નવરાત્રીનું કંઈક આગવું મહત્વ છે. પરંતુ તેમ છતાં ગુજરાતમાં નવરાત્રી પર કંઈક અલગ જ ક્રેઝ જોવા મળતો હોય છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે ભલે સાર્વજનિક રીતે દાંડિયા અને ગરબા પર બૈન હોય, પરંતુ ગરબાના શોખીનો રમવા માટે નવા નવા રસ્તા શોધી રહ્યા છે. સુરતમાં ફેશન ડિઝાઈનિંગના અમુક વિદ્યાર્થીઓ એક એવો જ ઉપાય શોધી કાઢ્યો છે. ગુરુવારના રોજ અમુક વિદ્યાર્થીઓએ PPE કિટ્સ માંથી બનેલા સ્પોર્ટિંગ હેન્ડ-પેન્ટેડ કોસ્ટ્યુંમમાં ગરબા રમ્યા. તમને જણાવી દઈએ કે, શારદીય નવરાત્રી 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી રહેશે.

આ અનોખા ગરબાનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે. PPE કિટ્સમાંથી બનેલા સ્પોર્ટિંગ હેન્ડ-પેન્ટેડ કોસ્ટ્યુંમને ફેશન ડિઝાઈનિંગના વિદ્યાર્થીઓએ ખુદ તૈયાર કર્યા છે, તેનાથી લોકો ગરબા રમી શકે અને કોરોના સંક્રમણથી પણ બચી શકે.

ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે, આ વર્ષે રાજ્યના કોઈ પણ ખૂણામાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં નહિ આવે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની ઘોષણા કરી હતી. રૂપાણીએ કહ્યું હતું કે દરેક વખતની જેમ આ વર્ષે પણ 17 થી 25 ઓક્ટોબર સુધી રાજ્યકક્ષાનું નવરાત્રી મહોત્સવનું આયોજન થવાનું હતું, પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે એ આયોજનને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકાર તરફથી જારી ફેસલામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આ વર્ષે રાજ્યમાં નવરાત્રીનું આયોજન કરવામાં નહિ આવે. સરકારના આ નિર્ણય બાદ રાજ્યના મોટા ગરબા આયોજકોએ પણ આ વર્ષે ગરબા આયોજનથી ઇનકાર કરી દીધો છે. જો કે આ દરમિયાન લોકોને મોં પર માસ્ક લગાવવા સાથે સોશિયલ ડિસ્ટન્સનો પૂરો ખ્યાલ રાખવો પડશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment