જીવનમાં ખુબ પૈસા કમાવવામાં છે તો આજથી જ આ 3 કાર્યો કરવાનું બંધ કરી દો… બની જશો ખુબ જ ધનવાન
મિત્રો જો તમે પણ તમારા જીવનમાં આગળ વધવા માંગો છો અને પૈસા કમાવવામાં માંગો છો, આ ઉપરાંત તમે એક સારી અને ખુશહાલ જિંદગી જીવવા માંગો છો, તો આજનો અમારો આ લેખ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. આજે અમે તમને ત્રણ એવી વાતો જણાવશું કે જે તમારા સફળતાના માર્ગ પર અવરોધો ઉભા કરે છે.
આજે અમે ત્રણ એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જેના પર વ્યક્તિએ ક્યારેય વિચાર કરવો જોઈએ નહિ અને જો વ્યક્તિ આ વાતો વિચારવા લાગે તો તે અથાક પ્રયત્નો કરે તેમ છતાં પણ તેને યોગ્ય અને ઈચ્છાનુસાર મહેનતનું ફળ મળતું નથી. માટે આ લેખ ખાસ વાંચો અને જાણો એ ત્રણ વાતો, જેના વિશે ક્યારેય ન વિચારવું જોઈએ. ખાસ કરીને પૈસા કમાવવા હોય કે સફળતા મેળવવી હોય, આ ત્રણ વાતોને તમારે સમજવી જ પડશે. પછી જ તમે કોઈ મુકામ પર પહોંચી શકશો. તો ચાલો જાણીએ તે ત્રણ વાતો, જેના વિશે આપણે ક્યારેય વિચારવું જોઈએ નહિ.
સૌથી પહેલા તો આપણે એવું ક્યારેય ભૂલથી પણ ન વિચારવું જોઈએ કે મારાથી આ કામ નહિ થાય. જો તમે જીવનમાં આગળ વધવા માંગો છો, તો તમારે “હું નહિ કરી શકું” એ વાક્યને પોતાની જિંદગીમાંથી દુર કરી દેવું પડશે. તમને જણાવી દઈએ કે કોઈ પણ કાર્ય કરતા પહેલા આપણા મગજમાં બે તર્ક આવે કે “હું કરી શકીશ કે નહિ કરી શકું ?” ત્યારે તે કાર્ય સફળતા પૂર્વક થવાની સંભાવના નહિ બરાબર થાય છે.
કારણ કે તેનાથી આત્મવિશ્વાસ તૂટી જાય છે અને વ્યક્તિ જો તે કાર્યમાં નિષ્ફળ રહે તો હારી જાય છે. પછી પણ અમુક લોકો કહેતા હોય છે કે મને તો ખબર જ હતી કે આ કામ નહિ થાય. પરંતુ આપણે કોઈ પણ કાર્ય વિશે “નહિ થાય” તેવું વિચારવું જ ન જોઈએ. આ વાતને આપણા મગજમાંથી જ કાઢી નાખવાની અને આપણી ઈચ્છાશક્તિને વધારેને વધારે પ્રબળ બનાવવી જોઈએ અને એવા આત્મવિશ્વાસ સાથે કાર્ય કરવું જોઈએ કે આ કાર્ય મારાથી થઇ જ જશે.
જીવનમાં સફળ થવું હોય તો “લોકો શું કહેશે” તેની ચિંતા ન કરવી જોઈએ. કારણ કે લોકોનું તો કામ જ છે કહેવું. તમે સફળ થશો તો પણ વાતો કરશે અને નિષ્ફળ થશો, તો પણ વાતો કરશે. માટે લોકોની વાતો પર ક્યારેય ધ્યાન ન આપવું જોઈએ. કારણ કે લોકો જ્યારે તમે કોઈ કાર્યની શરૂઆત કરશો તો તમારો મજાક ઉડાવશે, આ ઉપરાંત જો કોઈ લોકોને તમારા પ્રત્યે જલન થાય, તો તે તમારું ચરિત્ર ખરાબ કરવાની કોશિશ કરશે. પરંતુ સફળતા મળતા તે જ લોકો કહેવા લાગે છે કે અમને તો ખબર હતી આ જરૂર કંઈક મોટું કાર્ય કરીને દેખાડશે.
તમને જણાવી દઈએ કે પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવાનો ખ્યાલ જ્યારે પણ પહેલી વાર કોઈ વ્યક્તિને આવ્યો હશે તો લોકો તેના પર હસ્યા હશે.કોઈએ સૌથી પહેલી વાર કીધું હશે કે આપણે હવામાં પણ ઉડીશું ત્યારે લોકોએ તે વ્યક્તિનો મજાક ઉડાવ્યો હશે. પરંતુ આજે તે લોકો વિશ્વની મહાન હસ્તીઓ બનીને આપણી સામે છે.
તમને જણાવી દઈએ કે જેના પર લોકો હસતા આવ્યા છે તે કંઈક મોટા ઈતિહાસ રચતા આવ્યા છે. માટે તમે કોઈ પણ કાર્ય નાનું હોય કે મોટું ત્યારે લોકો જે બોલે તે બોલવા દેવા જોઈએ. તેનાથી આપણને કોઈ ફરક ન પડવો જોઈએ તેમજ સફળ થવું હોય તો લોકોની વાતને ક્યારેય સાંભળવી જોઈએ નહિ અને સતત પોતાના ધ્યેય પર આગળ વધતું રહેવું જોઈએ.
ખુબ જ સફળ અને ધનવાન વ્યક્તિ માટે સૌથી મહત્વની વાત એ છે કે વ્યક્તિએ ક્યારેય પોતાને ખુબ મોટા ન સમજવા જોઈએ. ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ પોતાને ખુબ મહાન સમજવા લાગતા હોય છે. પરંતુ તેમનો આ રવૈયો તેમને આગળ વધતા અટકાવે છે. માટે વ્યક્તિએ હંમેશા ડાઉન ટુ અર્થ રહેવું જોઈએ. આપણે કરેલા કાર્ય ગણવા પણ ન જોઈએ અને ગણાવવા પણ ન જોઈએ. સફળ થવું હોય તો આપણે આપણી બડાઈ વધારે હાંકવી જોઈએ નહિ.આ બાબત પર કોઈએ ખુબ સારું લખ્યું છે “સફળતાને શોર કરવા દો મંજિલ ગમે તેટલી ઉંચી હોય પરંતુ રસ્તા તો પગ નીચેથી જ નીકળે છે.
તો મિત્રો આ ખાસ ત્રણ વાતો જીવનમાં યાદ રાખવી જોઈએ અને હંમશા અનુસરવી જોઈએ.તો તમે આ ત્રણમાંથી ક્યાં વિચારને લઈને પરેશાન હતા તે કોમેન્ટમાં જરૂર જણાવજો.આ ઉપરાંત તમારે કોઈ એવી વાત હોય છે જે તમારી સફળતાના રસ્તા પર અવરોધો ઉત્પન્ન કરતી હોય તો તે પણ તમે જણાવી શકો છો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google