જોવા જઈએ તો આમળાનું ચૂર્ણ અને હળદર પાવડર આ બન્ને વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. બંનેમાં ઘણા બધા ગુણકારી તત્વો જોવા મળે છે, આમળાના ચુર્ણમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે, અને તેની સાથે જ આમળાંમાં વિટામિન-સી ઉચ્ચ માત્રામાં હોય છે. જેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તે સિવાય તેમાં ફ્લેવોનોઈડ્સ પણ જોવા મળે છે જેનાથી આપણી યાદશક્તિ ખૂબ જ સ્ટ્રોંગ બને છે.
આમળાનું ચૂર્ણ અને હળદર ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ સારું હોય છે, ત્યાં જ હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે અને આ બંનેનું મિશ્રણ આપણને ઘણા બધા લાભ આપે છે. તેનું સેવન કરવાથી લીવરમાં ઇન્ફેક્શન અને ડાયાબિટીસ જેવી તકલીફો પણ દૂર થઇ શકે છે. આમળા અને હળદરના મિશ્રણનું મિશ્રણ કરવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા મળે છે.
આમળાનું ચૂર્ણ અને હળદરના ફાયદા : 1) ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક : ડાયાબિટીસના દર્દીઓ માટે આમળાનું ચૂર્ણ અને હળદર ખૂબ જ ફાયદાકારક હોય છે. તે બંનેમાં ફાઇબર અને એન્ટિ ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે લોહીમાં સુગરની માત્રાને ઓછું કરવામાં મદદ કરે છે. તેની સાથે જ ઈન્સ્યુલિનની માત્રાને સંતુલિત રાખે છે. આ બંનેનું મિશ્રણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે, ખાસ કરીને આમળા અને હળદરના આ મિશ્રણથી ટાઇપ 2 ડાયાબિટીસને ઓછું કરી શકાય છે.
2) લીવર સ્વસ્થ રાખે : લીવર ઇન્ફેક્શન અને તેના દુખાવા માટે આમળાનું ચૂર્ણ અને હળદરનું સેવન ખુબ જ ફાયદાકારક છે, લીવરમાં ઇન્ફેક્શન દર્દનિવારક દવાઓ, એન્ટીબાયોટિક અને દારૂના સેવનથી થાય છે. ત્યારે આમળા અને હળદર આ બધા ઝેરી પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવા માટે મદદ કરે છે. તેની માટે હળદર અને આમળાનું ચૂર્ણ પાણીમાં લેવાથી ખૂબ જ રાહત મળે છે.
3) પાચનતંત્ર મજબૂત બનાવે : પેટને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે આમળાનું ચૂર્ણ અને હળદરનું સેવન ખુબ જ ફાયદાકારક છે. આમળામાં ઉપસ્થિત ફાઇબર પાચન માટે ખુબ જ સહાયક સામગ્રી છે, તે સિવાય હળદરના મિશ્રણથી કબજિયાત અને ઉલ્ટીમાં રાહત મળે છે.
4) આંખોની રોશની વધારે : આમળામાં વિટામીન એ ની માત્રા જોવા મળે છે જે આંખોની રોશની માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. તે સિવાય હળદર અને આમળામાં વિટામિન સીની માત્રા હોય છે અને તે આંખોની રોશની વધારવાની સાથે સાથે આંખોની ડ્રાયનેસ અને ડાર્ક સર્કલ જેવી તકલીફને પણ દૂર કરે છે.
5) હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે : હૃદયના સ્વાસ્થ્ય માટે આમળાનું ચૂર્ણ અને હળદર એક સારો ઉપાય છે. હળદર અને આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, તેની સાથે જ ઘરમાં ઉપસ્થિત વિટામિન બી16 અને મેગ્નેશિયમ બન્ને જ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. બંનેનું મિશ્રણ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકે છે તથા હાઈ બ્લડપ્રેશરમાં પણ મદદ કરે છે.
આમળાનું ચૂર્ણ અને હળદરનો ઉપયોગ : 1) આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણને પાણીમાં મેળવીને પીવાથી પાચનતંત્રમાં લાભ મળે છે, ખરેખર તો પાણી ઉમેરીને આમળાનું ચૂર્ણ અને હળદર લેવાથી તે ખૂબ જ જલ્દી અસર કરે છે.
2) આમળાનું ચૂર્ણ અને હળદર પાવડરમાં મિસરી ઉમેરીને સેવન કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે, અને લીવર ઇન્ફેક્શનમાં આરામ મળશે.
3) આમળાનું ચૂર્ણ અને હળદરને આદુની સાથે ઉમેરીને તેનું સેવન કરવાથી શરદી, ઉધરસ અને ઇન્ફેક્શન ઓછું કરવામાં ફાયદો થાય છે.
4) તે સિવાય તમે આમળા પાઉડરનો લેપ તમારા વાળમાં પણ લગાવી શકો છો.
5) તેની સાથે જ તમે આમળાનું ચૂર્ણ અને હળદરને મધમાં ઉમેરીને ડાયાબિટીસના દર્દીઓને ખવડાવી શકો છો.
6) તમે આમળાને રાત્રે પાણીમાં પલાળીને રાખો, ત્યારબાદ સવારે આમળાના પાણીમાં હળદર ઉમેરીને પી શકો છો. તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
7) તે સિવાય તમે 100 ગ્રામ આમળાના ચુર્ણમાં 20 ગ્રામ હળદર પાઉડર ઉમેરીને તેની કેપ્સ્યુલ બનાવો, ત્યારબાદ સવાર-સાંજ એક-એક ગોળીનું સેવન કરો.
સાવધાની : આમળાનું ચૂર્ણ અને હળદરનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. તેનું વધુ પડતું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે. કારણ કે હળદરની તાસીર ગરમ હોય છે અને તેનું વધુ પડતું સેવન કરવાથી કબજીયાત, ઝાડા અને ઊલટી થઈ શકે છે. તેની સાથે જ જો ડાયાબિટીસની સમસ્યા હોય તો આમળાના મુરબ્બાનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી