આજે મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન હોય છે. મોટાભાગના લોકોની એવી ફરિયાદ હોય છે કે અનેક પ્રયત્નો છતાં વજન ઉતરતું નથી. તો આજે અમે એક એવી એક્સરસાઇઝ વિશે જણાવીશું જેને દરરોજ કરવાથી તમે શરીરની ચરબી ખૂબ જ ઝડપથી ઓછી કરી શકશો.
બોલીવુડની કેટલીક એક્ટ્રેસ પોતાને ફિટ રાખવા માટે દરરોજ યોગા અને એક્સરસાઇઝ કરે છે. આ લિસ્ટમાં મલાઈકા અરોરાનું પણ નામ સામેલ છે. છૈયા છૈયા સ્ટાર મલાઈકાનો યુવાન ચહેરો, નિખાર અને ફિટનેસ જોઈને કોઈપણ તેના ઉંમરનો અંદાજો નથી લગાવી શકતું.તેનો સંપૂર્ણ શ્રેય યોગ અને એક્સરસાઇઝને જાય છે. જેને તે એક દિવસ પણ ભૂલતી નથી. એટલું જ નહીં તે પોતાના ચાહકો ને પણ ફિટનેસ માટે ઇન્સ્પાયર કરે છે અને લગભગ દરરોજ એક નવી ફિટનેસ મૂવ શેર કરે છે.
આ ન માત્ર આપણા વર્કઆઉટ માં વિવિધતા લાવવામાં મદદ કરે છે પરંતુ કેટલાક બદલાવ પણ કરે છે. હાલમાં જ મલાઈકા એ પોતાના ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી એક્સરસાઇઝનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેણી ને વિશિષ્ટ બદલાવો સાથેના સ્ટેપ કરતા જોઈ શકાય છે.
મલાઈકા કરે છે આ એક્સરસાઇઝ:- આના કેપ્શન માં તેમણે લખ્યું છે “આજે આપણે શરીરની તાકાત વધારવા અને કેલેરી બર્ન કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જ્યારે હું મારું સત્ર કરું છું ત્યારે હું આ એક્સરસાઇઝનો અભ્યાસ લગભગ દરરોજ કરું છું. તેના સિવાય મલાઈકાએ કહ્યું તમે આ એક્સરસાઇઝને જેટલી વાર ઈચ્છો તેટલી વાર કરી શકો છો.‘શક્તિ વધારવા અને કેલરી બર્ન કરવા’ પર ધ્યાન આપવાની સાથે, મલાઈકાને ઘૂંટણની ધીમી ટેપ અને પછી ચોક્કસ બદલાવ સાથે મૂવ કરતી જોઈ શકાય છે. નિયોન ગ્રીન ટેન્ક ટોપ અને મેચિંગ એક્સરસાઇઝ શોર્ટ્સમાં સજ્જ, મલાઈકાએ કહ્યું કે આ સરળ વર્કઆઉટ “મૂવી જોતી વખતે અથવા કૉલ પર હોય ત્યારે” કરી શકાય છે. જ્યાં સુધી તમને જરૂર હોય ત્યાં સુધી આનું પુનરાવર્તન કરી શકો છો.
આ એક્સરસાઇઝ પુરા શરીરને ટોન કરવામાં મદદ કરે છે. જો તમે પણ ઈચ્છતા હોવ કે તમારા શરીરની ચરબી માખણની જેમ ઓગળી જાય તો મલાઈકા ની જેમ તમે પણ આ કસરતને દરરોજ કરો. તો આવો આજે આ લેખના માધ્યમથી જાણીએ તેના વિશે વિસ્તારપૂર્વક.ની ટેપ ના ફાયદા (ઘૂંટણની ટેપ ના ફાયદા ):- 1) કાર્ડીયોવેસ્ક્યુલર સહનશક્તિ માં સુધારો થાય છે. 2) કેલેરી ઘટાડવામાં મદદ મળે છે. 3) નીચેના શરીરની તાકાત વધારે. 4) આને કરવાથી શરીરની સાઇડની ચરબી ઓછી થાય છે. 5) આ જાંઘો ને સુડોળ બનાવે છે. 6) આને કરવાથી નિતંબ અને પગની ચરબી ઓછી થાય છે. 7) આખું શરીર એક સાથે ફીટ બને છે.
ની ટેપ માં વિવિધતાની રીત:- 1) આને કરવા માટે એકદમ સીધા ઉભા રહો. 2) તમારા હાથને કોણીથી વાળીને એકબીજા સાથે જોડી લો. 3) ત્યારબાદ તમારા જમણા પગને ઉપર તરફ ઉઠાવો અને હાથથી સ્પર્શ કરો. 4) આવી જ રીતે ડાબા પગથી દોહરાવો. 5) ત્યારબાદ તમારા હાથને કોણીમાંથી વાળીને માથાની બંને સાઇડે રાખી લો. 6) ત્યારબાદ તમારા પગને ખોલી લો અને જમણા પગને ઉપરની તરફ કરીને કોણીથી સ્પર્શ કરો. 7) આ જ રીતે બીજી બાજુ થી પણ કરો. 8) આ કસરત ને અનેક વાર કરો. તમે પણ આ કસરતને કરીને તમારા શરીરની ચરબીને ઝડપથી ઓછી કરી શકશો. કેવી રીતે કસરત કરવી તેની વિડીયો લિંક નીચે આપેલ છે.
https://www.instagram.com/reel/CiZNsY4Jj3Y/?utm_source=ig_web_copy_link
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી