જાણો કોઈ પણ દવા કે નુસ્ખા વગર ડાયાબિટીસ કાબુ કરવાનો 100% ઈલાજ, જીવો ત્યાં સુધી નહિ લેવી પડે એક પણ દવાની ટીકડી…

ડાયાબિટીસ જીવન શૈલીથી જોડાયેલી બીમારીઓમાં મુખ્ય છે. શુગર કે ડાયાબિટીસના દર્દી દુનિયામાં ઝડપથી વધી રહ્યા છે. ન માત્ર વૃદ્ધો પરંતુ બાળકો પણ હવે તેના સંસર્ગમાં આવવા લાગ્યા છે. ડાયાબિટીસ શરીરમાં ઇન્સ્યુલિન ને પૂરી રીતે ન બનાવવાના કારણે કે શરીર દ્વારા ઉપયોગ ન કરી શકવાના કારણે થાય છે. આના કારણે કિડની સ્ટ્રોક કે હૃદય સંબંધી બીમારીઓ પણ થઈ શકે છે.

ડાયાબિટીસ ના ઈલાજ ને લઈને લોકોમાં અનેક પ્રકારના ભ્રમ પ્રચલિત છે. કેટલાક લોકો માને છે કે ડાયાબિટીસને પૂરી રીતે ક્યારેય પણ ઠીક નથી કરી શકાતું, જ્યારે કેટલાક લોકો માને છે કે દવાઓ અને પરેજીથી ડાયાબિટીસને ઠીક કરી શકાય છે. આજે આપણે આ લેખમાં જોઈશું કે શું ડાયાબિટીસને વગર દવાએ ઠીક કરી શકાય છે?

ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ડાયાબિટીસને ખૂબ જ અલગ અલગ ફેક્ટર્સ પ્રભાવિત કરે છે. આ તમારી લાઇફ સ્ટાઇલ, બ્લડ શુગર લેવલ અને ઉંમર વગેરેથી પ્રભાવિત થઈ શકે છે. ઘણા બધા લોકો અલગ અલગ જાહેરાત કે પોસ્ટર જોવે છે જેમાં ડાયાબિટીસને થોડાક જ દિવસોમાં ઠીક કરવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ શું તે સાચું છે તે જાણવું સૌના માટે જરૂરી છે.ડાયાબિટીસ સમય સાથે વધે છે:- ડાયાબિટીસ સમયની સાથે વધતું જાય છે. તેને નિયંત્રિત કરવામાં ઘણી સમસ્યા થઈ શકે છે. તમે એ આશા ન કરી શકો કે આ તમને વગર દવાએ ઠીક કરી શકે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે એકવાર જો તમને ડાયાબિટીસ થઈ જાય છે તો પછી ભલે એ પહેલાં સ્ટેજ પર જ કેમ ન હોય, અને તમે લાઈફ સ્ટાઈલના વિશે ધ્યાન ન આપતા હોવ તો ઠીક નહીં થાય પરંતુ વધારે વધતું જશે.

જીવન શૈલીમાં બદલાવ ખૂબ જ મહત્વપૂર્ણ:- આપણે સૌને ખબર છે કે આપણી આજની લાઈફ સ્ટાઈલ કેટલી ખરાબ છે. ખરાબ જીવનશૈલી આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યને અસર કરે છે અને આ બીમારીઓને આમંત્રણ આપે છે. આપણે તો પણ બદલાવની કોશિશ નથી કરતા. જોકે યોગ્ય લાઇફ સ્ટાઇલ બદલાવના કારણે તમે આ બીમારીના લક્ષણોને ઘટાડી શકો છો. જો પેરેન્ટ્સને ડાયાબિટીસ જેવી બીમારી ન હોય તો ખૂબ જ ઓછી સંભાવના હોય છે ડાયાબિટીસ નો શિકાર થવાની.લાઈફ સ્ટાઇલમાં બદલાવ વગર ડાયાબિટીસ ઠીક નથી થઈ શકતું:- જો તમે એક ઓવર વેટ વ્યક્તિ છો અને તમે ડાયાબિટીસના પહેલા સ્ટેજમાં છો તો તમે આ વસ્તુઓથી લાભ મેળવી શકો છો અને હકીકતમાં તમને ડાયાબિટીસ ઠીક થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓમાં લાઈફ સ્ટાઈલ ના અલગ અલગ પેટર્ન જોવા મળે છે. જે લોકો કેલરીથી ભરપૂર ડાયટનું સેવન કરે છે, હાઈ રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટનું સેવન કરે છે તેમનું બ્લડ શુગર લેવલમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધતું જાય છે. તેનાથી વ્યક્તિના પેટની આસપાસ ચરબી જામવા લાગે છે. તેનાથી ઇન્સ્યુલિન લેવલ વધે છે અને વજન પણ વધવા લાગે છે.

ડાયાબિટીસના દર્દીઓમાં વજન વધવાનું કયું કારણ હોય છે:- જ્યારે શરીર ઇન્સ્યુલિન પ્રતિરોધી બની જાય છે તો તે સમયે બ્લડ શુગર લેવલ વધવા લાગે છે. ત્યારે આવી સ્થિતિમાં સ્વાદુપિંડ પર વધારે પ્રેશર પડવા લાગે છે. આવી સ્થિતિમાં તેમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું વધારે દબાણ બની જાય છે. તેનાથી વ્યક્તિને ખૂબ જ આળસનો અહેસાસ થાય છે અને ભૂખ પણ વધારે લાગે છે. તેનાથી વ્યક્તિ ઓવરઈટીંગ કરવા લાગે છે અને આળસના કારણે વજન પણ વધતું જાય છે. સાથે જ સ્વાદુપિંડના બીટા સેલ્સ ડેમેજ થવા લાગે છે. જેના કારણે તેનું શરીર ઇન્સ્યુલિન ઉત્પન્ન નથી કરી શકતું. તેનાથી બ્લડ શુગર લેવલ પણ વધવા લાગે છે અને આ ડાયાબિટીસનું સૌથી મુખ્ય લક્ષણ હોય છે.

દવાઓ ખાવાથી ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ઘણી મદદ મળે છે તેથી તેવી આશાએ દવાઓ ખાવાની બંધ ન કરી દેવી જોઈએ કે ડાયાબિટીસ પોતાની જાતે જ ઠીક થઈ જશે અને તમારો ઈલાજ ત્યાં સુધી ચાલુ રાખવો જોઈએ જ્યાં સુધી ડોક્ટર તેને રોકવાની મંજૂરી ન આપે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment