70% લોકો ન્હાતા સમયે કરે છે આ ભૂલ, જેના કારણે આવી શકે છે જીવલેણ હાર્ટએટેક ખતરો…. જાણો શિયાળામાં ન્હાતા વખતે શું ધ્યાન રાખવું…

મિત્રો શિયાળામાં સ્નાન કરવું ખુબ જ અઘરું છે. ખાસ કરીને સવારના સમયે. પણ આપણે શિયાળામાં જયારે સ્નાન કરીએ છીએ ત્યારે અમુક ભૂલો કરીએ છીએ. જેને કારણે આપણને મુશ્કેલી થાય છે. આથી જ તમને કેટલીક અણધારી બીમારીનો સામનો કરવો પડી શકે છે. સ્નાન કરતી વખતે આપણે અમુક વાતોનું ધ્યાન નથી રાખતા ત્યારે જ આપણને હાર્ટ એટેક ની બીમારી વધી શકે છે. 

ઠંડીમાં નહાવું કોઈ ચૂનોતીથી ઓછું નથી હોતું. પરંતુ શું તમને ખબર છે કે નહાવાની રીત આપણા હ્રદયનું સ્વાસ્થ્ય નક્કી કરે છે. ઘણા લોકો એવા હોય છે જે, કડાકાની ઠંડીમાં પણ ઠંડા પાણીએ નાહી લેતા હોય છે જે ખતરનાક બની શકે છે. તેમજ અમુક લોકો ઠંડીમાં ખૂબ જ ગરમ પાણીથી નાહી લેતા હોય છે તે પણ આપણા હ્રદય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઠંડીના કારણે આપની રક્તવાહિકાઓ સંકોચાઇ જાય છે અને રક્તચાપ વધી જાય છે. તેનાથી આપણા હ્રદય પર વધારે દબાણ આવે છે. એવામાં ઠંડા કે ગરમ પાણીથી નહાવું ખતરનાક સાબિત થઈ શકે છે. નવશેકા પાણીથી નહાવું સુરક્ષિત છે. હેલ્થ એક્સપર્ટ મુજબ, નવશેકું પાણી આપણા શરીરને અચાનક ઝાટકો આપતું નથી અને તે શરીરના તાપમાનને જાળવી રાખે છે. વાસ્તવમાં નવશેકું પાણી શરીરના તાપમાનને વધારે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો કરે છે.

શિયાળામાં ઠંડા પાણીથી નહાવાથી વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ:- શિયાળામાં જ્યારે આપણે ઠંડા પાણીના સંપર્કમાં આવીએ છીએ તો, આખું શરીર ધ્રુજી ઊઠે છે. મોહાલી સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ ડો. કહે છે કે, જ્યારે આપણે ઠંડા પાણીના સંપર્કમાં આવીએ છીએ તો, આપણુ શરીર એવી પ્રતિક્રિયા આપે છે જાણે કોઈ ઈમરજન્સી હોય. બ્લડ સર્ક્યુલેશન ઝડપી થઈ જાય છે અને આપણુ હ્રદય પણ બાકીના અંગોની સુરક્ષા માટે ઝડપથી પંપ કરવા લાગે છે. આવા આપાતકાલીન સમયમાં હ્રદય ત્વચા પાસે બ્લડ સર્ક્યુલેશન અટકાવી દે છે જેનાથી આપણે ધ્રૂજવા લાગીએ છીએ. અને જ્યારે આપણે ધ્રુજીએ છીએ તો હ્રદય પર વધારે દબાણ આવે છે.તેમજ ઘણી શોધમાં એવો ખુલાસો થયો છે કે, શિયાળામાં ઠંડા પાણીથી નહાવાથી મેટાબોલીજ્મ, રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને ઘણા ફિટનેસ ફિકર વાળા લોકો શિયાળામાં ઠંડા પાણીથી નહાય છે પરંતુ તેઓ એ વાત ભૂલી જાય છે કે, આ પ્રકારના પરીક્ષણોમાં એકદમ ફિટ લોકો સમાવિષ્ટ હોય છે જેમને કોઈ પણ પ્રકારની બીમારી હોતી નથી. ડોકટરના જણાવ્યા અનુસાર જ્યારે તમે ઠંડા પાણીથી નહાઓ છો તો, તમારા હ્રદય પર વધારે તણાવ આવે છે. તેનાથી આપણા હ્રદયના ધબકારા અનિયમિત થઈ જાય છે અને આપણને હાર્ટ એટેક આવી શકે છે.

એ જ રીતે ઠંડીના દિવસોમાં અચાનક ગરમ પાણીથી નહાવાથી પણ બ્લડ પ્રેશર ઝડપથી નીચું જઇ શકે છે. જેનાથી હ્રદય પર તણાવ વધી જાય છે. માટે શિયાળામાં નહાવા માટે નવશેકા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. નહાવાની શરૂઆત પોતાના પગને ધોવાથી કરવી અને નહાઈને તરત જ પોતાના શરીરને ટુવાલથી લપેટી લો.શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકના જોખમને ઘટાડવા માટે શું કરવું?:- ડોક્ટર આ વિશે જણાવે છે કે, શિયાળામાં હાર્ટ એટેકના જોખમને ઘટાડવા માટે હળવું ભોજન કરવું જોઈએ, પર્યાપ્ત ઉની કપડાં પહેરવા જોઈએ. વ્યાયામ કરવો જોઈએ અને જો કોઈ પ્રકારની બીમારી હોય તો નિયમિત દવા લેવી જોઈએ. ઘણી વખત આવી ઋતુમાં હાઇ બીપીના દર્દીઓને દવાના વધારે ખોરાકની જરૂર રહે છે. માટે હ્રદય રોગ વિશેષજ્ઞની નિયમિત સલાહ લેવી. આમ આ વાતોનું ધ્યાન તમારે ન્હાતી વખતે રાખવું જોઈએ. જેથી કરીને હાર્ટ એટેક નું જોખમ ઘટી શકે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment