નાળિયેર તેલમાં આ પાવડર નાખી લગાવી દો તમારા વાળમાં… સફેદ વાળ થઈ જશે તરત જ કાળા ભમ્મર જેવા… જાણો લગાવવાની રીત…

વાળ સફેદ થવા માટે ખરાબ ખાનપાનની સાથે પ્રદૂષણ, દવાઓનું વધુ પડતું સેવન, કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ યોગ્ય રીતે વાળની દેખભાળ ન કરવી વગેરે કારણો જવાબદાર છે. વાળ સફેદ ત્યારે થાય છે જ્યારે તેને પર્યાપ્ત પોષણ નથી મળી શકતું કે શરીરમાં પોષણની કમી થઈ જાય છે. આ સમસ્યા દૂર કરવા માટે નાળિયેર તેલ અને આમળાનો પાવડર ખૂબ જ ફાયદાકારક છે. વાળમાં નારિયેળ તેલનો ઉપયોગ તો બધા કરે છે.

વાળમાં નારિયેળ તેલ લગાવવાથી વાળ સ્વસ્થ થાય છે અને વાળની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. તેવી જ રીતે આમળા પણ એક સારું ફળ છે જેમાંથી ન માત્ર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ તેનો ઉપયોગ વાળમાં કરવાથી પણ ઘણા ફાયદા મળે છે. પરંતુ શું તમે જાણો છો જ્યારે પણ નારિયેળ તેલમાં આમળા મેળવીને વાળમાં લગાવવામાં આવે તો તે વાળની અનેક સમસ્યાઓ માટે એક રામબાણ ઉપાય સાબિત થાય છે.માત્ર એટલું જ નહીં આ મિશ્રણ સમયથી પહેલા સફેદ વાળની સમસ્યાને દૂર કરીને વાળને કુદરતી કાળા બનાવવામાં પણ અત્યંત અસરકારક છે. બસ તમારે યોગ્ય રીતે તેને વાળમાં લગાવવાનું છે. આજે આ લેખના માધ્યમથી અમે તમને સફેદ વાળને કાળા કરવા માટે આમળા અને નારિયેળ તેલ નો ઉપયોગ કેવી રીતે કરવો તે વિસ્તારપૂર્વક જણાવીશું.

વાળ માટે આમળા અને નારિયેળ તેલ ના ફાયદા:- નારિયેળ તેલને વાળની અનેક સમસ્યાઓનો કાળ માનવામાં આવે છે, કારણકે આમાં હેલ્ધી ફેટ, એન્ટિઓક્સિડન્ટ, વિટામિન ઈ, એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ પુષ્કળ પ્રમાણમાં હાજર હોય છે. તેવી જ રીતે જો આમળાની વાત કરીએ તો આ પણ વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જ્યારે તમે નારિયેળ તેલ અને આમળાને સાથે મેળવીને વાળમાં લગાવો છો તો તેનાથી અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.જેમ કે:-  ડ્રાય અને ફ્રીઝી વાળની સમસ્યા દૂર થાય છે અને વાળમાં કુદરતી ચમક આવે છે. આ વાળના વિકાસમાં ઝડપી વધારો કરે છે અને નવા વાળ ઉગાડવામાં મદદરૂપ થાય છે, તેનાથી ટાલની સમસ્યાને પણ રોકી શકાય છે. સ્કેલ્પ માં એલર્જી, ખંજવાળ અને ડેન્ડ્રફ વગેરેથી છુટકારો મેળવવામાં આ સંયોજન ખૂબ જ ફાયદાકારક છે. આ વાળને ખરતા રોકવામાં અને તેમને જડથી મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. આ વાળને પર્યાપ્ત પોષણ પ્રદાન કરે છે જેનાથી તમને ઘાટા, લાંબા, શાઈની અને મજબૂત વાળ મેળવવામાં મદદ મળે છે.

આમળા પાવડર અને નાળિયેર તેલથી વાળને કેવી રીતે કરવા કાળા:- સફેદ વાળની સમસ્યા દૂર કરવા અને તેને કુદરતી કાળા કરવા માટે તમારે એક કઢાઈમાં નારિયેળ તેલ નાખવાનું છે. ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી આમળાનો પાવડર નાખવાનો છે અને સરસ રીતે પકવવાનું છે. તમે ઈચ્છો તો તેમાં મહેંદીનો પાવડર પણ નાખી શકો છો. તેનાથી વાળને જલ્દી કાળા કરવામાં મદદ મળશે જ્યારે મિશ્રણ કાળું થઈ જાય તો ગેસ બંધ કરી દેવો. તેને ઠંડુ થવા દો. આ મિશ્રણને વાળ ધોવાના ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક પહેલા વાળમાં લગાવીને રહેવા દો. ત્યારબાદ શેમ્પુ થી ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર લગાવો તેનાથી તમને જલ્દી પરિણામ જોવા મળશે.      

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment