મિત્રો તમે કદાચ ઘી અને સુંઠ નું સેવન જરૂર કરતા હશો. તેના એકસાથે સેવનથી તમને ઘણા ફાયદાઓ થાય છે. ખાસ કરીને સુંઠની પ્રકૃતિ ગરમ છે અને ઘીની પ્રકૃતિ પણ ગરમ છે. તેના સેવનથી તમારી શરદી, ઉધરસ, કફ વગેરે દૂર થાય છે. આ સિવાય પણ સુંઠ અને ઘીનું એકસાથે સેવન કરવાથી તમને ઘણા લાભો થાય છે.
ઘી અને સૂંઠ બંનેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સૂંઠ આદુને સૂકવીને બનાવવામાં આવે છે. આપણે બધા બંનેનું સેવન આપણા દૈનિક જીવનમાં કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય એક જ સમયે અથવા એક સાથે બંનેનું સેવન કર્યું છે? ઘણા લોકો સૂંઠ અને ઘીના મિશ્રણનું સેવન શરદી-ઉધરસની સમસ્યામાં કરે છે. તે કફને બહાર કાઢવામાં પણ ખૂબ જ લાભદાયી છે. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો એ નથી જાણતા કે, સૂંઠ અને ઘીનું કોંબીનેશન સ્વાસ્થ્યને ઘણા લાભ પ્રદાન કરે છે. ઘી હેલ્થી ફૈટ્સની સાથે જ ઘણા જરૂરી પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમજ જો સૂંઠની વાત કરીએ તો, તે આદુંની તુલનાએ વધારે ફાયદાકારક હોય છે. તે વિટામિન એ, સીની સાથે કેલ્શિયમ, ફાઈબર, આયરન, મેગ્નેશિયમ અને ઝીંક જેવા તત્વોથી ભરપૂર હોય છે. સાથે જ તે એક ફૈટી એસિડ અને એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણોથી પણ ભરપૂર હોય છે.
ક્લિનિકલ ન્યૂટ્રીશન અને ડાયેટિશિયન ના મત મુજબ, જો તમે સૂંઠ અને ઘીનું સાથે સેવન કરો છો તો, તે ઘણા ગંભીર રોગોના જોખમને મટાડવા અને તેને દૂર રાખવામા પણ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. આ લેખમાં અમે તમને સૂંઠ અને ઘી ખાવાના 5 ફાયદા જણાવી રહ્યા છીએ. સૂંઠ અને ઘી ખાવાના ફાયદા:-
1) પેટને રાખે સ્વસ્થ:- જો તમારા પેટમાં કાયમ માટે કોઈ ગડમડ રહેતી હોય તો સુંઠ અને ઘીનું મિશ્રણ તેના માટે અસરકારક ઈલાજ માનવામાં આવે છે. પેટનો દુખાવો, પેટમાં ગેસ, અપચો, બ્લોટિંગ વગેરે જેવી સમસ્યાઓ માટે સૂંઠ અને ઘીનું કોંબીનેશન રામબાણ ઉપાય છે. તે તમારા પાચનને તંદુરસ્ત રાખે છે. મળ ત્યાગની પ્રક્રિયાને સ્મૂથ બનાવવામાં મદદરૂપ છે. આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારો આપે છે, સોજાથી લડવામાં મદદ કરે છે અને પેટમાં ચાંદાની સમસ્યામાં પણ લાભદાયી છે.
2) માથાના દુખાવાથી અપાવે છુટકારો:- જે લોકોને અકસર માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તેમના માટે સુંઠ અને ઘીનું મિશ્રણ ખુબ જ સારું છે. ઘી અને સૂંઠનું કોંબીનેશન માથાના દુખાવાથી રાહત પ્રદાન કરવામાં ખૂબ જ લાભદાયી છે. તે માઈગ્રેન અને માથાના દુખાવાની સાથે શરીર તેમજ ગરદનના દુખાવામાં પણ આરામ અપાવે છે.3) ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે:- જો તમારી ઈમ્યુન સીસ્ટમ કમજોર રહે છે તો તેને વધારવા માટે આ બંનેનું મિશ્રણ ખુબ જ લાભદાયી છે. શરદી-ઉધરસ, તાવ, ઋતુગત બીમારી અને અન્ય વાઇરલ સંક્રમણ જેવી સમસ્યાઓમાં રાહત પ્રદાન કરવા અને તેને દૂર રાખવામા ઘી અને સૂંઠનું મિશ્રણ ખૂબ જ લાભદાયી છે. તે તમારી ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં ખૂબ જ લાભદાયી છે.
4) સાંધાના દુખાવામાં આરામ પહોંચાડે છે:- જે લોકોને સાંધાનો દુખાવો રહેતો હોય તેમના માટે આ મિશ્રણ ગુણકારી છે. આ કોંબીનેશન સાંધામાં સોજાને ઘટાડવા માટે અને જકડન દૂર કરવા માટે ખૂબ જ લાભદાયી છે. તે તમારા સાંધાને મજબૂત બનાવવા અને સારા ફંક્શનમાં મદદ કરે છે.
5) ઉલ્ટી-ઝાડાની સમસ્યામાં લાભદાયી છે:- ખરાબ પેટના કારણે ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય છે. આ સ્થિતિઓથી લડવા અને મળને સખ્ત કરવાની સાથે જ ઉલ્ટીથી છુટકારો અપાવવામાં સૂંઠ અને ઘીનું સેવન કરવું ખૂબ જ લાભદાયી છે. જો તમે સૂંઠ અને ઘીને પોતાની ડાયટ કે રૂટિનનો ભાગ બનાવો છો, તો સ્વાસ્થ્યને અદ્ભુત ફાયદાઓ મળે છે. તમારે માત્ર 1-2 ચમચી ઘીમાં ¼ ચમચી સૂંઠનો પાવડર કે સૂંઠ વાટીને મિક્સ કરી તેનું સેવન કરવાનું છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી