ફ્લેટ ખરીદતા કે બુક કરાવતા પહેલા બિલ્ડર પાસેથી અવશ્ય જાણી લેજો આટલી માહિતી, ક્યારેય નહિ ડૂબે તમારા પૈસા… 99% લોકો નથી જાણતા છે આ માહિતી….

મિત્રો આજના સમયમાં દરેક ક્ષેત્રે છેતરપિંડી થવા લાગી છે. પછી એ બેન્કિંગ ક્ષેત્ર હોય, ઓનલાઇન શોપિંગ હોય, કે પ્રોપર્ટીની ખરીદીમાં હોય. એવા બીજા અનેક ક્ષેત્રો છે જેમાં અનેક પ્રકારની છેતરપિંડી અને ક્રાઈમ થાય છે. આવી છેતરપિંડીથી બચવા માટે આપણે સતર્ક રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિએ ફ્લેટ ખરીદી લીધો હોય કે પહેલેથી રહેતા હોય તો તે પણ તપાસ કરી લેવી કે જે પ્રોજેક્ટ દ્વારા ફ્લેટ બન્યો છે, તે પ્રોજેક્ટ કાયદેસર કે ગેર કાયદેસર છે. તમે તેની જાણકારી, સંબંધિત સત્તા કે વિભાગ દ્વારા લઈ શકો છો.

ઘર ખરીદવાનું દરેકનું સપનું હોય છે, પરંતુ મોટાભાગના લોકોને આ સૌથી મોટો ખર્ચ હોય છે. સાથે જ પોતાનું ઘર વ્યક્તિના જીવનના સૌથી મોટા ધ્યેયો માંથી એક હોય છે. તેથી ઘર ખરીદતા પહેલા અને ખરીદ્યા બાદ આપણે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.

તાજેતરમાં નોઈડાનો ટ્વીન ટાવર ધરાશયી થયા બાદ ફ્લેટમાં રહેતા લોકો ડરી ગયા છે. એ પ્રશ્ન છે કે ક્યાંક તેમની બિલ્ડીંગ પણ ગેરકાયદેસર રૂપે બનાવવામાં ન આવી હોય. જો તેમની બિલ્ડીંગ ધરાશયી કરી દેવામાં આવી હોય તો તેમનો ફ્લેટ પણ જતો રહેશે. આવી બધી સમસ્યાઓથી બચવા માટે આજે અમે તમને કેટલીક ટીપ્સ આપવા જઈ રહ્યા છીએ. તો આ આર્ટીકલ ધ્યાનથી વાંચજો અને આ લેખમાં અમે જણાવીશું કે એક ગ્રાહકે પ્રોપર્ટી ખરીદ્યા બાદ શું શું કરવું જોઈએ ?પ્રોજેક્ટ પર રાખવી નજર:- તમે જે પ્રોજેક્ટમાં તમારો ફ્લેટ બુક કરાવ્યો હોય તે પ્રોજેક્ટના કન્સ્ટ્રક્શન પર નજર રાખવી. અઠવાડિયામાં એકવાર સાઈડની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. તે દરમિયાન આ વસ્તુઓ પર નજર રાખો.

1 ) તમે તમારા ટાવરમાં દર્શાવેલ માળ અને બની ગયેલા માળની સંખ્યા જોઈ શકો છો.

2 ) તમને ઓપન સ્પેસ જણાવીને છોડેલી જગ્યા પર જો કોઈ નિર્માણ થયેલું જોવા મળે તો તેની પર પ્રશ્ન ઉઠાવી શકો છો.

3 ) ફ્લેટની સાથે જે જે સુવિધાઓ આપવાની બિલ્ડરે વાત કરી હોય તેની જાણકારી કરી લેવી. 

4 ) તેના સિવાય બગીચાનું કામ ક્યારે શરૂ થશે ઇમરજન્સી એક્ઝિટ ક્યાં હશે ? સ્વિમિંગ પૂલ, ક્લબ, પ્લે ગ્રાઉન્ડ અને બીજી અનેક સુવિધાઓની પણ જાણકારી લેવી જોઈએ અને પૂછવું જોઈએ કે આનું નિર્માણ ક્યારે શરૂ થશે.        

5 ) જો સૂચિત લેઆઉટથી કંઈક અલગ જણાય તો બિલ્ડરને તેના વિશે પૂછો. ત્યાર બાદ તમે ઓથોરિટીને ફરિયાદ કરી શકો છો.

સંબંધિત ઓથોરિટીથી લ્યો સંપૂર્ણ જાણકારી:- જો કોઈ વ્યક્તિએ ફ્લેટ ખરીદી લીધો હોય કે તે પહેલેથી રહેતો હોય તો એ પણ તપાસ કરવી કે જે પ્રોજેક્ટ દ્વારા ફ્લેટ બન્યો છે તે કાયદેસર છે કે ગેર કાયદેસર. તમે તેની જાણકારી, સંબંધિત સત્તા કે વિભાગ દ્વારા લઈ શકો છો. બિલ્ડર બ્લેક લિસ્ટેડ છે કે નહીં તેના વિશે પણ સંપૂર્ણ જાણકારી કરી લેવી જોઈએ. જો તે ગેરકાયદેસર હોય તો રેરામાં ફરિયાદ કરો.પાંચ વર્ષ સુધી બિલ્ડરની જવાબદારી:- બિલ્ડર કોઈ પ્રોજેક્ટ તૈયાર કરતો હોય તો એના સ્ટ્રક્ચરની પાંચ વર્ષની ગેરંટી હશે. સ્ટ્રક્ચરમાં કોઈ પણ ખરાબી મળે તો તેને રીપેર કરવાની જવાબદારી બિલ્ડરની રહેશે. જો RWA ના બન્યું હોય તો પાંચ વર્ષ પછી પણ બિલ્ડર જ દેખરેખ કરતો હોય તો એવામાં તે મેન્ટેનન્સ ચાર્જ લે છે.

રેડી-ટુ-મૂવ ફ્લેટ ખરીદતી વખતે તપાસવા જેવી બાબતો:-

1 ) સૌથી પહેલા તો બિલ્ડર અને બાયર એગ્રીમેન્ટને સરસ રીતે સમજીને વાંચો.
2 ) ફ્લેટ લેતા પહેલા બિલ્ડરના લાઇસન્સને જોવો. પ્રોજેક્ટ રેરા નંબર છે કે નહિ તેના દસ્તાવેજ જોવો અને તેના ઓકયુપેશન સર્ટિફિકેટ ચેક કરો. આ બધું ત્યારે જ મળે છે જ્યારે તે પાણી, વીજળી, ગટર અને બીજી મૂળભૂત સુવિધાઓને વિકસિત કરી દે છે.
3 ) એ ચેક કરી લેવું કે બિલ્ડરે સ્થાયી રૂપે વીજળી કનેક્શન લીધું છે કે નહિ.

લે આઉટ પ્લાનની પણ તપાસ કરો:- જો બિલ્ડર આ બધા દસ્તાવેજ ન બતાવી રહ્યો હોય તો સંબંધિત ઓથોરિટી કે ઓફિસથી પણ આ બધી વસ્તુઓની જાણકારી લઈ શકાય છે. એ પણ તપાસ કરવી કે બિલ્ડરે આ જમીન પર પહેલા કોઈ લોન તો નથી લીધી, ને જો જમીન કે બિલ્ડીંગ પર બેંક લોન હોય તો રજીસ્ટ્રેશન કરાવવામાં મુશ્કેલી આવી શકે છે. બિલ્ડીંગની મજબૂતી જરૂર પારખવી:-

1 ) બિલ્ડિંગને સરકાર માન્ય સ્ટ્રક્ચર એન્જિનિયર દ્વારા પાસ કરાવવાનું હોય છે. મકાન ભૂકંપ પ્રતિરોધક છે કે નહિ તેનું પ્રમાણપત્ર તેમના દ્વારા આપવામાં આવે છે. આ પ્રમાણપત્રો સંબંધિત સત્તાધિકારીની મુલાકાત લઈને ચકાસી શકાય છે.
2 ) આ તપાસ કાઉન્સિલ ઓફ આર્કિટેક્ટ દ્વારા માન્ય આર્કિટેક્ટ દ્વારા પણ કરી શકાય છે.
3 ) બિલ્ડીંગના મટીરીયલની ક્વોલિટી, મજબૂતી વગેરેની તપાસ માટે સારા આર્કિટેકની મદદ લઈ શકાય છે.
4 ) ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગના માધ્યમથી પણ કોઈ બિલ્ડીંગના સ્ટ્રક્ચરનું ઓડિટ કરાવી શકાય છે.
5 ) ફ્લેટની મજબૂતીની પણ જાતે જ તપાસ કરાવી શકાય છે. 800 થી 900 સ્ક્વેર ફૂટ વાળા સાઈઝના ફ્લેટ માટે લગભગ 10,000 રૂપિયામાં તપાસ કરાવી શકાય છે અને રિપોર્ટ એક સપ્તાહમાં મળી જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment