લગ્ન અથવા જીવનસાથી મળતા પહેલા ભગવાન આપે છે આવા સંકેત…. તરત જ થઇ જતા હોય છે લગ્ન…

લગ્ન અથવા જીવનસાથી મળતા પહેલા ભગવાન આપે છે આવા સંકેત…. તરત જ થઇ જતા હોય છે લગ્ન…

હિંદુ ધર્મ અનુસાર સોળ સંસ્કારોમાંથી સૌથી મહત્વનો સંસ્કાર કોઈ હોય તો એ છે વિવાહનો સંસ્કાર. દરેક વ્યક્તિ પોતાના વિવાહને લઈને ખુબ જ સપના જોતા હોય છે. વિવાહને લઈને દરેક વ્યક્તિના મનમાં વિવાહ થયા પહેલા એવા વિચારો આવતા હોય છે કે જીવનસાથી ક્યારે મળશે, ક્યારે લગ્ન થશે, જીવનસાથી કેવા મળશે, તેમજ લગ્ન બાદનું જીવન કંઈ રીતે પસાર થશે વગેરે વિચારો આવતા હોય છે તે સ્વાભાવિક છે.

આપણા મનમાં લગ્ન સંબંધિત ઘણા પ્રશ્નો ઉદ્દભવતા હોય છે. પરંતુ આપણે તેના ઉત્તરોથી અજાણ રહીએ છીએ. પરંતુ આજે અમે તમને અમારા લેખમાં વિવાહ સંબંધિત ખાસ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. જે જાણીને કદાચ તમને તમારા અમુક પ્રશ્નોનો ઉત્તર મળી જશે. આજે અમે એવા ખાસ સંકેતો જણાવશું જે સંકેતો જણાવે છે કે તમને ઝડપથી કોઈ સાચા પ્રેમી કે જીવનસાથી મળશે અને તમારા લગ્ન નજીકના ભવિષ્યમાં થશે.

આજના સમયમાં સાચો પ્રેમ મળવો ખુબ જ મુશ્કેલ છે. પરંતુ જ્યારે આપણા જીવનમાં આપણા સાચા સાથી સાથે મુલાકાત થવાની હોય તો ભગવાન આપણને અગાઉથી જ સંકેત આપી દેતા હોય છે. જો તમને આવા સંકેતો દેખાય તો સમજવું કે તમારા જીવનમાં કોઈ સાચા પ્રેમીનું આગમન થવાનું છે અને લગ્ન પણ થશે. તો ચાલો જાણીએ તે સંકેતો ક્યાં ક્યાં છે.

સૌથી પહેલો સંકેત છે નાગ અને નાગણીની જોડી. જો તમે રસ્તા પર જઈ રહ્યા હોવ અને તમને અચાનક નાગ અને નાગણીની જોડી દેખાય તો સમજી લેવું કે તમને નજીકના ભવિષ્યમાં તમારા સાચા જીવનસાથી મળશે. નાગ ભગવાન શિવના પ્રિય હોય છે અને ભગવાન શિવ તમને સંકેત આપવા માંગે છે કે તમને તમારા જીવનમાં એક સાચા જીવનસાથી ઝડપથી મળશે.

ત્યાર બાદ બીજો સંકેત છે પક્ષી પ્રેમાલાપ કરતા દેખાય. મિત્રો તમે રસ્તા પર જતા હોય અથવા તો કોઈ જગ્યાએ બેઠા હોય અને તમને બે પક્ષી પ્રેમાલાપ કરતા દેખાય તો તમારે સમજી જવું કે તમને તમારા જીવનમાં એક સાચો પ્રેમ મળવા જઈ રહ્યો છે અથવા તો તમારી મુલાકાત તમારા સાચા પ્રેમી સાથે થવા જઈ રહી છે.

ત્રીજો સંકેત છે કે જ્યારે તમે ભગવાનની પૂજા કરતા હોવ કે પ્રાર્થના કરતા હોવ ત્યારે ભગવાનને પડેલું ફૂલ નીચે પડે તો સમજી જવવું કે ભગવાન તમારા પર પ્રસન્ન થયા છે. હવે તે તમારા જીવનમાં એવા પ્રેમને મોકલશે જેની તમે રાહ જોઈ રહ્યા છો. ભગવાનની કૃપાથી તમને તમારા જીવનસાથી આ સંકેત મળ્યા બાદ જલ્દી મળી જશે.

આ ઉપરાંત ભગવાન અમુક સપનાઓ દ્વારા પણ સંકેત આપતા હોય છે કે નજીકના ભવિષ્યમાં તમારા લગ્ન થવા જઈ રહ્યા છે. જો કોઈ યુવતીને સપનામાં સુંદર ચકલી જોવે તો તેને ઝડપથી કોઈ સુંદર જીવનસાથીની પ્રાપ્તિ થશે તેનો સંકેત છે. આ ઉપરાંત કોઈ યુવતી સપનામાં તેની મિત્રએ આપેલી બંગડી પહેરતી દેખાય અથવા તો મેળામાં ફરતી દેખાય તો તેનો મતલબ છે કે તેના લગ્નનો સમય હવે આવી ગયો છે, ટૂંક સમયમાં તેના વિવાહ થશે.

જો કોઈ યુવકને સપનામાં મૂર્તિ બનાવનાર દેખાય તો તેનો મતલબ છે કે ઝડપથી તેના લગ્ન કોઈ સુંદર કન્યા સાથે થશે. આ ઉપરાંત યુવક કે યુવતીને સપનામાં પોતે લગ્નના કપડામાં દેખાય અથવા તો તેની સગાઇ થતી હોય તેવું દેખાય તો તેનો મતલબ છે કે નજીકના ભવિષ્યમાં તેના લગ્ન અવશ્ય થશે.

તો મિત્રો જો લગ્ન પહલે આવા સંકેતો જણાય તો સમજવું કે તમારા લગ્ન ટૂંક સમયમાં થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment