ભગવાન રામ પોતે પણ માનતા હતા આ મંત્રની શક્તિને તો કરો આ મંત્રનો જાપ અને થશે દરેક સમસ્યાઓ દુર..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

ભગવાન રામ પોતે પણ માનતા હતા આ મંત્રની શક્તિને તો કરો આ મંત્રનો જાપ અને થશે દરેક સમસ્યાઓ દુર..

મિત્રો આ દુનિયામાં દરેક વ્યક્તિનું  જીવન કોઈને કોઈ સમસ્યા અથવા કષ્ટોથી ભરેલું હોય છે. કોઈને પોતાના જીવનમાં ધનની કમી હોય તો કોઈ અન્ય વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય છે. આ બધી સમસ્યાઓનું સમાધાન ભગવાન પાસે જ હોય છે. ઘણીવાર આપણે ખુબ મહેનત કરતા હોઈએ તેમ છતાં પણ ઈચ્છા પ્રમાણે ફળ નથી મળતું.

img source

પરંતુ મિત્રો કહેવાય છે ને કે ભગવાનની કૃપા જો આપણા પર હોય તો કોઈ પણ ફળ પ્રાપ્ત કરવું મુશ્કેલ નથી. તો મિત્રો તમે પણ તમારા જીવનમાં કોઈ સમસ્યાઓ સાથે લડી રહ્યા હોવ તો ચિંતા ન કરો. કારણ કે આજે અમે તમને એક ખુબ જ શક્તિશાળી મંત્ર જણાવશું કે જેનો જાપ કરવાથી સમસ્યાઓ દુર થવા લાગશે. એટલું જ નહિ પરંતુ ભગવાન રામ પોતે પણ માનતા હતા આ મંત્રની શક્તિને.

img source

મિત્રો આ મંત્ર છે અજર અમર દેવ ભગવાન હનુમાનજીનો છે. જેનું નામ લેવાથી ભૂત પિશાચ બધું દુર ભાગે છે. તો તેના જ એક મંત્રનું ઉચ્ચારણ કરવાથી સમસ્યાઓ પણ ભાગતી થઇ જાય છે. મિત્રો હનુમાનજીનો આ દિવ્ય મંત્ર છે જેનું ઉચ્ચારણ કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે અને તરત જ તેને તેના જીવનમાં લાભો મળે છે. તો ચાલો જાણીને કે કયો ખાસ મંત્ર છે અને તેનો કંઈ રીતે જાપ કરવો જેથી તે વધુ અસરકારક રહે.

તો મિત્રો હનુમાનજીનો દિવ્ય ચમત્કારિક મંત્ર આ પ્રમાણે છે …

ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય

વિશ્વરુપાય અમિત

વિક્ર્માય, પ્રકટપરાક્રમાય

મહાબલાય સૂર્ય કોટીસમપ્રભાય

રામદૂતાય સ્વાહા..

મિત્રો આ મંત્ર ખુબ જ સરળ અને અદ્દભુત છે અને સાથે સાથે ખુબ જ શક્તિશાળી પણ છે  જે તમારા દુઃખોને સમસ્યાઓને દુર કરી શકે. મિત્રો આપણે આ ચમત્કારિક મંત્ર તો જાણ્યો હવે એ પણ જાણી લઈએ કે આ મંત્ર જપવાથી વધુ અસરકારક વિધિ કંઈ છે. વિધિ અનુસાર કંઈ રીતે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

img source

આ મંત્ર જાપ તમારે શનિવાર અથવા તો કોઈ પણ વારે કરવાનો છે. તેના માટે સૌપ્રથમ તમારે સ્નાન કરી લેવાનું છે અને ત્યાર બાદ હનુમાનજીની મૂર્તિ અથવા તો છબી પાસે સિંદુર રાખી, ધૂપ સળગાવી, ફૂલો ચડાવી ત્યાર બાદ લાલ રંગના આસન પર બેસવાનું છે.

ત્યાર બાદ તે લાલ આસન પર બેસી હનુમાનજીની પ્રતિમા સામે બેસીને 108 વખત આ ચમત્કારિક શક્તિશાળી મંત્રનો જાપ કરવાનો છે. જો તમારા માટે 108 વખત આ મંત્રનો જાપ કરવો સંભવ ન હોય તો તમે આ મંત્રનો જાપ 11 વખત પણ કરી શકો છો.

img source

108 વાર અથવા તો 11 વાર વ્યવસ્થિત અને સાચા ઉચ્ચાર સાથે આ મંત્રનો જાપ કર્યા બાદ તમારી સમસ્યાઓ અને તમારા દુઃખોને મહાવીર હનુમાનજીને મનમાં જ કહેવાના છે. તમારે તમારું દુઃખ કે સમસ્યા મનમાં જ કહેવાનું છે મોટેથી કહેવાનું નથી. પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મંત્ર જાપ કરતી વખતે બ્રહ્મચર્યનું ખાસ પાલન કરવું પડે છે.

આ રીતે મંત્ર જાપ કર્યા બાદ તમે જોશો કે થોડા જ દિવસોમાં તમને તમારા જીવનમાં આ મંત્રનું પરિણામ જોવા મળશે. ધીમે ધીમે તમારી સમસ્યાઓ દુર થતી દેખાશે.

 

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment