કચરામાં ફેંકી દેવાતા આ પાનની ભાજી ડાયાબિટીસ, કબજિયાત અને કમજોર હાડકાની બીમારીમાં છે કાળ સમાન, શરીરના અનેક રોગોને કરી દેશે કાયમી ગયાબ….

મિત્રો ગાજર આપણા શરીર માટે ખુબ જ ઉપયોગ સાબિત થાય છે. ખાસ કરીને તેનું શાક, સલાડ, હલવો અને સલાડના રૂપે તેનું સેવન કરવામાં આવે છે. તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે, આ લાલ શાકભાજીનું શાક સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે, જે ગાજરના લીલા પાન પણ પોષક તત્વોનો ભંડાર છે અને અલગ-અલગ રીતથી તે આપણા સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે.

લગભગ જોવા મળે છે કે, લોકો ગાજરના પાનને કચરો સમજીને કચરાપેટીમાં ફેંકી દે છે. જો તમે પણ ગાજરના લીલા પાનના ફાયદા જાણશો, તો ભૂલથી પણ તેને કચરાપેટીમાં નહિ નાખો. ખરેખર આ પાનને મેથી, પાલકની ભાજીની જેમ ઉપયોગમાં લેવામાં આવે છે. ગાજરના પાન સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે શરીર માટે જરૂરી પોષક તત્વો અને વિટામિન એથી ભરપૂર હોય છે. તમે આ પાનનું સૂપ પિયને શરીરમાં અનેક પોષણ વધારી શકો છો, જે સ્વાદમાં પણ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.

એક્સપર્ટ જણાવે છે કે, ગાજરના પાનની ભાજી અલગ અલગ રીતે નિયમિત રૂપે સેવન કરવાથી વજન ઓછું કરવા, આંખોની રોશની વધારવા, કેન્સરના જોખમને ઓછું કરવા માટે તથા શરીરની અંદરના સ્વાસ્થ્યને સુધારવા માટે મદદ કરી શકે છે. ચાલો જાણીએ તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને બીજા ક્યાં ક્યાં ફાયદા થઈ શકે છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરવા : ગાજરમાં એવા દરેક તત્વ જોવા મળે છે જે હૃદયના સ્વાસ્થ્ય સુધારે છે અને વધારો આપે છે. તેમાં કેલ્શિયમ હોય છે, જે એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે મદદ કરી શકે છે. આ શાકભાજીમાં ઉચ્ચ માત્રામાં ફાઈબર જોવા મળે છે તે ઘમણીઓ અને રક્તવાહિની દિવાલ ઉપર જમા થયેલ કોલેસ્ટ્રોલને સાફ કરી શકે છે.

આંખોની રોશની : ગાજરની જેમ જ તેના પાનમાં લ્યૂટિન, લાઇકોપીન અને વિટામિન એ ની માત્રા હોય છે. જો તમારી નજર કમજોર છે તો આ ગાજરના પાનની ભાજી તેને સુધારવામાં મદદ કરી શકે છે. લ્યુટીન અને લાઈકોપીન બંને આંખોની રોશની વધારે છે અને તમારા રાત્રિના વિઝનમાં સુધારો કરે છે.

કેન્સરનું જોખમ : આ શાકભાજીમાં જોવા મળતા કેરોટીનોઇડ તમને પ્રોસ્ટેટ, કોલન અને પેટના કેન્સરથી બચવા માટે મદદ કરી શકે છે. કેરોટીનોઇડ એન્ટીઓક્સીડેન્ટ છે, જે બ્રેસ્ટ કેન્સરથી બચાવવા માટે પણ મદદ કરી શકે છે. આ શાકભાજીમાં જોવા મળતું એક અન્ય એન્ટીઓક્સીડેન્ટ એંથોસાયનીન પણ કેન્સરને રોકવા માટે મદદ કરી શકે છે.

ઓરલ સ્વાસ્થ્યને સુધારે છે : આ શાકભાજીમાં કેરોટીન અને વિટામિન એ ની ઉચ્ચ માત્રા જોવા મળે છે, તેથી તે ઓરલ સ્વાસ્થ્યને સુધારવા માટે મદદ કરી શકે છે. પોષક તત્વ પટ્ટીકાથી લડી શકે છે અને તમારા દાંતના પડને મજબૂત કરે છે.

લિવરની સફાઈ : આ શાકભાજીમાં એવા ગુણ હોય છે, જે લીવરમાં જોવા મળતા ફેટ અને પિત્તની માત્રાને ઓછું કરે છે. તેની માત્રા ઓછી કરવાથી તમારું લીવર સારી રીતે કામ કરી શકશે જેનાથી તમારુ સંપૂર્ણ સ્વાસ્થ્ય સારું થઈ શકે છે.

કબજિયાત : આ શાકભાજીનું નિયમિત સેવન આંતરડાના કામકાજમાં સુધારો કરીને પાચનતંત્ર સારું બનાવે છે. તેમાં ફાઈબરની સારી એવી માત્રા હોવાથી તેનું સેવન કરવાથી પેટ સાફ રહે છે, અને એ જ કારણ છે કે, તેનું સેવન કરવાથી કબજિયાત જેવી સમસ્યાથી તમે દૂર રહી શકો છો.

હાડકા : આ શાકભાજીમાં જોવા મળતું વિટામીન કે 1 અને વિટામિન એ, પોટેશિયમ અને કેલ્શિયમ હાડકાંને દ્રવ્યમાનમાં સુધારો કરી શકે છે. આ પોષક તત્વો હાડકાને તૂટતા રોકી શકે છે. તેની સાથે જ ઓસ્ટીઓપોરોસીસને પણ રોકે છે. હાડકાંને મજબૂત બનાવવા માટે તમારે આ ભાજીનું સેવન જરૂર કરવું જોઈએ.

ડાયાબિટીસ કંટ્રોલ કરવા : નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થના અનુસાર ફાઇબર શરીરમાં બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. ફાઇબર ઇન્સ્યુલિન રેસિડેન્ટ અને સેન્સિટિવિટીને વધારો આપી શકે છે, ગાજરના આલ્ફા અને બીટા કેરોટીન સામગ્રી આગળ જઈને ડાયાબિટીસમાં મદદ કરે છે. ડાયાબિટીસના વિકાસના જોખમને પણ ઓછું કરે છે અને કંટ્રોલ કરે છે.

(નોંધ : આ લેખમાં સામાન્ય જાણકારી માટે છે કે કોઈપણ પ્રકારની દવા અથવા ઈલાજનો વિકલ્પ નથી વધુ જાણકારી માટે હંમેશા ડોક્ટરનો સંપર્ક કરો.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment