આ રાજ્યમાં બેરોજગાર હોય એવા 12 પાસ યુવાનોને મળશે દર મહિને 1 હજાર રૂપિયા, જાણો સરકારની આ સ્કીમ વિશે.

મિત્રો દરેક વિધાર્થી માટે 12 માં નો અભ્યાસ ખુબ જ મહત્વનો હોય છે. કારણ કે અહીંથી તેના ભવિષ્યની સાચી શરૂઆત થાય છે. આથી જ માતા-પિતા પણ પોતાના સંતાન માટે આ સમયે વધુ ધ્યાન રાખવાનું કહે છે. તેમજ અહીંથી જ સંતાનના ભવિષ્યની સાચી દિશા શરૂ  થતી હોવાથી સરકાર પણ હાલ વિદ્યાર્થી માટે નવી નવી યોજનાઓ બહાર પાડે છે. તો આજે તમે તમને બિહારની સરકાર દ્વારા વિધાર્થી માટે લેવાયેલ એક નિર્ણય વિશે જણાવીશું.

બિહારના 12 પાસ યુવાનો માટે એક સારા સમાચાર છે. આર્થિક વર્ષ 2021-22 થી 12 પાસ સવા લાખ યુવાઓને સ્વયં આર્થિક સહાયતા આપવાની સરકાર તૈયારી કરી રહી છે. યોજના અને વિકાસ વિભાગ દ્વારા તેને લઈને આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી નિશ્ચય સ્વયં સહાય ભથ્થું યોજના આગળના 5 વર્ષ સુધી એટલે કે 2021 થી 2026 સુધી લંબાવવામાં આવી છે.પહેલાના નિયમો અને શરતો અનુસાર લાભાર્થીઓના ખાતામાં સ્વયં સહાય ભથ્થાની ચુકવણી નક્કી કરવામાં આવી છે. આ યોજના અનુસાર 20 થી 25 વર્ષના 12 પાસ બેરોજગારને રોજગારની તલાશ માટે સહાય ભથ્થું આપવામાં આવશે. એ જ યુવાનોને ભથ્થું આપવામાં આવશે, જેણે 12 પાસ પછી અભ્યાસ ન કર્યો હોય. તેમજ આગળના ધોરણ માટે નામ ન લખાવ્યું હોય. લાભાર્થીઓને 1000 રૂપિયા મહિનાના હિસાબે વધુમાં વધુ 2 વર્ષ સુધી ભથ્થું આપવામાં આવશે.

વર્ષ 2017 માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેના અંતર્ગત અત્યાર સુધીમાં 5 લાખથી વધુ યુવાનોને આનો લાભ મળ્યો છે. આ સિવાય 650 કરોડથી વધુ રકમની ચુકવણી યુવાનોના બેંક ખાતામાં કરવામાં આવી છે. આગળના આર્થિક વર્ષ 2021 થી 2026 સુધીમાં દર વર્ષે 150 કરોડ 750 કરોડની ચુકવણી થવાની સંભાવના છે.આ રકમથી પહેલેથી પસંદગી પામલે લાભાર્થીઓને પણ ચુકવવામાં આવશે. વધુ આવેદન પણ જો આવે છે તો અસ્વીકૃતિ નહિ થાય. વિભાગીય સુત્રો અનુસાર અનુમાન કરતા વધુ આવેદન આવવા પર તેને અસ્વીકૃત નહી કરવામાં આવશે. સંપૂર્ણ તપાસ પછી ભથ્થાની ચુકવણી શરૂ કરી દેવામાં આવશે. યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન આવેદન કરી શકાય છે. આ માટે પહેલેથી જ બધા જીલ્લાઓમાં જીલ્લા નિબંધન અને પરામર્શ કેન્દ્ર શરૂ કરી દેવામાં આવ્યા છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment