સુરત ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાએ પોતાના ગામને આપી મોટી દિવાળી ભેટ, દિવાળી પહેલા ઘરે ઘરે કરી દીધો જગમગાટ…

સુરતના હીરા કારોબારી એ તેના ગામના લોકોને દિવાળી પર એક મોટી ભેટ આપી છે. આજે અમે તમને વાત કરી રહ્યા છીએ, ગુજરાત જ નહિ પણ આખા ભારતમાં જેને હીરાના કારોબારમાં પ્રમુખ સ્થાન મળે છે એવા ગોવિંદભાઈ ધોળકિયા વિશે. જી હા મિત્રો, ગોવિંદભાઈ ધોળકિયા એક ખુબ જ મોટા હીરાના કારોબારી છે.

જેણે દિવાળી પર તેના ગામના લોકો માટે એક વિશિષ્ટ કાર્ય કર્યું છે, જે ગામના લોકોને ભેટ સ્વરૂપે મળશે. ગોવિંદભાઈ ધોળકિયા તેના ગામના લોકોને solar પાવર ગીફ્ટ એટલે કે ભેટ સ્વરૂપે આપ્યો છે. જેનો ખર્ચ લગભગ 2 કરોડ રૂપિયા જેટલો થયો છે. તેઓ એ ઘણા સેવાના કાર્યો કર્યા છે. જેમાનું આ કાર્ય પણ જોડાય ગયું છે. ગુજરાતના અમરેલી જીલ્લાના દુધાળા ગામમાં આ વખતે દિવાળીમાં ફક્ત દીવા જ નહિ પરંતુ સોલાર પાવર પણ જગમગાટ કરશે. તેનો સંપૂર્ણ શ્રેય જાય છે ગામના મૂળ નિવાસી અને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ કંપનીના માલિક ગોવિંદભાઈ ધોળકિયાને. તેની મદદથી જ આજે દુધાળાના 850 પરિવાર સોલાર પાવરથી જગમગી રહ્યા છે.

ગોવિંદભાઈ ધોળકિયાએ સોલાર પેનલ બનાવતી “ગોલ્ડી સોલાર કંપની” ની મદદથી ગામના 300 માંથી 232 ઘરોમાં સોલાર ઉર્જાથી ચાલતો પ્લાન્ટ બનાવ્યો છે. જેની વિજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા 276.5KW છે. જેમ કુલ 2 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. જે ગામને ભેટ સ્વરૂપે મળ્યો છે.

તમને જણાવી દઈએ કે, દુધાળા ગામ પહેલું એવું ગામ છે જ્યાં એટલા બધા ઘરોમાં સોલાર પ્લાન્ટ લાગ્યો હોય. દુધાળા ગામ દેશનું પહેલું એવું ગામ બની ગયું જે કોઈ પણ સરકારી મદદ વગર વીજળીથી જગમગાટ કરે છે. ગામના સરપંચ દ્વારા પણ આ કામને ખુબ જ વધાવ્યું છે. સરપંચે વખાણ કરતા કહ્યું કે, “ખરેખર આ કામ વખાણવા લાયક છે.”કોણ છે ગોવિંદભાઈ ધોળકિયા:- સાત ભાઈઓ અને બહેનો વાળા એક ગરીબ ખેતી કરતા પરિવારમાં જન્મ થયો હતો, આજે તેવો શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ કંપનીના માલિક છે. ગોવિંદભાઈ ધોળકિયાનું આજે સુરતની ડાયમંડ કંપનીઓમાં નામ ગાજે છે. 

તેમની કારોબારી યાત્રા 1964 માં શરુ થઈ હતી, જ્યારે તેઓ સુરત ગયા. પહેલા હીરાના કારખાનામાં તેઓ હીરાને પોલીશ કરવાનું કામ કરતા હતા. પરંતુ આજે તેમની કંપની એક અરબ ડોલરના નેટવર્થને પાર કરી ગઈ છે. તેઓ હીરા વેપાર કેન્દ્ર બેલ્જિયમથી ભારતમાં લાવવામાં સફળ રહ્યા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment