શિયાળાની ઋતુ આવી ગઈ છે અને આપણે આપણા શરીરને ગરમ રાખવા માટે ઘણી બધી વસ્તુઓનું સેવન કરે છે. અને તેમાં જ સામેલ છે ગોળ અને સૂંઠ. લગભગ લોકો શિયાળામાં ગોળ અને સૂંઠના લાડુ બનાવીને તેનું સેવન કરે છે, લાડુ સિવાય તમે અન્ય બીજી રીતે પણ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. આયુર્વેદ અનુસાર આ બંનેની તાસીર ગરમ હોય છે. ત્યારે તમે ગોળ અને સૂંઠને એક સાથે મેળવીને આસાનીથી તેનું સેવન કરી શકો છો.
ગોળમાં કયા કયા તત્વો જોવા મળે છે? : શિયાળાની ઋતુમાં પ્રાચીનકાળથી જ ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અને તેમાં ઘણા બધા પ્રકારના પોષકતત્વો પણ જોવા મળે છે. 100 ગ્રામ ગોળમાં 200 ગ્રામ કેલેરી, 0.1 ગ્રામ ચરબી, 37 ગ્રામ સોડિયમ જોવા મળે છે. અને તે સિવાય ગોળની અંદર પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, કેલ્શિયમ અને આયર્નની ખૂબ જ સારી માત્રા હોય છે. ગોળ વિટામિન બી6 અને મેગ્નેશિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે.
સૂંઠમાં ઉપસ્થિત પોષક તત્વો : સુકવેલા આદુને જ સૂંઠ કહેવામાં આવે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. સૂંઠમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાયબર, સોડિયમ, વિટામિન એ, વિટામિન સી અને ઝીંક, ફોલેટ એસિડ અને ફેટી એસિડ હોય છે. તેથી જ સૂંઠ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
સૂંઠ અને ગોળ ના ફાયદા : આયુર્વેદ અનુસાર સૂંઠ અને ગોળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પ્રસૂતિ પછી મહિલાઓને શિયાળામાં તેનું સેવન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. આ બંને પદાર્થ શિયાળામાં આપણા શરીરને ગરમ રાખવામાં ખૂબ જ મદદ કરે છે. જાણીએ તે બંનેના ફાયદા.
1) મોસમી બીમારીઓથી બચાવે : સૂંઠ અને ગોળની તાસીર ગરમ જોવા મળે છે અને જો તેનું સેવન શિયાળામાં કરવામાં આવે તો ઋતુના લીધે થતી અલગ-અલગ બીમારીથી બચી શકીએ છીએ. તેની સાથે જ સૂંઠ અને ગોળ પોષક તત્વોથી ભરપૂર છે તેથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને બીમારિયોથી બચી શકાય છે.
2) પ્રસૂતિ પછી ફાયદાકારક : પ્રેગનેન્સીમાં સૂંઠ અને ગોળનું સેવન એક સાથે કરવું ખૂબ જ ફાયદાકારક છે. પ્રસૂતિ પછી મહિલાઓએ સૂંઠ અને ગોળના લાડુનું સેવન કરવું તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઉપસ્થિત પોષક તત્વો માતા માટે ખૂબ જ જરૂરી છે. તેનું સેવન કરવાથી માતાની કમજોરી દૂર થાય છે અને સ્તનના દૂધના ઉત્પાદનમાં પણ વધારો થાય છે. શિયાળામાં સ્તનપાન કરાવતી મહિલાઓએ તેનું સેવન જરૂરથી કરવું જોઈએ. પ્રેગનેન્સીમાં સૂંઠ ખાવાથી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે.
3) એનિમિયાની સમસ્યા દૂર કરે : એનીમિયા એટલે શરીરમાં લોહીની ઉણપ. સૂંઠ અને ગોળમાં આયર્ન ખૂબ જ સારી માત્રામાં હોય છે. લગભગ મહિલાઓ આ સમસ્યાથી પરેશાન હોય છે. તેવી પરિસ્થિતિમાં આપણે સૂંઠ અને ગોળનું સેવન કરીશું તેનાથી આપણને ખૂબ જ લાભ મળશે.
4) હાડકા મજબુત બનાવે : આપણા શરીરમાં જો કેલ્શિયમની ઉણપ હશે તો હાડકાંમાં દુખાવાની સમસ્યા ઊભી થઈ શકે છે, અને શિયાળાની ઋતુમાં લગભગ લોકોને સાંધા અને હાડકાંના દુખાવો થાય છે. તેનું મુખ્ય કારણ કેલ્શિયમની ઉણપ છે. તેથી જો તમને સાંધામાં દુખાવો રહે છે તેની માટે સૂંઠ અને ગોળનું એકસાથે સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. આ બંને ખાદ્ય પદાર્થોમાં કેલ્શિયમની ખૂબ જ સારી માત્રા હોય છે અને તે હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.
5) ઉધરસ અને તાવમાં રાહત અપાવે : જો તમને શિયાળામાં ઉધરસ અને તાવ રહે છે તો તમારે આયુર્વેદ અનુસાર સૂંઠ અને ગોળનું સેવન કરવું જોઈએ. કારણ કે સૂંઠ અને ગોળ ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે અને કફ દૂર થાય છે.
6) પેટ માટે ફાયદાકારક : સૂંઠ ગોળ આપણા પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. લગભગ લોકો સૂઠ અને ગોળનું સેવન શિયાળાની ઋતુમાં કરતા જોવા મળે છે. તેનાથી પેટ સંબંધિત અનેક રોગો દૂર થાય છે તથા, તે આપણી પાચનશક્તિને મજબૂત બનાવે છે. ગોળમાં ફાઇબર હોય છે જેનાથી કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે.
સૂંઠ અને ગોળ એક સાથે ખાવાની રીત : શિયાળાની ઋતુમાં આપણા શરીરને ગરમ રાખવા માટે ગરમ વસ્તુઓનું સેવન કરીએ છીએ. હવે વાતાવરણ ખૂબ જ ઠંડું થઈ ગયું છે ત્યારે તમે તમારા ડાયટમાં સૂંઠ અને ગોળને સામેલ કરી શકો છો. નીચે આપેલ રીત અનુસાર તમે સૂંઠ અને ગોળને તમારા ડાયટમાં સામેલ કરો.
1) લાડુ : શિયાળાની ઋતુમાં લગભગ લોકો આ બંને વસ્તુને ઉમેરીને લાડુ બનાવે છે અને સૂંઠ તથા ગોળનું સેવન લોકો લાડુના સ્વરૂપે વધુ કરતા જોવા મળે છે અને દરરોજ તેનું સેવન કરે છે. આ બન્ને વસ્તુ પોષક તત્વોથી ભરપુર હોય છે જાણો સૂંઠ અને ગોળના લાડુ બનાવવાની રીત.
તેની માટે તમારે સૂંઠ, ગોળ, ગુંદર, નારિયેળ, ખસખસ, પિસ્તા, કાજુ, બદામ અને ઘી ની જરૂર પડશે. સૂંઠ અને ગોળના લાડુ બનાવવા માટે સૌપ્રથમ ગુંદર અને બદામ એક સાથે પીસો. હવે એક પેનમાં ઘી ગરમ કરો અને ગુંદરને ધીમી આંચ પર શેકો. ત્યારબાદ તેમાં ગોળ ઉમેરો અને હલાવતા રહો ગોળને સંપૂર્ણ રીતે ઓગળવા દો.
ત્યાર બાદ એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં કાજુ પિસ્તા નાના-નાના ટુકડા કરીને તેને શેકો, ત્યારબાદ તેમાં ખસખસ અને સૂંઠ ઉમેરો. ગુંદર ઠંડો થઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં બહાર કાઢો અને વેલણની મદદથી પીસો. હવે ગોળમાં બદામનો પાવડર, છીણેલું નારિયેળ, પીસ્તા, કાજુ, ખસખસ અને ગુંદર નાખીને તેને સારી રીતે હલાવી લો. ત્યારબાદ ગેસ બંધ કરો. હવે તેને લાડુનો શેપ આપો ત્યારબાદ એરટાઈટ કન્ટેનરમાં મૂકો. તમે સંપૂર્ણ શિયાળા દરમિયાન તેનું સેવન કરી શકો છો. તેમજ સુંઠ અને ગોળનું સેવન બીજી રીતે પણ કરી શકો છો, જે નીચે પ્રમાણે છે.
2) ચ્યવનપ્રાસ : ચ્યવનપ્રાસના ફાયદા તો આપણે બધા જ જાણીએ છીએ, તે ઘણા બધા પ્રકારની જડીબુટ્ટીઓને ઉમેરીને બનાવવામાં આવે છે. શિયાળામાં તેનું સેવન કરવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, અને તેની સાથે જ તે સ્વાદિષ્ટ પણ હોય છે. બાળકો પણ તેનું સેવન આસાનીથી કરી શકે છે. તમે શિયાળામાં સૂંઠ અને ગોળને ઉમેરીને ચ્યવનપ્રાસ તૈયાર કરી શકો છો. તમે ઇચ્છો તો તેમાં મરી, તજ અને લવીંગ પણ ઉમેરી શકો છો જેનાથી ચ્યવનપ્રાસના ફાયદા વધી જાય.
3) ચા : શિયાળાની ઋતુમાં ચા પીવાનું લોકો ખૂબ જ પસંદ કરે છે. લાડુ અને ચ્યવનપ્રાસની સાથે તમે સૂંઠ અને ગોળની ચા પણ પી શકો છો. ચા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે. પરંતુ જો તમે હેલ્ધી ચા બનાવશો તો તે તમારા સ્વાસ્થ્યને ઘણા બધા લાભ આપશે. તેની માટે તમે ચામાં સૂંઠ અને ગોળ ઉમેરી શકો છો.
4) કાઢો : ચા સિવાય તમે સૂંઠ અને ગોળનો કાઢો પણ બનાવી શકો છો કાઢો આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીને ઋતુઓ બદલાતા થતી બીમારીથી બચાવવામાં મદદ કરે છે. તમે પાણીમાં સુંઠ, ગોળ, કાળા મરી, લવિંગ, તજ અને તુલસી ઉમેરો. પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો ત્યારબાદ તેનું સેવન કરો.
તમે પણ સૂંઠ અને ગોળને આ 4 રીતે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો, સૂંઠ અને ગોળ બંનેની તાસીર ગરમ હોવાના કારણે તેને પિત્ત પ્રકૃતિવાળા લોકોએ વધુ સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી