શું તમે એક જગ્યા પર બેઠા બેઠા જ બીજી જગ્યા પર શું થઈ રહ્યું છે તે જાણી શકો? જેમકે ઘરે બેઠા બેઠા તમારૂ સ્કુલે ગયેલુ બાળક શું કરે છે તે જાણવું, ઓફીસ ગયેલા તમારા પતિ શું કરે છે તે જાણવું, બીજા સીટી માં રહેતા તમારા માતાપિતા કે અન્ય સગા શું કરે છે તે જાણવું, આ દુનિયા કેટલી વિશાળ છે, ઉપર અવકાશમાં દુર દુર સુધી શું છે, બ્રહ્માંડ કેટલું વિશાળ છે, આપણી જેવી કેટલી દુનિયા છે? આ બધું વસ્તુ જાણી શકીએ તો કેવી મજા પડે? આ બધુ જ શક્ય છે… તો ચાલો જાણીએ આ પ્રાચીન અને રહસ્યમય ટેકનીક વિશે.
દુનિયામાં એસ્ટ્રોલ ટ્રાવેલ વિશે તમે ક્યારેય સાંભળ્યું છે ? તેને out of body experience પણ કહેવામાં આવે છે. એટલે કે આપણા શરીરમાંથી બહાર નીકળવું. આ વસ્તુ સાંભળ્યા પછી તમને થોડું વિચિત્ર લાગશે પરંતુ મિત્રો તેવું શક્ય છે. કંઈ રીતે શક્ય છે તે જાણવા માટે અમારો આ આર્ટીકલ પહેલેથી છેલ્લે સુધી વાંચો. આર્ટીકલ થોડો લાંબો છે પણ એટલી ૧૦૦ % ગેરેંટી કે વાંચવામાં મજા આવશે. ખુબ જ રસપ્રદ માહિતી છે જે તમે આજ સુધી ક્યાય નહિ સાંભળી હોય .
મિત્રો તમે અરીસા સામે ઉભા રહો અથવા તો તમે થોડી વાર શાંત મગજે વિચારો તમારા શરીર વિશે. તમને જે શરીર દેખાય છે શું તે હકીકત છે ? હવે વાત કરીએ શરીરની તો શરીર એ માત્ર તમારી ભૌતિક રચના છે. બાકી જે હકીકત છે તે છે તમારી અંદર રહેલું તમારું સૂક્ષ્મ સ્વરૂપ જેને આત્મા કહેવાય કોઈ લોકો તેને ચેતના કહે અથવા તો અંગ્રેજીમાં તેને spirit અથવા soul કહેવાય. તેને તમે એસ્ટ્રોલ બોડી પણ કહી શકો. આપણી અંદર રહેલ સૂક્ષ્મ શરીરની તો આપણે વાત કરી લીધી હવે વાત કરીએ આસપાસની દુનિયાની.
તો મિત્રો તમે આસપાસ જૂઓ અને ઊંડાણપૂર્વક વિચારો કે જે તમને તમારી આસપાસ જે દેખાય તે જ હકીકત છે. મિત્રો આ તો તમે ત્રણ ડાઈમેન્શનથી બનેલી દુનિયાને જૂઓ છો. હકીકતમાં એવા હાઈર ડાઈમેન્શન હોય છે જેના વિશે તમે વિચારી પણ ન શકો. પહેલા વિજ્ઞાન પણ એવું જ માનતું કે દુનિયામાં માત્ર ત્રણ જ ડાઈમેન્શન છે. પરંતુ આગાળ આગળ શોધ થતા ખબર પડી કે હકીકતમાં હજુ પણ ડાઈમેન્શન છે. તેનો મતલબ એવો છે કે તમે જે જોઈ રહ્યા છો હકીકતમાં તેનાથી ઘણું વધારે છે. હવે તમને એક પ્રશ્ન થાય કે જો હકીકતમાં એવી ઘણી બધી વસ્તુઓ અસ્તિત્વમાં છે તો પછી તે આપણને દેખાતી કેમ નથી.
તે જોઈ નથી શકતા તેનું કારણ છે કે આપણું ભૌતિક શરીર પાંચ ઇન્દ્રીઓથી બંધાયેલું છે. જોવું, સાંભળવું, સ્પર્શવું, સૂંઘવું, સ્વાદ આવવો કારણકે સામાન્ય માણસ ના શરીરમાં માં એટલીજ શક્તિ હોય છે. પરંતુ આપણી અંદર રહેલ સૂક્ષ્મ શરીર આવી વસ્તુઓથી બંધાયેલું નથી. તે આ પાંચ ઇન્દ્રીઓથી આગળનું પણ અનુભવી શકે છે, તે અસંખ્ય શક્તિ નું માલિક છે . મિત્રો તમારી અંદર રહેલ આત્મા એક એવું સૂક્ષ્મ શરીર છે કે જે આપણા ભૌતિક શરીરમાંથી બહાર નીકળી શકે છે અને જ્યાં ઈચ્છે ત્યાં જઇ શકે છે. જેને એસ્ટ્રોલ ટ્રાવેલ કહેવાય અને તેના દ્વારા તમે કોઈ પણ જગ્યાએ જઇ શકો છો. આપણા શરીરમાંથી બહાર નીકળીને આપણને પોતાને પણ જોઈ શકીએ છીએ.
મિત્રો આ સાંભળવામાં ઘણું અજીબ લાગે પરંતુ તમે ગુગલ પર જઈને અસ્ટ્રોલ ટ્રાવેલ એક્સ્પિરિઅન્સ એવું સર્ચ કરશો તો ઘણા બધા લોકોએ પોતે કરેલા અનુભવો શેર કરેલા હશે. તો મિત્રો આશા છે કે તમે અસ્ટ્રોલ ટ્રાવેલ એટલે શું તેના વિશે ખ્યાલ આવી ગયો હશો. પરંતુ હવે જાણીએ કે તે કંઈ ટેકનીક્સથી કરી શકાય. આમ તો આના માટે ઘણી અલગ અલગ ટેકનીક્સ આવે છે જેમાંથી અલગ અલગ વ્યક્તિ કોઈ એક અલગ ટેકનીકથી આવું કરી શકે તે વ્યક્તિ પર આધારિત છે. તેને નક્કી કરવું પડે છે કે કંઈ ટેકનીક્સ તેના પર કામ કરશે. પરંતુ મિત્રો અમે તે કામ પણ સરળ બનાવી દઈએ કારણ કે આજે અમે તમને એસ્ટ્રોલ ટ્રાવેલ માટે એક એવરગ્રીન ટેકનીક જણાવશું કે જે લગભગ દરેક વ્યક્તિને લાગુ પડશે. જેનું નામ છે The hammock technique. આ ટેકનીક ખુબ જ સારી રીલેક્શન ટેકનીક છે જેનાથી તમે શરીરની બહાર નીકળી શકો છો.
મિત્રો આ ટેકનીક માટે પહેલા સીધા સુઈ જાવ. જમીન પર અથવા પલંગ પર. પરંતુ એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે તમારી કરોડરજ્જુ એકદમ સીધી રહેવી જોઈએ. હવે તમારે તમારું સમગ્ર ધ્યાન તમારા શ્વાસો પર કેંન્દ્રિત કરવાનું છે. તેવું કરશો એટલે ધીમે ધીમે તમારા મગજના વિચારો બંધ થવા લાગશે. આ સમયે તમારે તમારા શરીરને ઢીલું મૂકી દેવાનું છે. શરીરને એકદમ રીલેક્સ કરી દેવાનું છે. સમગ્ર રીતે રીલેક્સ કરી દેવાનું છે.
રીલેક્સ કાર્ય બાદ જ હવે અસલી ગેમ ચાલુ થશે. જેમ જેમ તમારા વિચારો ઓછા થતા જશે તેમ તેમ તમારું શરીર ઊંઘવા લાગશે પરંતુ અહીં એક વાત નું ધ્યાન રાખવાનું છે તમારે શરીરને સુવા દેવાનું છે પરંતુ તમારા મગજને સુવા દેવાનું નથી તેને જાગતું રાખવાનું છે. શરૂઆતમાં આ વસ્તુ શક્ય ન પણ બને પરંતુ તમે પોતાના પર વિશ્વાસ રાખો અને પ્રેક્ટીસ કરતા જાઓ પછી આ વસ્તુ પણ ધીમે ધીમે શક્ય બની જશે. મિત્રો આ મગજ અને ઊંઘ વચ્ચે ની લડાઈ છે તમારે માઈન્ડ થી એજ વિચારવાનું છે કે મારા શરીરને ઊંઘ આવે છે પણ મને નહિ ( આ માટે સરળ ઉપાય એ છે કે તમારે મનોમન તમારા સુતેલા બોડી ને બહાર થી જોવાનું છે … વિચારો કે તમે સુતેલા છો …ગાઢ નિંદ્રા માં છો .. આવું કરવાથી તમારું મગજ જાગતું રહેશે અને એક આયામ એવો આવશે કે તમારું શરીર ઊંઘી જશે પણ તમારું મગજ જાગતું હશે ) અને જો આ વસ્તુ કરવામાં તમે એકવાર સફળ થઈ ગયા તો હવે તમે વિચાર્યું પણ નહિ હોય કે આગળ શું થશે આ બધું જોઈ તમે દંગ રહી જશો .. ખરેખર તમને નવાઈ લાગશે કે આવું પણ હોય?
જ્યારે તમારું શરીર સુઈ જાય અને મગજ જાગૃત રહે ત્યારે તમારું શરીર વાઈબ્રેટ થશે. તમને શરીરમાં એક ધ્રુજારી જેવું આવશે . પરંતુ મિત્રો આવું થાય ત્યારે જરા પણ ડરવું નહિ કારણ કે તે શરૂઆત છે ત્યાં તમારું સૂક્ષ્મ શરીર તમારા ભૌતિક શરીરથી અલગ થતું હોય છે અને વાઈબ્રેશન થયા બાદ તમારું સૂક્ષ્મ શરીર ભૌતિક શરીરમાંથી બહાર નીકળી જશે. તમે તમારા સુતેલા ભૌતિક શરીરને જોઈ શકશો અને બહાર નીકળ્યા પછી તમને અજીબ અવાજો સંભળાશે. આ અવાજો બીજા Realm નો અવાજ છે જેને એસ્ટ્રોલ ટ્રાવેલ રેલ્મ કહેવાય છે.
મિત્રો આપણે રહીએ છીએ તે Realm માં ભૂતપ્રેત અને આત્માઓ નથી રહેતી પરંતુ અલગ જ Realm આ ભૂત પ્રેત આત્માઓ રહે છે અને તમને તે જ Realm ના અવાજો સંભળાશે. સરળ તાથી સમજી એ તો આપણી પૃથ્વી જેવા બીજા ઘણા બધા અસંખ્ય ગ્રહો આવેલા છે. અને સુક્ષ્મ શરીર દુનિયા ના કોઈ પણ ખૂણે કે બ્રહ્માંડ માં જવાની ક્ષમતા ધરાવે છે .. એટલા માટે તમને અજીબો ગરીબ વસ્તુ ઓ, અવાજો દેખાવું સંભવ છે.
મિત્રો એસ્ટ્રોલ ટ્રાવેલ તમે માત્ર ૧૫ મિનીટમાં શક્ય બનાવી શકો એટલે કે તમારું શરીર સુઈ જાય અને મગજ જાગૃત રહે ત્યારબાદ ૧૫ મીનીટમાં તમારું સૂક્ષ્મ શરીર બહાર નીકળી જશે. આ વાત અમે 100% ગેરેંટી થી કહીએ છીએ કારણકે પેલા ના ઋષિ મુનીઓ ગમે તેવી સમસ્યા નું સમાધાન ફક્ત આંખ બંધ કરી ને બતાવી આપતા હતા .. તે લોકો એક જગ્યા એ બેઠા બેઠા જ તેમના સુક્ષ્મ શરીરને ફક્ત ગણતરીની મિનિટોની માજ શરીરની બહાર કાઢી દુનિયા ના કોઈ પણ જગ્યા ફરી આવતા . શરૂઆતમાં આ શક્ય ન બને તો નિરાશ ન થવું. પ્રેક્ટીસ કર્યા બાદ તમે તેને પણ શક્ય બનાવી શકો છો.
મિત્રો એક ખૂબ જ રોચક વાત એ છે અહીં તમે જે ડાઈમેન્શનમાં જાઓ છો ત્યાં સમયનો કોન્સેપ્ટ જરા અલગ છે. એટલે કે તમારું સૂક્ષ્મ શરીર તે ડાઈમેન્શનમાં પાંચ કલાક રહે ફરે પરંતુ તમે આંખ ખોલી ફરી પાછા ભૌતિક શરીરમાં આવી જાવ તો આપણે અહીં માત્ર પાંચ જ મિનીટ થઇ હશે.
હજુ એક વધુ રોચક વાત…અને એ કે લગભગ કદાચ તમે જાણતા અજાણતા એસ્ટ્રોલ ટ્રાવેલ કરેલું છે અને તે છે સપનાઓ. તમને એવું લાગે કે તે આપણો ભ્રમ છે તો તે ભ્રમ નથી પણ પોસીબીલીટી છે. મતલબ કે તમે સપનામાં જુઓ છો તે પણ એક દુનિયા છે તેની પોસીબીલીટી છે. તમે એવેન્જર્સ ઇન્ફીનિટી વોર જોયું હોય તો તેમાં ડોક્ટર સ્ટ્રેન્જે અલગ અલગ આવા જ બીજા બ્રામ્હાંડ હોવાની પોસીબીલીટી બતાવી છે અને આમ તો તે મુવી છે. પરંતુ તે હકીકત પણ કહી શકાય છે.અલગ અલગ બ્રમ્હાંડનું અસ્તિત્વ છે.
આ બ્રમ્હાંડમાં તમે અમારો આ આર્ટીકલ વાંચી રહ્યા છો. તો કોઈ બીજા બ્રમ્હાંડમાં જમી રહ્યા હશો તો કોઈ અન્ય બ્રમ્હાંડમાં તમે કોઈ સાથે ફરી રહ્યા હોવ. તો મિત્રો આ બધું જ શક્ય છે અને દરેક વ્યક્તિમાં ભૌતિક શરીરમાંથી બહાર નીકળીને અનુભવ કરવાની ક્ષમતા છે. આ વસ્તુ લાખો લોકોના અનુભવ અને એક કવાન્ટમ ફીસિક રીસર્ચ દ્વારા સાબિત થયેલું છે.
વિજ્ઞાન પણ હવે તો આમાં ઊંડાણપૂર્વક રીસર્ચ કરવા લાગ્યું છે. તેઓ પણ અલગ અલગ બ્રમ્હાંડનું અસ્તિત્વ જણાવે છે જેને વિજ્ઞાની ભાષામાં The parallel universe કહેવાય છે. અને જેટલું તમે વિચારી શકો એટલી પોસીબીલીટી છે. એસ્ટ્રોલ ટ્રાવેલ દ્વારા તમે તે બ્રહ્માંડમાં જઇ શકો છો. તમારે વાતને આધ્યાત્મિક રીતે જોવાની છે કારણ ત્યાં બતાવેલુ વસ્તુ વિજ્ઞાન પછી શોધે છે. જેમ કે ગુરુત્વાકર્ષણ બળ, પ્રોટીન, વિટામીન વગેરે વિજ્ઞાને શોધ્યું તે પહેલા હજારો વર્ષો પહેલા આ વસ્તુ લોકો જાણતા હતા અને તેમણે આપણા વેદોમાં પણ જણાવેલું છે. જેની વિજ્ઞાનની હજારો વર્ષો પછી શોધ કરી. તો મિત્રો જો તમે વિજ્ઞાનથી એક ડગલું આગળ રહેવા માંગતા હોય તો તમારે આધ્યાત્મિક રીતે કહેલ કવાન્ટમ ફીસિકમાં માનો.
નોંધ :-> મિત્રો આતો હતી માત્ર શરીર થી બહાર નીકળવાની ટેકનીક પણ તમને શરીરમાં પાછા આવવાની ટેકનીક નો પણ ખ્યાલ હોવો જોઈએ , ક્યાંક એવું ના થાય કે તમે શરીરની બહાર તો નીકળી જાવ પણ પછી અંદર આવવાનો ખ્યાલ જ ના હોય ? તો એ ટેકનીક જાણવા માટે કોમેન્ટ કરો PART 2 અને મિત્રો આતો હતી માત્ર એક ટેકનીક જેના દ્વારા તમે શરીર થી બહાર નીકળી શકો પણ હજી એવી ઘણી બધી રહસ્યમય ટેકનીક્સ છે જે તમે નથી જાણતા..
જો તમે એ ટેકનીક્સ વિષે જાણવા માંગતા હોવ તો કોમેન્ટ કરો PART 3 અને જો તમે બીજા લોકો ને થયેલા અનુભવો જાણવા માંગતા હોવ તો કોમેન્ટ કરો PART 4 .. અને ઓછામાં ઓછા 5 લોકો જોડે આ આર્ટીકલ શેર કરો … જેથી બીજા લોકો પણ આ ટેકનીક જાણે .. અને હા આજ થી જ આ ટેકનીક શીખવાનું શરુ કરી દેજો .. વધારે કોમેન્ટ અને શેર થશે એટલે અમે આગળ ના આર્ટીકલ જરૂર લખીશું… જય શ્રી કૃષ્ણ
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Kachro
Part 2
Part 3
PART 2
part 2
Very helpfull
part-2
Part 2
Part 2
Part 2
Part 3
Part 4
Part – 2
PART2
PART 3
Part 2
Part 2
Part 3
Part 2
Part 3
PART 2
Send me part 2
Part 2
Part 2
Part 2
Part 2
Part 3
Part 4
Part 2
Part 2 part 3