જાણો ડાયાબિટીસ દર્દીએ ચણાના લોટની વાનગીઓ ખાવી જોઈએ કે નહિ ?? મોટાભાગના લોકો નથી તેની સાચી હકીકત વિશે… વાંચો અને બધા સાથે કરો આ જાણકારી…

ડાયાબિટીસના દર્દીઓએ ખાણીપીણીમાં વધુ સતર્કતા રાખવી પડે છે. આવી સ્થિતિમાં દર્દીઓ વધુ અવઢવમાં રહે છે કે તેમને કઈ વસ્તુઓ ખાવી અને કઈ ન ખાવી. એવામાં એક બેસનની બનેલી વસ્તુઓ છે જેને ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક ગણવામાં આવે છે.

બેસન ને પોષક તત્વોનો ખજાનો કહેવામાં આવે છે જે બિલકુલ જ ખોટું નથી. ચણામાંથી તૈયાર કરવામાં આવતા બેસન ને ગ્રામ ફ્લોર પણ કહેવામાં આવે છે. ચણામાંથી સ્વાસ્થ્યને અસંખ્ય ફાયદા થાય છે. તેના સિવાય ચણા ને પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. વાત જો ડાયાબિટીસના દર્દીઓની કરીએ તો તેમને ઘણી બધી વસ્તુઓની પરેજી પાડવાની હોય છે.

આવી સ્થિતિમાં ડોક્ટર પણ તેમને મેદો અને રેગ્યુલર લોટમાંથી બનેલી વસ્તુઓને ઓછી ખાવાની સલાહ આપે છે. પરંતુ  વાત જ્યારે બેસનની આવે છે તો એ પ્રશ્ન ઊઠે એ પણ વ્યાજબી છે કે ડાયાબિટીસના દર્દીઓએ બેસનની બનેલી વસ્તુઓ ખાવી જોઈએ કે નહીં? તો ચાલો તેનો જવાબ પણ જાણી લઈએ.બેસનમાં હાજર ન્યુટ્રીશન:- ફૈબલકેર પ્રમાણે બેસન મેગ્નેશિયમ, આયર્ન, મેંગેનીઝ, ફોસ્ફરસ, અને ફોલેટનો ખૂબ જ સારો સ્ત્રોત છે. રેગ્યુલર ઘઉંના લોટની તુલના એ બેસનના લોટમાં પ્રોટીન અને ફાઇબરની સારી માત્રા હોય છે. આમાં કેલેરી પણ ખૂબ જ ઓછી હોય છે. બેસન ખાવાથી એવા લોકોને સૌથી વધારે ફાયદો થાય છે જેમને પોતાનું વજન નિયંત્રિત રાખવું હોય.

ડાયાબિટીસના દર્દીઓ માટે બેસન કેવી રીતે યોગ્ય છે:- ડાયાબિટીસ ખૂબ જ જૂની બીમારીઓમાંથી એક છે જ્યાં બ્લડ શુગરનું લેવલ સામાન્યથી વધારે રહે છે. એવું ત્યારે થાય છે જ્યારે શરીર ઇન્સ્યુલિન નામના હોર્મોનું નિર્માણ કે ઉપયોગ  સારી રીતે નથી કરી શકતું. બ્લડ શુગરને નિયંત્રિત રાખવા માટે બેસન ખૂબ જ અસરકારક અને ઘરેલુ ઉપાયો માંથી એક માનવામાં આવે છે.બેસનમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ 10 થી પણ ઓછું હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું હોય છે. બેસન મેગ્નેશિયમનો એક સારો સ્ત્રોત છે જે શરીરમાં ઇન્સ્યુલિન પ્રતિરોધને ઓછું કરે છે. બેસન થાયમીન, વિટામિન અને ફોલેટનો સારો સ્ત્રોત છે જે શરીરમાં વધેલા ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરે છે.

ડાયાબિટીસમાં બેસન કેટલું જરૂરી?:- નિયમિત રૂપે બેસનને ડાયટમાં સામેલ કરી શકાય છે. ઘઉંના લોટથી બનેલી વસ્તુઓને બેસનની વસ્તુઓમાં બદલી શકાય છે. બેસનની રોટલી કે ચીલ્લાના રૂપે બેસનને ખાઈ શકાય છે. એક દિવસમાં ત્રણથી ચાર બેસનની રોટલી કે  તેના સિવાય એક થી બે બેસનના ચીલ્લા ખાવા ફાયદાકારક થઈ શકે છે. એક્સપર્ટ પ્રમાણે ડાયાબિટીસમાં બેસન ખાવાથી કોઈ પણ સાઈડ ઈફેક્ટ નથી થતી. જરૂર કરતાં વધારે બેસન ખાવાથી પાચનતંત્ર જરૂર બગડે છે. તેના સિવાય બેસનની તળેલી વસ્તુઓ માંથી કેલેરી અને મેદસ્વિતા બંને વધી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment