ફક્ત 210 રૂપિયા જમા કરીને તમે દર મહિને મેળવો 5000 રોકડા, રોકો આ સરકારી સ્કીમમાં તમારા પૈસા… અને જાણો રોકાણ કરવાની સંપૂર્ણ માહિતી…

મિત્રો આપણે હંમેશા એવી સ્કીમ ની શોધમાં રહીએ છીએ કે જેમાં રોકાણ કરવાથી તમારું રોકાણ ડબલ થઇ જાય. આ માટે તમે અનેક ખાનગી તેમજ સરકારી સ્કીમ પર નજર રાખતા હો છો. આવી સ્કીમમાં પૈસા રોકાણ કરવાથી તમારી એક સાઈડ ઈનકમ થાય છે અને તમારું ભવિષ્ય સુરક્ષિત રહે છે. તમે અક્સર એવી સ્કીમની શોધમાં હો છો જેમાં ઓછુ રોકાણ કરીને વધુ નફો મેળવી શકાય. આજે તમને એવી સ્કીમ વિશે જણાવીશું જેમાં તમારે માત્ર 210 નું રોકાણ કરવાનું છે અને તમને મહીને 5000 રૂપિયા સુધીની આવક થઇ શકે છે. 

કેન્દ્ર સરકાર તરફથી અસંગઠીત ક્ષેત્રના લોકો માટે શરૂ કરવામાં આવેલ સોશિયલ સિક્યોરિટી સ્કીમ અટલ પેન્શન યોજનાએ નવો રેકોર્ડ બનાવી દીધો છે. અટલ પેન્શન યોજના ભારત સરકાર દ્વારા સમર્થિત એક ગેરેંટીકૃત પેન્શન યોજના છે અને PFRDA દ્વારા પ્રશાસિત છે. જણાવી દઈએ કે આ યોજનાની શરૂઆત 9 મે 2015ના રોજ થઈ હતી. 25 ઓગસ્ટ 2021ના રોજ નામાંકન 3.30 કરોડને પાર કરી ગયું છે.એપીવાયના નિયમો મુજબ, 18 થી 40 વર્ષની ઉંમરના વ્યક્તિ માસિક પેન્શન માટે પાત્ર બનવા માટે એપીવાય ખાતું ખોલી શકે છે. આ યોજના મુજબ, સબ્સ્ક્રાઈબરને 60 વર્ષની સેવાનિવૃતિની ઉંમરથી અને તેની તરફથી કરવામાં આવેલા યોગદાનના આધારે 1000 થી 1500 રૂપિયાનું પેન્શન મળે છે. 

દર મહિને મળશે 5000 રુપિયાનું પેન્શન:- જણાવી દઈએ કે ઓછા પૈસા લગાડીને પેન્શનની ગેરેંટી માટે અટલ પેન્શન યોજના એક સારો વિકલ્પ છે. અત્યારે અટલ પેન્શન યોજના મુજબ, સરકાર 60 વર્ષ પછી 1000 થી 1500 રૂપિયા મહિનાના પેન્શનની ગેરેંટી આપે છે. અટલ પેન્શન યોજના મુજબ અકાઉન્ટમાં સાર મહિને નક્કી કરેલ યોગદાન કરવા માટે રિટાયરમેંટ પછી 1000 રૂપિયાથી 5 હજાર રૂપિયા મંથલી સુધી પેન્શન મળશે. સરકાર સાર 6 મહિનામાં માત્ર 1,239 રુપિયાનું રોકાણ કરવા પર 60 વર્ષની ઉંમર પછી આજીવન 5000 રૂપિયા મહિનાના એટલે કે, 60,000 રૂપિયા વાર્ષિક પેન્શનની ગેરેંટી સરકાર આપે છે.

દર મહિને આપવા પડશે 210 રૂપિયા:- હાલના નિયમ મુજબ, જો 18 વર્ષની ઉંમરમાં યોજનાથી વધુમાં વધુ 5000 રૂપિયા મંથલી પેન્શન માટે જોડાઓ છો તો તમારે દર મહિને 210 રૂપિયા આપવા પડશે. જો આ જ પૈસા દર ત્રણ મહિને આપો છો તો 626 રૂપિયા અને છ મહિને આપો તો 1,239 રૂપિયા આપવા પડશે. મહિનામાં 1000 રૂપિયા પેન્શન લેવા માટે જો 18 વર્ષની ઉંમરમાં રોકાણ કરો છો તો માસિક 42 રૂપિયા આપવા પડશે.નાની ઉંમરમાં જોડાવાથી મળશે વધારે ફાયદો:- માની લો કે જો 5000 પેન્શન માટે તમે 35ની ઉંમરમાં જોડાઓ છો તો 25 વર્ષ સુધી દર છ મહિને 5,323 રૂપિયા જમા કરવા પડશે. એવામાં તમારું કુલ રોકાણ 2.66 લાખ રૂપિયા થશે. જેના પર તમને 5000 રૂપિયા મંથલી પેન્શન મળશે. જ્યારે 18ની ઉંમરમાં જોડાવાથી તમારું કુલ રોકાણ માત્ર 1.04 લાખ રૂપિયા જ થશે. એટલે કે એક જ પેન્શન માટે લગભગ 1.60 લાખ રૂપિયા વધારે રોકવા પડશે. ઇન્કમ ટેક્સના સેક્શન 80CCD મુજબ, તેમાં ટેક્સ છૂટનો ફાયદો મળે છે. આમ આ અટલ યોજનામાં તમારા રોકાણને નિવૃત્તિ સમયે સારું એવું પેન્શન મળે છે. આ રોકાણથી તમે પોતાના પેન્શન દ્વારા આત્મનિર્ભર રહી શકો છો. 

સમગ્ર દેશમાં હાલ આ પેન્શન યોજના ખુબ જ ગતિ સાથે વધી રહી છે લોકો તેનો ભરપુર ફાયદો લઇ રહ્યા છે. ઓછી ઉંમરના લોકો માટે આ યોજના વધુ ફાયદાકારક છે. પણ તમે 18 વર્ષ પછી ગમે ત્યારે આ યોજનામાં જોડાઈ શકો છો. અને નિવૃત્તિ પછી પેન્શન દ્વારા પોતાનું જીવન આરામથી પસાર કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment