રાત્રે સુતા પહેલા ગાયના ઘી માં આ ટુકડો નાખી જગવી લો.. જાણી લો શું થશે તેની અસર.. વિજ્ઞાન પણ માની ગયું આ રહસ્ય

પૂજાપાઠ માં જરૂરી સામગ્રી માંથી એક કપૂર પણ છે. બધા જ પ્રકારની પૂજામાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ આપણે ત્યાં કપૂરને ખુબ જ પવિત્ર ગણવામાં આવ્યું છે. આ સિવાય પૂજાપાઠ માં ઉપયોગમાં લેવાતી હવન સામગ્રીમાં કપૂરને વિશેષ સ્થા આપવામાં આવ્યું છે. આથી જ કપૂર વિના કોઈ ધાર્મિક કાર્ય પૂરું નથી થતું. આ સિવાય તમને જણાવી દઈએ કે ધાર્મિક મહત્વની સાથે કપૂર સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ ખુબ ફાયદાકારક છે. વાસ્તુ તેમજ જ્યોતિષશાસ્ત્ર માં પણ કપૂરનું મહત્વ અને ઉપયોગ વિશે કહેવામાં આવ્યું છે. અમે તમને જણાવી દઈએ કે કપૂર કઈ રીતે તમને સંકટ માટે મુક્તિ આપે છે અને કેવી રીતે તમે પોતાના ગ્રહ અને ઘરને બાધા થી મુક્ત કરી શકો છો. 

શું છે કપૂર?

કપૂર મીણ ની જેમ દેખાતું એક ઉડનશીલ વાનસ્પતીક દ્રવ્ય હોય છે. જેને સામાન્ય રીતે આરતી દરમિયન ઉપયોગમાં લેવામાં આવે છે. તેની સુગંધ ખુબ જ સારી હોય છે. તેમાંથી એક વિશેષ પ્રકારની ગંધ આવે છે જે આખા વાતાવરણ ને તાજગીનો અનુભવ કરાવે છે. તેની સુગંધથી મન અને મગજ બંનેને શાંતિ મળે છે. કપૂરને સંસ્કૃત માં કર્પૂર, ફારસીમાં કાફૂર, અને અંગ્રેજીમાં કેફર  ના નામથી ઓળખવામાં આવે છે. 

પુણ્ય માટે ઉપયોગી છે : પૂજા માટે કપૂર બાળવા ની પ્રક્રિયા આજકાલથી નહિ પણ પ્રાચીન સમયથી ચાલો આવે છે. શાસ્ત્રો અનુસાર દેવી-દેવતાઓ ની સામે કપૂર બાળવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આથી દરરોજ સવાર અંને સાંજે ભગવાનની પ્રાર્થના કરતી વખતે કપૂર જરૂર કરવું જોઈએ.

ઘરમાં શાંતિ બની રહે છે : ધાર્મિક માન્યતા અનુસાર રાત્રે સૂતા પહેલા કોઈ પીતળ ના વાસણમાં કપૂર લઈને તેને ગાયના શુદ્ધ ઘીમાં પલાળીને કરવાથી ઘરના બધા જ ક્લેશ નાશ પામે છે. અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. 

પિતૃદોષ દુર થાય છે 

ઘણી વખત ઘણા લોકો એવું કહેતા હોય છે કે તેને પિતૃદોષ અથવા સર્પદોષ છે. વાસ્તવમાં તે રાહુ અને કેતુ નો પ્રભાવ હોય છે. એવામાં કપૂર તેમના માટે લાભદાયી છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કપૂર કરવાથી દેવદોષ અને પિતૃદોષ સમાપ્ત થાય છે. દરરોજ ત્રણ વખત સવાર, સાંજ, અને રાતના સમયે ઘીમાં કપૂર કરવાથી પિતૃદોષ દુર થાય છે. 

દામ્પત્ય જીવન સુખમય બને છે : જો પતિ અને પત્ની વચ્ચે તનાવ રહે છે અને ઝગડો થતો રહે છે તો આ ઉપાય ખુબ જ અસરકારક છે. પત્નીએ રાત્રે સૂતા પહેલા થોડો કપૂત પતિના ઓશિકા નીચે મૂકી દેવો અને સવારે કાઈપણ કહ્યા વિના તેને બાળી નાખો. આ ઉપાય કરવાથી પતિ અને પત્ની વચ્ચે શાંતિ બની રહેશે. 

દુર્ઘટના થી બચાવે છે : કોઈ અકસ્માત અથવા દુર્ઘટના ના કારણ રાહુ, કેતુ અને શનિ હોય છે. તેનાથી બચવા માટે રાત્રે હનુમાન ચાલીસા નો પાઠ કર્યા પછી કપૂર કરો. જો કે જે ઘરમાં સવાર સાંજ કપૂર કરવામાં આવે છે તે ઘરમાં કોઈ દુર્ઘટના નથી બનતી. 

કપૂર પાછળ રહેલું છે વૈજ્ઞાનિક કારણ 

કપૂર વિશે વૈજ્ઞાનિક શોધ પણ થયેલી છે. તેના પરથી કહેવામાં આવે છે કે તેની સુગંધ થી જીવાણું, વિષાણુઓ  વગેરે જેવા બીમારી ફેલાવતા જીવ નાશ પામે છે. તે વાતાવરણ ને શુદ્ધ કરે છે, જેનાથી બીમારી થવાનો ખતરો ઓછો રહે છે. વિજ્ઞાન અનુસાર પૂજા અથવા હવન કરતી વખતે કપૂર કરવાથી તેમાંથી નીકળતો ધુમાડો આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા ને નાશ કરે છે. 

નકારાત્મક ઉર્જા દુર થાય છે : રવિવાર ના દિવસે ઉપલે પર કપૂર અને ગોળ રાખીને તેના પર થોડું ઘી નાખીને જલાવો. આ ઉપાય થી તમારા ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા દુર થઈ જાય છે. આ સિવાય ઘરના શૌચાલય અને બાથરૂમ માં કપૂર ની 2-2 ટીકડી રાખો. આમ કરવાથી ઘરની ખરાબ ઉર્જા સમાપ્ત થાય છે. 

વાસ્તુદોષ નથી થતો : જો ઘરમાં કોઈ સ્થાન પર વાસ્તુદોષ થઈ રહ્યો છે તો ત્યાં કપૂર ની 2 ટીકડી મૂકી દો. જયારે આ 2 ટીકડી ઓગળી જાય એટલે ત્યાં ફરી 2 ટીકડી મૂકી. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુદોષ નિર્મિત નહિ થાય. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

2 thoughts on “રાત્રે સુતા પહેલા ગાયના ઘી માં આ ટુકડો નાખી જગવી લો.. જાણી લો શું થશે તેની અસર.. વિજ્ઞાન પણ માની ગયું આ રહસ્ય”

Leave a Comment