માત્ર 5 રૂપિયામાં મળી જતી આ વસ્તુનો લેપ મટાડી દેશે માથા, સાંધા અને શરીરના તમામ દુખાવા. તાવ અને પેટને લગતી સમસ્યાઓ પણ કરી દેશે ગાયબ…

દરેક ઘરમાં લોકો આદુનો અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોય છે, જો આદુંમાં રહેલા પોષકતત્વો વિષે વાત કરીએ તો તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, સેલેનીયમ, વિટામીન સી, ફોસ્ફરસ વેગરે જેવા ઘણા બધા તત્વો રહેલા છે. આ સિવાય આદુમાં એન્ટી-વાઈરસ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ, એન્ટી-ઇન્ફલેમેટરી જેવા ગુણો રહેલા છે. 

આદુમાં રહેલા ગુણો અને પોષકતત્વોના કારણે તેના ઉપયોગથી શરીરને ઘણી બધી સમસ્યાઓથી બચાવી શકાય છે. પણ શું તમે જાણો કે આદુની પેસ્ટ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ? આ અમે તમને આદુંના લેપથી શું-શું ફાયદા થાય છે તેના વિષે જણાવીશું, સાથે તેને ઉપયોગ કરવાની રીત પણ જણાવીશું.

1) માથાનો દુખાવો દૂર કરે છે આદુનો લેપ : આદુમાં રહેલ દર્દ નિવારક ગુણને કારણે તે માથાના દુખાવામાં રાહત આપે છે. જયારે તમને માથું દુખવાની સમસ્યા થાય ત્યારે, થોડું પાણી લઈ તેમાં આદું પીસી લેવું અને આ મિશ્રણને જે જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં લગાવવું. આ ઉપાય દ્વારા માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે, જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો તેને પણ આદુંના ઉપયોગ દ્વારા દૂર કરી શકો છો. એક રીસર્ચમાં પણ સાબિત થયું છે કે માઈગ્રેનની સમસ્યા દૂર કરવા માટે આદું અસરકારક છે.

2) રક્તપિતનો રોગ દૂર થાય છે : આદુનો લેપ રક્તપિતના રોગમાં ફાયદાકારક છે. આ રોગ હવામાં રહેલા બેક્ટેરિયાના માધ્યમથી ફેલાય છે, આ સમસ્યાને દૂર કરવા સુકું આદું, અડુંસા, મદારના પાન, મોટી એલચી અને આદુને પીસીને ગૌમુત્રમાં ભેળવી તેનો ઉપયોગ કરવો. તમારે આ લેપનો ઉપયોગ તડકામાં કરવાનો છે અને સૂકાય જાય પછી ધોઈ લેવું. આ ઉપાય દ્વારા રક્તપિતમાં ફાયદો થાય છે.

3) સાંધાના દુખાવમાં : આદુનો રસ કાઢીને તેને તલના તેલમાં ઉકાળી લેવું, હવે આ તેલને જે જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં લગાવવું આ ઉપાયથી તમારો દુખાવો તો દૂર થાય જ છે સાથે સાથે સાંધામાં પણ રાહત આપે છે. આદુમાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ દુખાવો દૂર કરવામાં ફાયદાકારક છે. એક રિસર્ચમાં સાબિતી થયું છે કે આદું આર્થરઈટીસની સમસ્યામાં પણ ખૂબ ઉપયોગી છે.

4) તાવ અને મૂર્છા દૂર કરે છે : તાવ અને મૂર્છા દૂર કરવામાં આદુની પાણી ઉપયોગી છે આ માટે તમારે આદુને પાણી સાથે મેળવી તેની પેસ્ટ બનાવી લેવી અને આ રસને નાકથી લેવાનો પ્રયત્ન કરો. આદુની અંદર બેક્ટેરિયા નષ્ઠ કરવા માટેના એન્ટી-બેક્ટેરિયલ ગુણ રહેલા છે, જે તાવ સામે લડવામાં ખૂબ ઉપયોગી છે.

5) પેટને લગતી સમસ્યા દૂર કરે છે : પેટની ઘણી બધી સમસ્યામાં આદું ફાયદાકારક છે. આદુમાં રહેલા એન્ટી-સ્પાસમોડીક અને કાર્મિનેટીવ ગુણ ગેસની સમસ્યા દૂર કરવામાં ઉપયોગી છે. આ સિવાય આદુનો લેપ પેટ ફૂલવાની અને પેટ દર્દની સમસ્યા દૂર કરે છે. આ માટે તમારે આદુને બારીક પીસી લેવાનું છે અને તેમાં એક ચપટી હિંગ મેળવી લેવી, હવે તેમાં પાણી મેળવીને એક લેપ તૈયાર કરી લેવો. હવે આ લેપને નાભિની આસપાસ લગાવો તેનાથી પેટ ફૂલવાની અને પેટ દર્દની સમસ્યાથી રાહત મળે છે.

6) શરીરમાં થતો દુખાવો દૂર કરે છે : આદુના દર્દ નિવારક ગુણને કારણે તે શરીરમાં થતો દુખાવો દૂર કરવામાં ઉપયોગી છે. જો તમે માથાના દુખાવાની સમસ્યાથી પીડાવ છો તો આદુને પાણીમાં પીસીને તેનું મિશ્રણ દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવવાથી રાહત મળે છે. આ સિવાય તમે પીરીયડસમાં થતા દુખાવાથી હેરાન છો તો તેના માટે પણ આદું બેસ્ટ ઉપાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment