જકડાઈ ગયેલા સાંધા કે દુખાવાની સમસ્યા હોય તો શિયાળામાં આ 5 વસ્તુઓનું ભૂલથી પણ ન કરતા, નહિ તો થઈ શકે છે આવા મોટા નુકશાન…

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળાની ઋતુમાં આપણા હાથ પગના સાંધા ખૂબ જ જકડાઇ જાય છે અને ઝીણો ઝીણો દુખાવો પણ રહ્યા કરે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર શિયાળાની ઋતુમાં સાંધાની માલિશ અને રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી આપણને દુખાવામાં ખૂબ જ રાહત મળે છે. તેની સાથે જ આપણો રોજના ડાયટ અને ખાણીપીણીથી જોડાયેલી વસ્તુઓ ઉપર પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. સાંધા અને હાડકામાં દુખાવો અથવા જકડાઈ જવાથી અમુક વસ્તુઓથી આપણે દૂર રહેવું જોઈએ.

સાંધાની માલીશ અને દરરોજ કરવામાં આવતી એક્સરસાઇઝથી દુખાવામાં રાહત તો મળી જાય છે, પરંતુ અમુક વસ્તુઓના સેવનના કારણે હાડકામાં દુખાવો અને સાંધા જકડાઈ જવા જેવી પરિસ્થિતિઓ શિયાળાની ઋતુમાં વધુ થાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર શિયાળાની ઋતુમાં સાંધાની માલિશ અને દરરોજ કસરત કરવાથી દુખાવામાં રાહત મળે છે. આપણે દરરોજના ડાયટમાં અને ખાણીપીણીથી જોડાયેલી વસ્તુઓ પર પણ ખૂબ જ ધ્યાન આપવું જોઈએ.

1) મીઠું : આર્થરાઈટીસ ફાઉન્ડેશન અનુસાર આપણા ભોજનમાં મીઠાની ઓછી અથવા ઉચિત માત્રાને કારણે શરીરમાં કેલ્શિયમ ઓછું થવાના સ્તરને બચાવી શકાય છે. તેનાથી હાડકાથી જોડાયેલો વિકાર અને ફેક્ચરનું જોખમ પણ ઓછું થઈ જાય છે. મીઠું આપણા શરીરમાં પાણીની જાળવણીનું કારણ બને છે જેનાથી આપણા સાંધામાં સોજો અથવા દુખાવાની સમસ્યા વધી જાય છે.

2) ખાંડ : ઘણી બધી બેકરી આઇટમ જેમ કે કોલા મીઠાઈ, આર્ટિફિશિયલ જ્યુસ, બ્રેડ અને રિફાઇનરી પ્રોડકટથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. શરીરમાં લોહીના ગ્લુકોઝનું લેવલ વધવાથી આર્થરાઈટિસના દર્દીઓની તકલીફ વધી શકે છે. આ પ્રકારની વસ્તુઓ પેશીઓમાં બળતરા અને સાંધામાં દુખાવામાં વધારો કરે છે તેથી તે બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.3) ગ્લુટન : રાઈ, ઘઉં અને જવ જે ગ્લુટનનો ખૂબ જ સારો સ્ત્રોત છે. જો કોઈપણ વ્યક્તિને ગ્લુટનથી એલર્જી છે તો તેને આ બધી જ વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ. ગ્લુટન શરીરમાં બળતરાની સમસ્યાને વધારો આપે છે. તે શિયાળામાં તમારા સાંધાના દુખાવાને પણ વધારી શકે છે. તેથી ગ્લુટન ડાયટથી દૂર રહેવું જોઈએ.

4) આલ્કોહોલ : આર્થરાઈટિસના દર્દીઓ માટે આલ્કોહોલ ખૂબ જ તકલીફ ઉભી કરી શકે છે. 278 લોકો ઉપર થયેલી એક સ્ટડી અનુસાર જાણવા મળ્યું છે કે આલ્કોહોલનું સેવન આપણા સ્પાઇનલ સ્ટ્રક્ચરને ડેમેજ કરી શકે છે. આલ્કોહોલથી ઓસ્ટીઓ આર્થરાઇટીસનું જોખમ પણ વધી જાય છે.

5) વજન : જો તમારા શરીરનો વજન પણ વધારે હોય તો પણ સાંધાનો દુખાવો થઇ શકે છે માટે આપણી માટે બેસ્ટ એ રેહશે કે શિયાળા માં ગરમ ​​ખોરાક ખાવો અને વજન પણ કંટ્રોલમાં રાખવો..લીલા શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment