5 લાખ કરતા પણ ઓછી કિંમતમાં કંઈ કાર ખરીદવી ? જાણો ફક્ત 2 મિનિટમાં 9 કારની યાદી અને કિંમતો….

દિવાળી તહેવારના શુભ મુહૂર્તોમાં આપણે આપણા ઘરમાં અનેક પ્રકારની વસ્તુઓ વસાવવાનો પ્લાન કરીએ છીએ. આવી વસ્તુઓમાં કારનો પણ સમાવેશ થાય છે. આજે અમે તમને ભારતીય બજારમાં વેચાતી સૌથી સસ્તી કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની કિંમત 3.39 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ ગાડીઓમાં મારુતિ સુઝુકી અલ્ટોથી લઈને મારુતિ સુઝુકી એસ-પ્રેસો જેવી સૌથી વધુ વેચાતી કારનો સમાવેશ થાય છે.

આ દિવાળી પર જો તમે પાંચ લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં એક નવી કાર ખરીદવા ઇચ્છતા હોવ તો આ લેખ તમારા માટે ખુબ જ ઉપયોગી છે. આજે અમે તમને એવી નવ સસ્તી ગાડીઓ વિશે જણાવીશું જે બિલકુલ તમારા બજેટમાં ફિટ થઈ શકે.1) Maruti Suzuki Alto (મારુતિ સુઝુકી અલ્ટો):- આ કારનું એન્જિન 24.90 kmpl નું માઇલેજ આપે છે. દિલ્લી એક્સ-શો રૂમ ખાતે આ કારની શરૂઆતની કિંમત 3.39 લાખ રૂપિયા છે. જ્યારે તેના ટોપ વેરીએન્ટની કિંમત 5.03 લાખ રૂપિયા છે. આ કારમાં 1.0 લિટર કુદરતી રીતે એસ્પિરેટેડ યુનિટ 5,500 rpm પર 66 bhp પાવર અને 3,500 rpm પર 89 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એ જ એન્જિન છે જે નવા Celerio, WagonR અને S-Presso માં પણ લાગેલા છે. AGS ગિયર બોક્સ સિવાય maruti suzuki એન્જિન માં પાંચ સ્પીડ મેન્યુઅલ ગીયર બોક્સ પણ હોય છે. અલ્ટો ન માત્ર મારુતિની, પરંતુ દેશની સૌથી સસ્તી કાર છે. 

2) Datsun Redi Go (ડેટસન રેડી ગો):- આ કારનું એન્જિન 22 kmpl નું માઇલેજ આપે છે. આ કારની શરૂઆતની કિંમત 3,97,800 લાખ રૂપિયા છે. જ્યારે તેના ટોપ વેરીએન્ટની કિંમત 4,95,600 લાખ રૂપિયા છે. આ કારને બે પેટ્રોલ એન્જિન સાથે બજારમાં રજૂ કરવામાં આવી છે. આમાં 0.8 લિટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જિન અને 1.0 લીટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જિનનો પ્રયોગ કરવામાં આવ્યો છે.આ કારનું 0.8 લિટરનું એન્જિન 54bhp નો પાવર અને 72nm નો ટૉર્ક જનરેટ કરે છે. વળી તેનો 1.0 લીટરનું એન્જિન 67bhp નો પાવર અને 91Nm નો ટૉર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, આના મોટા એન્જિનમાં I-SAT ટેકનીકનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે કારના માઇલેજ અને પર્ફોર્મન્સ બંનેને શ્રેષ્ઠ બનાવે છે.

3) Maruti Suzuki Alto K10 (મારુતિ સુઝુકી અલ્ટો K10):- આ કારની શરૂઆતની કિંમત 3.99 લાખ રૂપિયા છે. જ્યારે તેના ટોપ વેરીએન્ટની કિંમત 5.83 લાખ રૂપિયા છે. મારુતિ એ હાલમાં જ પોતાની Alto K10 ને લોન્ચ કરી છે. તેની શરૂઆતની કિંમત ₹4,00,000 થી ઓછી છે. Maruti Suzuki Alto K10 માં નવું 1000 cc નું ડ્યુઅલ જેટ,ડ્યુઅલ VVT એન્જિન આપ્યું છે.

આ કારનું એન્જિન 66.62 PS નો પાવર અને 89 Nm નો ટોર્ક જનરેટ કરે છે. નવી મારુતિ અલ્ટોનું એન્જિન જૂની અલ્ટોની તુલના એ ઘણા બદલાવ થઈ ગયા છે અને ચલાવવામાં પણ પાવરફુલ છે. આ એન્જિનની ખાસ વાત એ છે કે, જો તમે આને હાઇવે ટ્રાફિક કે સિટીમાં ચલાવો છો તો તેનું એન્જિન તમને સારામાં સારું પર્ફોમન્સ આપવાનો દાવો કરે છે.4) Datsun Go (ડેટસન ગો):- આ કારની શરૂઆતની કિંમત 4,02,778 લાખ રૂપિયા છે. જ્યારે તેના ટોપ વેરીએન્ટની કિંમત 6,51,238 લાખ રૂપિયા છે. આ કાર નું એન્જિન 20.63 kmpl નું માઇલેજ આપે છે. કંપની આ કારમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયર બોક્સ આપે છે. આ કારનું એન્જિન 1198 cc નું છે. 

5) Maruti Suzuki S-Presso (મારુતિ સુઝુકી એસ પ્રેસો):- આ કારની શરૂઆતની કિંમત 4.25 લાખ રૂપિયા છે. જ્યારે તેના ટોપ વેરીએન્ટની કિંમત 5.99 લાખ રૂપિયા છે. આ કાર નું એન્જિન 21.7 kmpl નું માઇલેજ આપે છે. મારુતિ સુઝુકી એસ-પ્રેસોમાં 1.0 લીટર પેટ્રોલ K10B એન્જિન મળે છે અને આ એન્જિન BS6 અનુરૂપ સાથે આવે છે. 1000cc નું એન્જિન કારમાં 68PS પાવર અને 90Nm નો ટોર્ક જનરેટ કરે છે. S-Presso તમને બંન્ને ગિયર બોક્સ મેન્યુઅલ અને ઓટો ગિયર શિફ્ટમાં મળી જશે. કારનું ગીયર બોક્સ ઘણું લાઈટ છે અને શિફ્ટ કરવામાં પણ એકદમ સ્મૂથ છે.6) Datsun Go Plus (ડેટસન ગો પ્લસ):- આ કારની શરૂઆતની કિંમત 4,25,926 લાખ રૂપિયા છે. જ્યારે તેના ટોપ વેરીએન્ટની કિંમત 6,99,976 લાખ રૂપિયા છે. આ કારનું એન્જિન 19.2 kmpl નું માઇલેજ આપે છે. આ કારનું 1198 cc નું એન્જિન કંપની આપે  છે. જે પેટ્રોલના વેરીએન્ટમાં આવે છે. આમાં ગિયર બોક્સની વાત કરીએ તો, ટ્રાન્સમિશન મેન્યુઅલ અને ઓટોમેટીક ગિયર બોક્સ એમ બે પ્રકારના છે. આ કારમાં સાત વ્યક્તિ બેસી શકે એટલી ક્ષમતા ધરાવે છે. એટલે કે આ એક 7 સીટર કાર છે.

7) Maruti Suzuki Eeco (મારુતિ સુઝુકી ઇકો):- આ કારની શરૂઆતની કિંમત 4,63,200 લાખ રૂપિયા છે. જ્યારે તેના ટોપ વેરીએન્ટની કિંમત 7,63,200 લાખ રૂપિયા છે. પેટ્રોલ વેરીયન્ટમાં 35 લીટરની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે અને આ ARAI સર્ટિફાઇડ 15.37 કિલોમીટર પ્રતિ લીટર છે. મારુતિ સુઝુકી ઇકોનું સીએનજી વેરિયન્ટમાં 60 લીટરની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે અને આ ARAI સર્ટિફાઇડ કિલોમીટર પ્રતિ લીટર છે. આ દેશની સૌથી સસ્તી 7 સીટર કાર છે. આ ટોપ ટેન બેસ્ટ સેલિંગ ગાડીઓની લિસ્ટમાં પણ સામેલ છે.Maruti Suzuki Eeco માત્ર એક 1.2 પેટ્રોલ એન્જિન વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.  આ એન્જિન 72 bhp પાવર અને 101 Nm નો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ ગિયરબોક્સ ફીટ કરવામાં આવ્યું છે. Maruti Suzuki Eeco CNG વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે. આ CNG એન્જિન 61 bhp પાવર અને 85 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનમાં પણ પાંચ સ્પીડ મેન્યુઅલ ગીયર બોક્સ ફીટ કરવામાં આવ્યું છે.

8) Renault Kwid (રેનોલ્ટ ક્વિડ):- આ કારની શરૂઆતની કિંમત 4,64,400 લાખ રૂપિયા છે. જ્યારે તેના ટોપ વેરીએન્ટની કિંમત 5,99,000 લાખ રૂપિયા છે. Renault Kwid ના 23 – 25 kmpl ની ARAI પ્રમાણિત માઈલેજ આપે છે. આ 800 cc અને 1.0 લિટર બંને એન્જિનનું સરેરાશ માઈલેજ છે. Renault ની આ સૌથી સસ્તી કાર છે જેનો ભારતીય બજાર મારુતિ સુઝુકીની alto થી સીધો અને જબરજસ્ત મુકાબલો છે.Renault Kwid હેચબેકને બે એન્જિન વિકલ્પ સાથે રજૂ કરવામાં આવી છે. 800 સીસીથ્રી સિલેન્ડર પેટ્રોલ એન્જિન સામેલ છે. 54 bhp પાવર અને 72 Nm નો ટોર્ક જનરેટ કરે છે.  તેનું બીજું એન્જિન 1.0 લિટર પેટ્રોલ એન્જિન છે જે 67 bhp નો પાવર અને 90 Nmનો ટોર્ક પ્રદાન કરે છે. એન્જિનમાં પાંચ સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ લગાવવામાં આવ્યો છે અને 1.0 લીટર વૈકલ્પિક એએમટી ઓટોમેટીક ગિયર બોક્સ આપ્યો છે. આ બંને એન્જિનને વર્તમાન જનરેશન મોડેલથી લેવામાં આવ્યો છે, પરંતુ રેનોલ્ટે હજુ પણ તેને BS-6 ઉત્સર્જન ધોરણોમાં અપડેટ કર્યું નથી. 

9) Hyundai Santro (હ્યુન્ડાઇ સેન્ટ્રો):- આ કારની શરૂઆતની કિંમત 4,89,700 લાખ રૂપિયા છે. જ્યારે તેના ટોપ વેરીએન્ટની કિંમત 6,41,600 લાખ રૂપિયા છે. આ હેચબેક કાર 20.3 નું માઈલેજ આપે છે. જેમાં મેન્યુઅલ ગિયર ટ્રાન્સમિશન અને AMT ગિયર બોક્સ મોડેલ મળે છે. આ કારમાં 5 સીટની કેપેસિટી આવે છે. આ કાર હેચબેક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment